*****A Dying Star*****
શું તમે કોઇ મૃત્યુ પામતા તારાને જોયો છે? તમને તુરંત જ મનમાં થશે કે હાં ખરતા તારાને મેં ઘણીવાર જોયો છે. વેલ, એ ખરતો તારો નથી હોતો. બલ્કે તે કોઇક ઉલ્કા અથવા કોઇ meteoroid હોય છે. હવે જેમ્સ વેબ ટેલિસ્કોપે મોકલેલ ઇમેજ ઉપર ચર્ચા કરીએ...ચર્ચા ખુબજ લંબાઇ જાય તેમ છે છતાં, જે મુદ્દા સામાન્ય માનવીથી અલિપ્ત રહી જવા પામે તેમની ઉપર આપણે ફોકસ કરીશું.
-
JWST એ કેટલીક તસવીરો ખેંચી(જેમની ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું). ફિલહાલ, આપણે ચર્ચા કરવા જઇ રહ્યાં છીએ એક નેબ્યુલાના ઇમેજ ઉપર(જુઓ મુખ્ય ઇમેજ). કેટલી ખુબસૂરત ઇમેજ છે! જેનું નામ છે NGC 3132. southern hemisphere માં મૌજૂદ આ નેબ્યુલાને planetary નેબ્યુલા કહેવામાં આવે છે પણ...પણ....આ નેબ્યુલાનો ગ્રહો સાથે કોઇ સબંધ નથી. આ નેબ્યુલા આપણાંથી 2000 પ્રકાશવર્ષ દૂર છે. આની મધ્યમાં એક તારો આપણને મૃત્યુ પામતો દેખાઇ રહ્યો છે.
-
આ જે તસવીર છે તે 1.4 પ્રકાશવર્ષ પહોળી છે. જેનો મતલબ છે જો પ્રકાશ તેના એક છેડાથી પ્રવેશે તો તેને બીજે છેડે પહોંચતા લગભગ 1.4 વર્ષ જેટલો સમય લાગે. તેની આસપાસ તમને dust ના ઘણાં મોટાં-મોટાં વાદળો નજરે ચઢશે. વચ્ચે Ionized gas મૌજૂદ છે(જુઓ નીચેની ઇમેજ-1). આની ડાબી બાજુ તમને એક ગેલેક્ષી જોવા મળશે(ખુબજ રસપ્રદ ઇમેજ છે). હવે તમને બે ઇમેજ દેખાડવામાં આવી રહી છે(જુઓ નીચેની ઇમેજ-2). આ બંન્ને ઇમેજો JWST ના અલગ-અલગ કેમેરા વડે લેવામાં આવી છે. શું તમને બંન્ને તસવીરો વચ્ચે કોઇ ફરક દેખાય છે?
-
જી હાં, ઘણો મોટો ફરક છે અને આજ ફરક આપણને પરેશાન કરી રહ્યો છે. ડાબી સાઇડની ઇમેજ NIRCAM કેમેરા વડે લેવાઇ છે જ્યારે જમણી સાઇડની ઇમેજ MIRI કેમેરા વડે ખેંચવામાં આવી છે. જરા ધ્યાનથી જુઓ જમણી સાઇડની MIRI ઇમેજમાં, જ્યાં મધ્યમાં તમને બે તારાઓ(binary stars) નજરે ચઢશે જ્યારે ડાબી સાઇડની NIRCAM કેમેરા વડે લેવાયેલ ઇમેજમાં તમને મધ્યમાં કેવળ એકજ ઝળહળતો તારો દેખાશે.
-
જે બે તારાઓ છે તેમાંથી એક કેસરી કલરનો છે અને બીજો ભૂરા કલરનો છે(જુઓ નીચેની ઇમેજ-1). કેસરી કલરનો તારો પોતાના જીવનના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. પોતાનું લગભગ સઘળું ઇંધણ વાપરી ચૂક્યો છે. MIRI કેમેરા વડે ખેંચાયેલ તસવીર ચોક્સાઇપૂર્ણ નજરે ચઢે છે. જેનું કારણ છે...NIRCAM કેમેરાનો બેન્ડ visible light ની નજીક છે પરંતુ જ્યારે આપણે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમની મધ્યમાં પહોંચીએ ત્યારે રંગોમાં બદલાવ આવવાનું શરૂ થઇ જાય છે. તો કહેવાનો મતલબ અગર આજ તસવીર આપણે હબલ ટેલિસ્કોપ દ્વારા જોઇ હોત(કે જેની બનાવટ visible light ને કેદ કરવા માટે થઇ હતી) તો આપણને બીજો તારો ક્યારેય નજરે ન ચઢ્યો હોત. બંન્ને તસવીરો લેવા માટે બંન્ને કેમેરામાં કયા-કયા ફિલ્ટરનો ઉપયોગ થયો છે તે નીચેની ઇમેજ 2 અને 3 માં તમે જોઇ શકો છો.






No comments:
Post a Comment