કલ્પના કરો કે....જો ઓક્સિજન પૃથ્વી ઉપરથી ફક્ત પાંચ સેકન્ડ માટે ગાયબ થઇ જાય તો શું થાય? આપણને તો ખાસ અસર નહીં થાય કેમકે કોઇપણ વ્યક્તિ પોતાના શ્વાસને પાંચ સેકન્ડ સુધી તો આરામથી રોકી શકે છે. પરંતુ!! ઓક્સિજનની ગેરહાજરીમાં આપણાં ઘરો, મોટી-મોટી ઇમારતો કે જેને આપણે કોંક્રિટ વડે બનાવ્યા છે, તે તુરંત જ ધરાશયી થઇ જશે. કેમકે ઓક્સિજન કોંક્રિટ માટે એક binding agent(જોડનારા તત્વ) તરીકે કાર્ય કરે છે. તે કોંક્રિટને જોડીને રાખે છે. વગર ઓક્સિજને કોંક્રિટ કેવળ ધૂળ બરાબર હશે. બીજું, આપણું ઓઝોન લેયર પણ ઓક્સિજન વડે જ બન્યું છે. ઓક્સિજનની ગેરહાજરીમાં સૂર્યના હાનિકારક રેડિયેશન પૃથ્વીની સપાટી સુધી પહોંચી જશે. પરિણામે જે વ્યક્તિ સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવશે તે sun burn અથવા ચામડીના કેન્સરનો શિકાર થઇ શકે છે. પૃથ્વીનું air pressure 21% જેટલું ઘટી જશે. રસ્તા ઉપર દોડતા વાહનો થંભી જશે. કેમકે તેઓના એન્જીનમાં દહનની પ્રક્રિયા ઓક્સિજન વગર અટકી જશે. આકાશમાં ઉડતા વિમાનો પૃથ્વી ઉપર free fall થવા માંડશે.
-
તો આપ એટલું તો સમજી ગયા હશો કે ઓક્સિજનનું મહત્વ કેટલું બધુ છે. વેલ, ઓક્સિજન એક રહસ્યમય તત્વ છે. તેના વગર જીવન સંભવ નથી..આ તો આપણે જાણીએ છીએ પરંતુ શું તમને ખબર છે કે, એ ઓક્સિજન જ છે જે આપણને વૃદ્ધ કરે છે અને મૃત્યુ સુધી લઇ જાય છે? જી હાં, ઓક્સિજન આપણાં માટે એક ધીમું ઝેર છે.
-
હવે જાણીએ ઓક્સિજનનું નકારાત્મક પાસું. આમ તો ઓક્સિજનના વિવિધ ગુણધર્મો છે પરંતુ આપણે તેના Oxidation(ઉપચયન) ગુણધર્મ વિષે જાણીશું. હરેક ધાતુ ઓક્સિજનથી ડરે છે. કેમ? કેમકે ઓક્સિજન તેમને oxidised કરે છે. અર્થાત તેમને ક્ષણેક્ષણે ખતમ કરે છે(ઉદાહરણ તરીકે કાટ લાગવો). બિલકુલ એજ રીતે ઓક્સિજન આપણાં શરીરને પણ oxidised કરે છે. કઇરીતે? ચાલો જોઇએ...
-
oxidise નો સરળ અર્થ થાય...વધારાનો ઓક્સિજન. આપણાં શ્વાસ દ્વારા લેવાયેલ ઓક્સિજનને લોહી....હરેક કોષ સુધી પહોંચાડે છે. આપણો હર કોષ ઓક્સિજન લઇ પોતાનું કાર્ય કરતો હોય છે અને આપણને જીવિત રાખે છે. પરંતુ!! હરવખતે આવું નથી થતું. અમુક વખતે આ ક્રિયા એકદમ પરફેક્ટ નથી ઘટતી. તે સમયે ઓક્સિજનના free radical ઉત્પન્ન થાય છે. આ free radical ને સમજીએ. જો ઓક્સિજનના અણુમાંથી એક ઇલેક્ટ્રોનને હટાવી લેવામાં આવે તો આ સ્થિતિમાં બનશે ઓક્સિજનનું free radical(જુઓ નીચેની ઇમેજ). હવે એક ઇલેક્ટ્રોનની ઘટ થતાં આ free radical ખુબજ પ્રતિક્રિયાશીલ અને અસ્થિર હોય છે. અસ્થિર હોવાના કારણે તે બીજા બધા તત્વો સાથે ક્રિયા કરવા ઇચ્છે છે. પોતાને સ્થિર કરવા માટે તે કોઇપણ અણુ સાથે સંકળાવા માંગે છે. જેવો તે અન્ય તત્વ જેમકે પ્રોટીન, કોષપટલ વગેરે સાથે જોડાય છે, ત્યારે તે આપણાં શરીરને અંદરથી ધીમેધીમે નુકસાન કરે છે. એટલેકે oxidise કરે છે. જેના કારણે આપણે વૃદ્ધ થતાં જઇએ છીએ.
-
આ પ્રક્રિયાને આપણે રોકી નથી શકતાં કેમકે આ એક કુદરતી પ્રક્રિયા છે. અમુક વસ્તુના કારણે આ પ્રક્રિયા ઝડપી અવશ્ય થઇ જાય છે. જેમકે ધુમ્રપાન, હાનિકારક કેમિકલ વગેરે. હવે સવાલ એ ઉઠે છે કે શું આપણું શરીર આ free radical થી બચવા માટે કંઇજ નથી કરતું? બિલકુલ કરે છે. આપણાં શરીરની અંદર antioxidant હોય છે જે free radical ને ઘટતા એક ઇલેક્ટ્રોનની આપૂર્તિ કરી તેને સ્થિર બનાવે છે(જુઓ નીચેની ઇમેજ). આ antioxidant ને શરીર બનાવે છે ખરૂં પરંતુ ખુબ ઓછી માત્રામાં. અધિકતર antioxidant આપણને ખોરાક દ્વારા મળે છે. જેમકે berry, dark chocolate વગેરે. જો કે બધા free radical નુકસાનકર્તા નથી હોતા. તે આપણાં રોગપ્રતિકારક તંત્રને મદદરૂપ પણ થાય છે. પરંતુ!! આ સઘળુ આપણાં શરીર ઉપર નિર્ભર કરે છે કે શરીર free radical ની માત્રાને કેવીરીતે મેઇન્ટેઇન કરશે.



No comments:
Post a Comment