Saturday, September 24, 2022

સ્ત્રી = સન્માન

 

સ્ત્રી = સન્માન, સ્ત્રીનું સન્માન = કુટુંબનું સન્માન, કુટુંબનું સન્માન = સમુદાયનું સન્માન.

 

આવા સૂત્રોના આધારે આપણા સમાજમાંવ્યવસ્થાની સ્થાપના કરવામાં આવે છે અને કેટલીક વાર તેના આધારે સમાજમાં મહિલા સન્માનના વખાણ પણ થાય છે. પરંતુ!! હરએક સાંપ્રદાયિક હિંસા વખતે આજ સૂત્રો એક ઘાતક બૂમરેંગ સાબિત થાય છે કે જ્યારે વિરોધી સમુદાયનું સન્માન લૂંટવાનો સૌથી સીધો અને સહેલો રસ્તો જે તે સમુદાયની સ્ત્રી ઉપર હુમલો બની જાય છે.

-

સાંપ્રદાયિક હિંસાનું જાતિય વિશ્લેષણ દર્શાવે છે કે હિંસાનું એક મોટું કારણ એજ આદરણીય સૂત્રોમાં છુપાયેલું છે જેમાં સ્ત્રી સામાન્ય વ્યક્તિ રહીને કુળ/સમુદાયનીઇજ્જતનો પર્યાય બની જાય છે. ક્યારેક તેની અન્ય સમુદાયના "શીલભંગ" માટે હત્યા કરવામાં આવે છે, તો ક્યારેક તેનું પોતાના પિતા/ભાઇ/પુત્ર દ્વારા સ્વયં અને પરિવારના "સન્માનની રક્ષા" ના નામે કતલ કરવામાં આવે છે અને તે હત્યાને શહીદ થી લઇને સતી/જૌહર જેવા કેટલાંય નામો આપવામાં આવે છે.

 


No comments:

Post a Comment