University College
London(UCL) ના એક ડેટા વૈજ્ઞાનિકે એક અચરજપૂર્ણ વિગત નોંધી. તેમણે જોયું કે કેટલાંક એવા પરિક્ષા કેન્દ્રો હતાં જ્યાંના વિદ્યાર્થીઓના સરેરાશ માર્કસ અન્ય કેન્દ્રોની તુલનાએ ઓછા આવતા હતાં. શરૂઆતમાં તેમણે વિચાર્યું કે શાયદ એકસરખી જેવી સ્કૂલોના વિદ્યાર્થીઓ ત્યાં આવતા હશે જેમનું બૌદ્ધિક સ્તર પણ એક જેવુંજ હશે પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે કેન્દ્રોમાં તો મોટી-મોટી અને સારી સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ આવતા હતાં. આ ખુબજ હેરાનપૂર્ણ વિગત હતી. એક ટીમે આ કેન્દ્રોનું અવલોકન પણ કર્યું કે આખરે આનું કારણ શું છે? પરંતુ તેમને એવો કોઇ પુરાવો ન મળ્યો જેના આધાર ઉપર કહી શકાય કે ત્યાંના વિદ્યાર્થીઓના માર્કસ ઓછા આવતા હતાં.
-
આ પ્રસંગને અહીંજ અટકાવી દઇએ અને નજર દોડાવીએ અન્ય પ્રસંગ ઉપર. થોડાં સમય પહેલાં અમેરિકાના શિકાગોમાં ત્રણ કોલસાના પાવર પ્લાન્ટને બંધ કરી દેવાયા. યાદરહે અમેરિકાની વીજળી જરૂરિયાતનો 40% જેટલો ભાગ કોલસા પ્લાન્ટ પુરો પાડે છે. ફિલહાલ અમેરિકામાં 290 પ્લાન્ટ કાર્યરત છે. આ ત્રણ પ્લાન્ટને બંધ કર્યા બાદ ખુબજ આશ્ચર્યજનક પરિણામો નજર સમક્ષ આવ્યાં. ત્યાંની આસપાસની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી 7% જેટલી વધી ગઇ. બાળકોમાં એલર્જીનું પ્રમાણ પણ ઘટી ગયું. તેમજ સૌથી મહત્વપૂર્ણ બાળકોની cognitive(જ્ઞાનાત્મક) પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો. રિસર્ચ પેપરની PDF નીચે મૌજૂદ છે.
-
આ બધા પાછળનું કારણ હતું...કાર્બનડાયોક્સાઇડ(co2). કોલસાને બાળીને કે અન્ય ઘણી રીતે આપણે વાતાવરણમાં અઢળક co2 ઠાલવી રહ્યાં છીએ. 1904 માં Christian Bohr ની સ્ટડીએ જણાવ્યું કે, જ્યારે co2 ની માત્રા વાતાવરણમાં વધે છે ત્યારે આપણાં લોહીને ઓછો ઓક્સિજન મળે છે. જેના લીધે આપણાં મગજને પણ ઓક્સિજન ઓછો મળે છે. પરિણામસ્વરૂપ મગજની પ્રોસેસિંગ(સમજવા, વિચારવા) ની ક્ષમતામાં ઘટાડો થાય છે. બાળકોમાં આ અસરનું પ્રમાણ મોટાઓ કરતા અનેકગણું વધુ રહે છે. કેટલું? જોવું હોય તો હાર્વર્ડ યુનિવર્સિટિની સ્ટડીનું રિસર્ચ પેપર જોઇ શકો છો(નીચે મૌજૂદ છે). આ સ્ટડી એટલી હેરતપૂર્ણ છે કે તમને વિચારવા મજબૂર કરી દેશે.
-
હવે પાછા ફરીએ આપણાં પહેલાં પ્રસંગ તરફ. જ્યારે નિષ્ણાંતોએ વધુ અવલોકન કર્યું અને તે કેન્દ્રોના ક્લાસરૂમોનું બારીકાઇથી નિરિક્ષણ કર્યું ત્યારે તેમને જણાયું કે ત્યાંના ક્લાસરૂમો બંધ હતાં. અર્થાત બારીઓ ખુબજ ઓછી હતી. પરિણામે ત્યાં co2 નું લેવલ ઘણું વધુ(આશરે 2000 ppm કરતાં પણ વધુ) રહેતું હતું. સ્ટડીના ગ્રાફમાં મૌજૂદ ગ્રે કલરના બાર 1400 ppm સુધીના છે. જુઓ કે 1400 ppm જેટલું co2 નું લેવલ થઇ જાય તો આપણાં મગજ ઉપર કેવી વિપરિત અસરો પડે છે.
-
આ સ્ટડીએ દર્શાવ્યું કે જે વર્ગખંડોમાં બારીઓ ઓછી હોય/હવાની અવરજવર ઓછી હોય ત્યાં બાળકોની સમજવાની, વિચારવાની ક્ષમતા ખુબ ઓછી થઇ જાય છે. આમા બાળકોનો દોષ નથી. આ સ્ટડીના આધારે કેટલાંક standards(ધારા-ધોરણો) બન્યાં. જેમકે યુરોપિયન દેશોમાં નિયમ બન્યો કે ક્લાસરૂમનું co2 લેવલ ફરજિયાત 1000 ppm થી ઓછું રાખવું. જેને મોનિટર કરવા માટે તેમણે ક્લાસરૂમમાં sensors લગાડવાના શરૂ કરી દીધાં. ફ્રાન્સમાં 900 ppm નો નિયમ છે.
-
યાદરાખો 2000 થી 5000 ppm વચ્ચે જ્યારે co2 નું લેવલ પહોંચી જાય ત્યારે આપણને માથું દુખવા માંડે છે, ઉંઘ આવવા માંડે છે, તણાવ અનુભવવા માંડીએ છીએ. ટૂંકમાં એકાગ્રતા પડી ભાંગે છે. કોઇપણ વસ્તુ ઉપર ફોકસ નથી કરી શકતાં. તો હવે જરા વિચારો...જે બાળક આટલું વધુ co2 યુક્ત વાતાવરણમાં ભણી રહ્યું હોય તેની શું હાલત થતી હશે? પાછા માતા-પિતાઓ ઉમ્મીદો લગાવી બેઠા હોય છે કે મારૂં બાળક સારા માર્કસ લાવશે. ટૂંકસાર....બાળકોને ઘરમાં કે સ્કૂલમાં હંમેશા એવી જગ્યાએ બેસાડો કે જ્યાં હવાની અવર-જવર સારી હોય.
https://drive.google.com/drive/my-drive

No comments:
Post a Comment