Saturday, April 16, 2022

Formation of Egg

 


 

ઇંડુ(યાદરહે અહીં આપણે મરઘીના ઇંડાની વાત કરી રહ્યાં છીએ) એક બેહદ દિલચશ્પ વસ્તુ છે, જો થોડો વિચાર કરો તો!! સૌથી ઉપરી ભાગે સફેદ કલરનું એક મજબૂત કોચલું હોય છે. તેની અંદર બે પ્રકારના પ્રવાહી...એક પારદર્શક સફેદી અને બીજું મધ્યમાં ગોળ પીળી જરદી. ઇંડાને મરઘી રોજ બનાવે છે અને જો તે fertilized(ફળદ્રુપ) હો તો તેમાંથી એક બચ્ચાનું નિર્માણ પણ થાય છે. આખી પ્રક્રિયા બેહદ રોમાંચક છે. ચાલો સમજીએ....

-

સૌપ્રથમ તો જાણી લ્યો કે, હર ઇંડામાંથી બચ્ચું નથી જન્મી શકતું. જો મરઘીએ, મરઘા સાથે mating(સમાગમ) કર્યું હોય અને ત્યારે જે ઇંડાનું નિર્માણ થશે તેમાંથી બચ્ચું જનમશે. પરંતુ!! જો મરઘીએ મેટીંગ નહીં કર્યું હોય તેમ છતાં પણ તે ઇંડુ તો આપશે પણ તે ઇંડામાંથી બચ્ચું નથી જન્મી શકતું. મનુષ્યોમાં પણ લગભગ સરખી પ્રક્રિયા છે. શુક્રાણુ અને અંડાણુનું મિલન બાળકને જન્મ આપે છે પણ જો મિલન થયું તો સ્ત્રીને હર મહિને માસિક ચક્રમાંથી પસાર થવું પડે છે. અહીં યાદ રાખવા જેવી વાત છે કે મરઘીમાં ચક્ર એક મહિનાનું નહીં પરંતુ દરરોજનું હોય છે. કહેવાનું તાત્પર્ય છે કે જો તમે બજારમાંથી ઇંડા લાવી અને તેને ગમે તેટલા સેવો, તેમાંથી બચ્ચું પેદા નહીં થાય. કેમકે તે ઇંડા fertilized નથી હોતાં.

-

ખેર, આગળ વધીએ. થાય છે કંઇક એવું કે મરઘી પોતાના અંડાશય(ovary) માં દરરોજ જરદી બનાવે છે. જે સૌથી મોટી જરદી હશે તે આવતીકાલ માટે તૈયાર હશે. એનાથી નાની જરદી તેના પછીના દિવસ માટે હશે. રીતે ક્રમબધ્ધ પ્રક્રિયા રોજેરોજ દોહરાવાય છે(જુઓ મુખ્ય ઇમેજ). ટૂંકમાં મરઘી આવનારા દિવસ માટે પણ જરદી તૈયાર કરી રાખે છે. એક મરઘી વર્ષમાં લગભગ 300 ઇંડા આપે છે. હવે જરદીની મુસાફરીની પ્રક્રિયાને સમજીએ.

-

સૌથી મોટી જરદી અંડાશયમાંથી નીકળી પોતાની મુસાફરી શરૂ કરે છે પરંતુ જેવી તે ગર્ભનાળ(oviduct) માં પ્રવેશ કરે છે ત્યારે અમુક સ્થાને તે અટકી રાહ જુએ છે. કોની? મરઘાના શુક્રાણુની. જો મરઘાના શુક્રાણુ ત્યાં મૌજૂદ હો તો fertilization(ગર્ભાધાન) થાય છે અન્યથા સફર ચાલતી રહે છે. અહીં આપણે fertilization વગરના ઇંડાની પ્રક્રિયાને સમજીશું. જરદી ગર્ભનાળમાંથી થઇ એક અન્ય નાળમાં પહોંચે છે જેને magnum કહે છે(જુઓ નીચેની ઇમેજ). magnum ની અંદર જરદીની ઉપર albumen(કે જેને આપણે સફેદી કહીએ છીએ) નું આવરણ ચઢે છે. albumen નું મુખ્ય કાર્ય જરદીની સુરક્ષા કરવાનું છે. જો ઇંડુ હાલક-ડોલક થયું તો albumen જરદીને બિલકુલ મધ્યમાં જકડી રાખી સુરક્ષા પુરી પાડે છે.



-

જો તમે ઇંડાને તોડીને ધ્યાનપૂર્વક જોયું હોય તો ક્યારેક જરદીની સાઇડ ઉપર સફેદ કલરના દોરા જેવી વસ્તુ નજરે પડશે(જુઓ નીચેની ઇમેજ-1). આવું એટલા માટે થાય છે કે જ્યારે magnum ની અંદર જરદી આગળ તરફ વધે છે ત્યારે તે મરડાતી(twisted થતી) ગતિ કરે છે. જેના કારણે જરદીના આગળ અને પાછળ વાળા પ્રોટીન twist થઇ જાય છે. જેને Chalaza કહે છે(જુઓ નીચેની ઇમેજ-2). Chalaza જરદીને મધ્યમાં ટકાવી રાખવાનું ખુબજ મહત્વપૂર્ણ કાર્ય કરે છે. અંડાશયથી નીકળી shell gland(જુઓ નીચેની ઇમેજ-3) સુધી આવવા માટે જરદીને ફક્ત ચાર કલાક લાગે છે. shell gland માં સૌપ્રથમ સફેદીની અંદર પાણી ભરવામાં આવે છે. જેના કારણે સફેદી ફુલે છે(expand થાય છે). ત્યારબાદ shell gland ની દિવાલો માંથી calcite fluid નું આવરણ ચઢાવવામાં આવે છે. જે ધીમેધીમે કઠોર થતું જાય છે. સઘળી પ્રક્રિયામાં લગભગ વીસ કલાક જેટલો સમય લાગે છે.

-

અંતે ઇંડુ મરઘીના યોનિમાર્ગમાં આવે છે. ત્યાં તે ઉલ્ટુ(180 ડીગ્રી) ફરે છે. ઇંડાનું ફરવું મરઘી માટે બહાર નીકળવા પુરતુ તો આસાની ઉત્પન્ન કરે છે પરંતુ સાથેસાથે પણ જરૂરી છે કે જ્યારે ઇંડુ જમીન ઉપર પડે ત્યારે તેનો સૌથી મજબૂત ભાગ જમીન સાથે ટકરાય, એટલેકે ગોળાકાર ભાગ(અણીદાર ભાગ નહીં). રીતે સંપૂર્ણ પ્રક્રિયા સંપન્ન થાય છે.

 


No comments:

Post a Comment