Saturday, August 17, 2024

The Iceman

 




એક પ્રખ્યાત વ્યક્તિ જેનું નામ Wim Hof છે. તે કાતિલ ઠંડી હોય તેવા બર્ફીલા પહાડોમાં ઉઘાડા શરીરે બેસી મેડિટેશન કરે છે, બરફથી જામેલા પાણીમાં સ્નાન કરે છે. કાર્ય તે યુવાન વયથી કરે છે. તેનું માનવું છે કે, આનાથી તેનું સ્વાસ્થ્ય ઘણું સુધર્યું છે. તેની ઉપર ઘણી ડોક્યુમેન્ટ્રી બની. એક ડોક્યુમેન્ટ્રીમાં તો દાવો કરવામાં આવ્યો કે, તેનું રોગપ્રતિકારક તંત્ર એટલું પાવરફુલ છે કે...તેની ઉપર વાઇરલ એટેક ખુબજ ઓછા થાય છે. વિષયક તે પોતાના પોડકાસ્ટ ચલાવે છે, કોર્ષ શીખવવાના હજારો રૂપિયા લે છે. તેના હજારો અનુયાયીઓ છે. વિદ્યુત જામવાલ જેવી ઘણી સેલિબ્રિટીઓ પણ કાર્ય કરે છે(જુઓ નીચેની ઇમેજ). ટૂંકમાં એક ટ્રેન્ડ બની ગયો છે. પણ..... વાતમાં તથ્ય કેટલું છે?



-

ગરમ પાણીની તુલનાએ ઠંડા પાણીથી સ્નાન કરવું થોડું ફાયદાકારક તો ખરૂં (યાદરહે! ઠંડુ એટલે ગરમ નહીં એવું, બરફવાળુ નહીં). થાક ઓછો થઇ જાય છે અને શરીર ફ્રેશ થઇ જાય છે. જ્યારે ગરમ પાણી તમને રિલેક્સ કરે છે. ઠંડા પાણીએ સ્નાન કરવાથી મહિલાઓના menstrual health માં સુધારો થાય છે. તેમને મૂડ સ્વિંગ, સ્ટ્રેસ વગેરેમાં ફાયદો થાય છે. બધી વાતો સાયન્ટિફિકલી સાચી છે. રિસર્ચ આધારિત છે અને તેમના peer review પણ થઇ ચૂક્યાં છે(રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે). પરંતુ!! રિસર્ચ પેપરમાં ક્યાંય પણ બરફવાળા પાણીથી નહાવું એવું લખ્યું નથી.

 

https://www.researchgate.net/publication/377809020_How_do_women_feel_cold_water_swimming_affects_their_menstrual_and_perimenopausal_symptoms

 

હવે નજર કરીએ એક સાયકોલોજીસ્ટ James B. Mercer તરફ. જેઓ નોર્વેની arctic university ના પ્રોફેસર છે. તેમણે 104 એવા રિસર્ચ પેપરના રિવ્યૂ કર્યા જેમાં દાવાઓ કરવામાં આવ્યા હતાં કે ઠંડા પાણી(freezing water) થી નહાવું યોગ્ય છે કે અયોગ્ય? તેમને એવું કોઇ ઠોસ કારણ મળ્યું જે ઠંડા પાણીના સ્નાનને યોગ્ય ઠેરવતું હોય, અથવા રોગપ્રતિકારક તંત્રને સુધારતું હોય, અથવા cardiac autonomic function ને બહેતર બનાવતું હોય. બ્લડ પ્રેશર અને સાયકોલોજીકલ પેરામિટર્સ ઉપર પણ આની કોઇ અસર નથી થતી કે જેના દાવાઓ Wim Hof કર્યા હતાં(તેમના રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે).

 

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC9518606/

 

ઉલ્ટું, Wim Hof ઉપર કેટલાય લોકોએ કરોડો રૂપિયાના દાવા માંડ્યા છે જેમના સ્વજનોએ તેની વાતમાં આવી જઇ freezing bath દ્વારા જીવ ગુમાવ્યા છે. ફિલહાલ ભાઇસાહબ કોર્ટ-કચેરીના ચક્કર ખાઇ રહ્યાં છે. હજી મુદ્દે ઊંડાણપૂર્વકની રિસર્ચ ચાલુ છે. જોઇએ શું પરિણામ આવે! પરંતુ એટલું યાદરાખો....આવા રહસ્યવાદી, ચમત્કારી આધુનિક બાવાઓના ચુંગાલથી બચો.

 


No comments:

Post a Comment