આપણે વિચારીએ છીએ, હકિકત પણ તેવી હોય છે ખરી? તદ્દન નવી ઉભરી રહેલ મોબાઇલ કંપની Nothing દાવો કરે છે કે તેઓ પોતાના મોબાઇલ બનાવવા માટે 100% recycled એલ્યુમિનિયમનો ઉપયોગ કરી રહ્યાં છે. એપલ પણ દાવો કરે છે કે તે પોતાના i-pads, macbooks અથવા apple watch માટે 100% recycled
એલ્યુમિનિયમનો ઉપયોગ કરી રહ્યાં છે. દાવાને હાલ પુરતો સાઇડમાં રાખો, આ વાત સાંભળવામાં તો ઘણી મધુર લાગે છે કે આપણે આપણી પૃથ્વીને બચાવી રહ્યાં છીએ પરંતુ આ ક્ષેત્રને લગતા મજૂરોની વાત જ્યારે જાણીએ ત્યારે સઘળો ઉભરો બરફની જેમ ઠરી જાય છે.
-
અમેરિકા જેવા દેશોમાં ખોરાકને સ્ટોર કરવા માટે પ્લાસ્ટિકની જગ્યાએ એલ્યુમિનિયમના કેન/ટીનનો ઉપયોગ થાય છે. તેને recycle કરી ફરી પાછા કેન/ટીન બનાવવામાં આવે છે(કે જે એક સારી વાત કહેવાય). બિલકુલ એજ પ્રમાણે જે ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે તે પણ recycle થઇ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં જ વપરાશે. અહીં આવે છે twist. આ ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં કેવળ ધાતુઓ તો હોતી નથી, તેમાં વિવિધ અન્ય તત્વો પણ હોય છે, જેમકે mercury(પારો) વગેરે. આ સઘળા તત્વોની જ્યારે processing થતી હોય તે સમયે ઘણાં ઝેરીલાં ગેસો પણ નીકળતા હોય છે.
-
આ ગેસો ત્યાંના આસપાસના રહીશો માટે ઘણા ખતરારૂપ છે, ખાસ કરીને ત્યાં કામ કરતાં મજદૂરો માટે. કેન્સર, લાંબાગાળાની બિમારીઓ જેવો અજગર-ભરડો ત્યાંના મજૂરોમાં સામાન્ય થઇ રહે છે. પરંતુ!! આ બધી બાબતો સાર્વજનિક થતી નથી. કેમ? કેમકે કંપનીઓ આ બધી બાબતોને એક સુંવાળા પડદા હેઠળ ઢાંકી રાખે છે જેને તેઓ સદભાવના(goodwill) તરીકે રજૂ કરે છે. જેમકે અમે પર્યાવરણને બચાવી રહ્યાં છે વગેરે...વગેરે...આની darkside કોઇ બતાવતું નથી. તો હવે આપણી ફરજ બને છે કે આની darkside ને સાર્વજનિક કરીએ અને મજૂરી કરતા મહેનતકશ લોકોને આમાથી ઉગારીએ.

No comments:
Post a Comment