Tuesday, June 28, 2022

Kindle

 


કિંડલ ક્યારેય વાપર્યું છે? સ્માર્ટફોનની ડિસ્પ્લે અને કિંડલની ડિસ્પ્લેમાં શું ફરક હોય છે? કિંડલને વાંચવાનો આનંદ કંઇક ઔર છે. એક વાસ્તવિક પુસ્તકની અનુભૂતિ કરાવતું કિંડલની બનાવટ કેવી હોય છે? ચાલો જાણીએ.

-

કિંડલમાં વપરાતી સ્ક્રીન નોર્મલ સ્ક્રીન નથી હોતી. તે બિલકુલ અલગ સ્ક્રીન હોય છે. જેને E-Ink Display કહે છે. તે કઇરીતે કાર્ય કરે છે તે જોઇ લઇએ. આપણી નોર્મલ સ્ક્રીનમાં ઘણાં બધાં pixel હોય છે અને તેની પાછળ હોય છે એક લાઇટ સોર્સ. જ્યારે E-Ink Display માં pixel ને આપણે નાના-નાના બોલમાં ફેરવી નાંખીએ છીએ. જેને microcapsules કહે છે(જુઓ નીચેની ઇમેજ). ટૂંકમાં એક પ્રવાહી વડે સમગ્ર સ્ક્રીનને ભરી દેવામાં આવે છે. તે પ્રવાહી બે ભાગમાં વહેંચાયેલ હોય છે. એક કાળા કલરનું અને એક સફેદ કલરનું. તત્વને ink(શાહી) કહે છે. જે વિશેષ પ્રકારની હોય છે અને તેને ચાર્જ કરવામાં આવે છે. જેમકે....સફેદને positive charge અને કાળાને negative charge. હર બોલની નીચે એક ઇલેક્ટ્રોડ લાગ્યો હોય છે. જે પોતે ચાર્જ થઇને potential difference ઉત્પન્ન કરે છે. પ્રકારે તે કાર્ય કરે છે.



-

E-Ink Display ના કેટલાંક ફાયદા-ગેરફાયદાઓ છે. ફાયદાઓની વાત કરીએ તો....તેની ડિસ્પ્લે એકવખત ચાર્જ કર્યા બાદ ખુબજ લાંબા સમય સુધી કાર્યરત રહે છે(દિવસો સુધી). તેને વાંચવાનો લહાવો એક અસલ ચોપડીને વાંચવા બરાબર હોય છે વગેરે. ગેરફાયદાઓની વાત કરીએ તો....તેનો refresh rate ખુબજ ઓછો હોય છે. મતલબ તમે એક પેજ થી બીજા પેજ ઉપર જમ્પ કરો તો વચ્ચેનો સમયગાળો તમને બાબા આદમના ઝમાનાની યાદ અપાવે તેવો હોય છે. બીજું, ડિસ્પ્લે મોટાભાગે black & white માંજ મળશે. કલરમાં પણ મળે છે પરંતુ ખાસ એવો કોઇ ફાયદો હોવાથી એવા જૂજ ઉત્પાદકો છે જેઓ કલર E-Ink Display બનાવે છે.

 


Saturday, June 25, 2022

Tilling is bad for Soil

 


 

શું તમે જાણો છો કે દુનિયામાં જે ગરમી ફેલાઇ રહી છે/ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, તેનું એક સૌથી મોટું કારણ ખેતરોમાં હળ ચલાવવું પણ છે?? જી હાં, હળ ચલાવવું આપણી પૃથ્વીના તાપમાનને ધીમેધીમે વધારી રહ્યું છે. તમને અવશ્ય પ્રશ્ન થશે કે કેટલાં વર્ષોથી મનુષ્ય હળ ચલાવી રહ્યો છે તો આખરે હળ ચલાવવું કઇરીતે ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત છે? ચાલો જાણીએ....

-

માટે આપણે જમીનની ecosystem ને સૌપ્રથમ સમજવી પડશે. એક વૃક્ષ વાતાવરણમાં રહેલ co2 ને શોષે છે, તેમાંથી ગ્લુકોઝ બનાવે છે, પોષક તત્વો ગ્રહણ કરે છે. ટૂંકમાં વૃક્ષ શોષેલ સઘળા કાર્બનને પોતાનું માળખું બનાવવા ઉપયોગ કરે છે. વૃક્ષની ડાળખીઓ કાર્બન વડે બની છે, તેના મૂળીયા કાર્બન વડે બન્યાં છે, તેના પાંદડાઓ/ફળો કાર્બન વડે બન્યાં છે, વૃક્ષોનું પોતાનું એક ecosystem હોય છે અને તેમનું ecosystem જમીનના ecosystem સાથે જોડાયેલ હોય છે(જુઓ નીચેની ઇમેજ). એક વૃક્ષના વિવિધ ભાગો જ્યારે વિઘટન પામે છે ત્યારે નાના-નાના સૂક્ષ્મજીવાણુઓ તેનો ઉપભોગ(consume) કરે છે અને પોતાની ઉર્જા મેળવે છે. ટૂંકમાં વૃક્ષોનું વિઘટન સૂક્ષ્મજીવાણુઓ માટે ઇનપુટ છે અને તેમનું આઉટપુટ શું છે? કાર્બનડાયોક્સાઇડ(co2) અને ઓર્ગેનિક કાર્બન.



-

યાદરહે બંન્ને વસ્તુ તદ્દન ભિન્ન છે. ઓર્ગેનિક કાર્બન જમીનની ફળદ્રુપતા માટે ખુબજ જરૂરી છે. કોઇ જમીન વધુ ફળદ્રુપ હોય તેનો મતલબ છે તેમાં કાર્બન વધુ છે. કાર્બન minerals ના રૂપમાં હોય છે. જમીનનું પોતાનું એક સંપૂર્ણ ecosystem હોય છે(જુઓ નીચેની ઇમેજ) કે જે કાર્બન આધારિત હોય છે. ઓર્ગેનિક પદાર્થનો ઉપભોગ ફૂગ, બેક્ટીરિયા જેવા પ્રાથમિક ઉપભોક્તા(primary consumer) કરે છે. તેમનો ઉપભોગ secondary consumer કરે છે. જેમકે...Protozoa, Nematode વગેરે. ત્યારબાદ આવે છે higher level consumers જેમાં અળસિયા, પક્ષી વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં એક ફળદ્રુપ જમીનની અંદર ઉપરોક્ત સંપૂર્ણ સિસ્ટમ સામેલ હોય છે. જે જમીનમાં શ્રૃંખલાની એક કડી પણ જો ગાયબ થઇ જાય તો તે ધરા રસહીન બનવા માંડે છે અને આજ કાર્ય કરે છે હળ.

-

જ્યારે આપણે હળ ચલાવીએ છીએ ત્યારે હળ ઘણાં એવા સજીવોનો નાશ કરી નાંખે છે જેની ઉપયોગિતા જમીનને ફળદ્રુપ રાખવા માટે અતિ મહત્વની હોય છે. અર્થાત હળ જમીનની biodiversity(જૈવવિવિધતા) ને ખતમ કરી નાંખે છે. જ્યારે કોઇ ખેતરમાં નિયમિત હળ ચલાવાય છે ત્યારબાદ તેની માટીના રંગમાં ધીમેધીમે બદલાવ આવવાનું શરૂ થાય છે. કાળી માટી ધીમેધીમે હળવા કથ્થઇ રંગની થવા માંડે છે. જેનું કારણ છે તેમાં કાર્બન તત્વ ઓછું થવા માંડે છે. હવે સવાલ ઉદભવે છે કે આખરે કાર્બન માટીમાં શું કાર્ય કરે છે? કાર્બન માટીને એક માળખું આપે છે. કાર્બન પાણીને સંગ્રહ કરવા માટે ખુબ મદદરૂપ થાય છે.

-

હળ ચલાવવાથી જમીનનું માળખું તબાહ થાય છે અને પ્રયોગો/રિસર્ચ આપણને બતાવે છે કે જ્યારે જમીનનું માળખું તબાહ થાય છે ત્યારે જે બેક્ટીરિયા co2 ઉત્પન્ન કરી રહ્યાં હોય છે તેની કાર્યપદ્ધતિ વધુ ઝડપી થઇ જાય છે. અર્થાત જમીનની અંદર જે કાર્બન સંગ્રહિત થયેલ હોય છે તે ઝડપથી co2 બની વાતાવરણમાં ઠલવાય છે. અંતે વાતાવરણને ગરમ કરે છે. કેટલું? રિસર્ચ અનુસાર ફક્ત અમેરિકામાં સમગ્ર ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થયેલ ગ્રીનહાઉસ ગેસોની માત્રામાં 10% જેટલો ફાળો હળ ચલાવવાના કારણે ઠલવાતા ગેસનો હોય છે.

-

આનો વિકલ્પ શું? માટે આપણે UC(University of California) Berkeley જવું પડશે. ત્યાંની વૈજ્ઞાનિક Whendee Silver એક ઉપાય બતાવ્યો છે. એમણે જોયું કે આપણે અન્નનો ઘણો બગાડ કરીએ છીએ. અનાજના બગાડને આપણે અમુક જગ્યાએ ઢગલો કરીને ફેંકી દઇએ છીએ. જ્યાં ભેજ(humidity) વધુ હોય છે તેમજ અન્ય કચરો પણ હોય છે. પરિણામે ત્યાં ઓક્સિજનની અછતને કારણે એવા સૂક્ષ્મજીવાણુઓ ઉત્પન્ન થાય છે, જેઓ તે ખોરાકનો ઉપભોગ કરી ધીમેધીમે એમોનિયા બનાવવાનું શરૂ કરે છે. એમોનિયા દુર્ગંધ ઉત્પન્ન કરે છે તેમજ તે એક ગ્રીનહાઉસ ગેસ છે, જે co2 કરતાં પણ વધુ કઠોર છે. Whendee Silver વધેલા અનાજ, ફળ, પાંદડાઓ વગેરેને ઓક્સિજન સાથે આંતરક્રિયા કરી એક organic fertilizer(કાર્બનિક ખાતર) બનાવ્યું. રીતે તેમણે એમોનિયાના ઉદભવ ઉપર પણ રોક લગાવી. ખાતર ઉપર દસ વર્ષ રિસર્ચ કરવામાં આવ્યું. તેનો વિવિધ જગ્યાએ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના પરિણામો ખુબજ સાનુકુળ મળી રહ્યાં છે.

-

ખાતર પ્રવાહી સ્વરૂપે હોય છે માટે તેનો છંટકાવ કરવો પડે છે. એકવખત આનો ઉપયોગ કર્યા બાદ ત્રણ વર્ષ સુધી તેની અસર અકબંધ રહે છે. આના ઉપયોગથી છોડની વૃદ્ધિમાં 78% નો વધારો થાય છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ 37% વધી જવા પામે છે. સઘળી રિસર્ચનું નામ છે....Marin Carbon Project.