Saturday, September 17, 2022

કોઇ તમને જોઇ રહ્યું છે!!

 


 

2016 માં દુબઇના એક human rights activist અહમદ મન્સૂરના ફોનમાં એક text મેસેજ આવે છે જ્યાં એક લિન્ક હોય છે. લિન્ક ઉપર ક્લિક કરતાં એક વીડિઓ ખુલે છે. જેમાં જેલમાં એક કેદી ઉપર ખુબ અત્યાચાર કરાઇ રહ્યો છે તેવું દેખાય છે. એક અતિ ગોપનીય વીડિઓ હતો કે જે દુબઇની એક જેલમાંથી લીક થયો હતો. રિસર્ચ કરતા ખબર પડી કે મેસેજ ઇઝરાયેલની એક કંપની NSO Group નો એક spyware છે, જેનું નામ છે પેગાસસ. આમ તો ફેસબુક જેવી ઘણી એપ છે જે તમને ચોરીછુપીથી જોઇ રહી છે. આજે વાત કરીએ Pegasus ની.

-

ઘટના બાદ પેગાસસ ખુબ પ્રખ્યાત થયું. વેપારીઓ, નેતાઓ, સરકારોએ...વિરોધીઓ ઉપર દેખરેખ રાખવા આનો ઉપયોગ શરૂ કર્યો. ગયા વર્ષે ભારતમાં પણ સમાચાર હતાં કે એક નેતાના વોટ્સએપને હેક કરી એવા મેસેજો મોકલવામાં આવ્યા કે જેને તેમણે મોકલ્યા નહોતાં. આઇટી મિનિસ્ટ્રીનું પણ કહેવું હતું કે વાયરસનો ભારતમાં મોટા પાયે ઉપયોગ થઇ રહ્યો છે. અહીં બે શક્યતાઓ છે....ક્યાં તો ભારત સરકાર આનો ઉપયોગ કરી રહી છે જેથી activists, પત્રકારો, વિરોધી દળો ઉપર દેખરેખ રાખી શકે અથવા સરકાર વિરોધી દળો આનો ઉપયોગ કરી રહ્યાં છે જેથી સરકારની ગતિવિધિને ટ્રેક કરી શકાય. ખેર, જે હોય તે આપણે જોઇએ કે પેગાસસ કાર્ય કઇરીતે કરે છે?

-

તેમાં એક વિશેષ કોડ લખવામાં આવ્યો છે જેને કોઇપણ વસ્તુમાં embed(છુપાવી) કરી શકાય. ઉદાહરણ તરીકે...ધારોકે તમને ઇમેલ અથવા વોટ્સએપ દ્વારા એક ઇમેજ મળે છે. ઇમેજ નોર્મલ છે જેમાં સઘળા પિક્સેલ તે ઇમેજના હશે પરંતુ તેમાં એક, બે અથવા multiple પિક્સેલ એવા પણ હોય શકે છે જેમાં કોડને લખવામાં આવ્યો હશે. જેવા તમે તે ઇમેજને ક્લિક કરશો તે કોડ તમારા ફોનમાં ઇન્સ્ટોલ થઇ જશે. આવા કોડને zero click malware પણ કહે છે. સ્પાયવેર તમારા સંપૂર્ણ ફોનને કન્ટ્રોલ કરી શકે છે. તમારા ફોટાઓ, મેસેજો ત્યાંસુધી કે વોટ્સએપના મેસેજોને પણ હેકર આસાનીથી જોઇ શકે છે.

-

તો શું આનાથી આપણને ખતરો છે? ફિલહાલ ભલે હોય પરંતુ ભવિષ્યમાં કંઇપણ થઇ શકે છે. અત્યારે વસ્તુ કેવળ અમુક લોકો ઉપર એપ્લાય થઇ રહી છે કેમકે ખુબજ મોંઘો સોફ્ટવેર છે. આનો ઉપયોગ મોટાં વેપારીઓ પોતાની જાહેરાતો માટે કરી શકે છે. તેઓ તમારા ફોનને ટ્રેક કરી શકે છે, તમારી ગતિવિધિને ટ્રેક કરી શકે છે, તમારી પ્રાઇવસીની ધજ્જીયા ઉડાવી શકે છે. બીજું રાજકારણીઓ પોતાના વિરોધીઓની રણનીતિ જાણવા આનો ભરપૂર ઉપયોગ કરી શકે છે. અગર પ્રાઇવસીને તમે મહત્વપૂર્ણ ગણતા હો તો હાલમાં પણ તમારા માટે ખતરારૂપ છે.

-

હવે આનાથી બચવા શું કરી શકાય? સૌપ્રથમ તો તમારા ફોનને અપ ટુ ડેટ રાખો. નવા અપડેટ્સથી સજ્જ રાખો કેમકે અપડેટ્સમાં તમને security patch મળે છે જેથી આવા વાયરસથી તમે સુરક્ષિત રહી શકો. બીજું કોઇપણ sideloaded અથવા third party app ડાઉનલોડ કરો. જેમકે ઘણાં લોકો youtube vanced વાપરે છે કે જેથી તેઓ યુટ્યુબના premium feature નો મફતમાં ઉપયોગ કરી શકે. એક વાત કહો...160 કે 180 રૂપીયા દર મહિને યુટ્યુબ feature પેટે તમારી પાસેથી લે છે, તે કોઇ અન્ય કંપની તમને ફ્રી માં કઇરીતે આપી શકે? યાદરાખો કોઇપણ વસ્તુ ફ્રી માં નથી મળતી, અન્ય કોઇ સ્વરૂપે તમે તેની કિંમત ચૂકવતા હો છો.

 

No comments:

Post a Comment