Wednesday, April 27, 2022

છેલ્લી આશા??

 


 

વૃક્ષોનું કામ છે સૂર્યના પ્રકાશને ગ્રહણ કરી પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા તેને પોતાના ખોરાકમાં રૂપાંતર કરવું. જે રૂપાંતર થશે તેમાં તેને સૂર્યપ્રકાશ સિવાય કાર્બનડાયોક્સાઇડ(co2) ની પણ જરૂર પડે છે. કારણથી વૃક્ષો આપણી ધરતી માટે ખુબજ મહત્વના છે. કેમકે તેઓ આપણી પૃથ્વીના co2 ને શોષે છે અને આપણને આપે છે જીવન માટે આવશ્યક એવું ઓક્સિજન. પરંતુ!! આપણે જાણીએ છીએ કે વૃક્ષો એટલાં બધાં અસરકારક રહ્યાં નથી. જેના બે કારણો છે. (1) આપણે તેમની સંખ્યા ઘણી ઘટાડી નાંખી છે. (2) આપણે આપણાં કાર્બન ઉત્સર્જનની માત્રા અતિશય વધારી દીધી છે. જો આમ ચાલ્યું તો આવનારા થોડાં વર્ષોમાં પૃથ્વી ઉપરથી જીવનનું નામોનિશાન મટી જશે.

-

એવું નથી કે આટલી મહત્વપૂર્ણ બાબતે આપણે ગંભીર નથી. ચર્ચા-વિચારણાઓ ચાલી રહી છે, યોજનાઓ બની રહી છે, નવા-નવા ઉકેલો વિચારાય રહ્યાં છે. જેમકે...અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા આપણે ઓછી કરી રહ્યાં છીએ, સોલાર/વિન્ડ એનર્જી તરફ જઇ રહ્યાં છીએ. પરંતુ!! શું આટલું કાફી છે? બિલકુલ નહીં. ફક્ત આટલું કરવાથી કોઇ નોંધપાત્ર સુધારો થવાનો નથી. તો પછી આનો ઉપાય? ચર્ચા અંગેની છે. મુદ્દો ભવિષ્યને લગતો છે, છતાં મજેદાર છે.

-

જુઓ મુખ્ય ઇમેજ... એક વૃક્ષ છે(what!!). જી હાં, એક યાંત્રિક(mechanical) વૃક્ષ. જેને સામાન્ય વૃક્ષની જેમ પાણી અને સૂર્યપ્રકાશની જરૂર નથી. બલ્કે તે સીધેસીધું co2 ને વાતાવરણમાંથી શોષે છે અને તેને પોતાની પાસે સંગ્રહિત(store) કરે છે. કુત્રિમ વૃક્ષ એક કુદરતી વૃક્ષની તુલનાએ હજારો ગણું વધુ co2 ને એક દિવસમાં શોષી શકે છે. તેની ઉંચાઇ 10 મીટર તેમજ પહોળાઇ 2.5 મીટર છે. હર વીસ મિનિટથી એક કલાકની અંદર તેની storage tank ભરાઇ જશે. ટેન્કને manufacturing plant માં લાવવામાં આવશે અને તેમાંથી સઘળો co2 કાઢી લેવામાં આવશે. co2 નો ઉપયોગ વિવિધ ફેક્ટરીઓમાં થશે કે જેને co2 ની જરૂર હોય છે. એક કુદરતી વૃક્ષ એક દિવસમાં લગભગ 6 ગ્રામ જેટલો co2 શોષી શકે છે, જ્યારે વૃક્ષ લગભગ 83 કિ.ગ્રા જેટલો co2 શોષી શકે છે. એટલેકે એક કુદરતી વૃક્ષ કરતાં 1400 ગણો વધુ.

-

અસરકારકતા જોતા તો કુત્રિમ વૃક્ષ આપણને ખુબજ ઉપકારક નીવડે એવું લાગે છે પરંતુ માર્ગમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે. જેમકે સંગ્રહિત થયેલા co2 ને તો ઉદ્યોગોને વેચી દેવાશે પરંતુ શું તેનાથી એટલો ફાયદો થશે કે ઉદ્યોગ(વૃક્ષ બનાવવાનો) ટકી જશે? બીજું, ગતવર્ષ આપણે લગભગ 36 અબજ ટન co2 ને વાતાવરણમાં ઠાલવી દીધો. એક કુત્રિમ વૃક્ષ એક વર્ષમાં લગભગ 30.4 ટન co2 ને શોષી શકે છે. ગણતરી અનુસાર ગત વર્ષના સઘળા co2 ને શોષવા માટે 1.8 અબજ કુત્રિમ વૃક્ષોની જરૂર પડશે. જેના માટે જમીન જોઇશે. તેમજ આટલાં વૃક્ષોનું નિર્માણ કરવા માટે ઉર્જાની જરૂર પડશે. જે માટે ઘણોબધો co2 વાતાવરણમાં ઠાલવવો પડશે. તો ઠલવાયેલ co2 સામે શોષાયેલ co2 તેમજ તેની પડતર કિંમતની તુલના કરીએ તો શું વૃક્ષો લાભકારક રહેશે? ત્રીજું, સંગ્રહિત થયેલ co2 નું આપણે શું કરીશું? ઉદ્યોગોને આટલા બધા co2 ની જરૂર નથી. જો તેનો યોગ્ય વપરાશ આપણે નહીં કરીએ તો વૃક્ષો બિનઅસરકારક સાબિત થશે.

-

ફિલહાલ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલું છે. આના શોધક Klaus Lackner નું કહેવું છે કે હાં... સદીના અંતસુધીમાં અમે સઘળી સમસ્યાઓનું નિરાકરણ કરી નાંખીશું. કારણે તેનું વિઝન 2030 નું છે. જો સઘળી સમસ્યાઓનું નિવારણ થઇ જાય છે તો ચોક્કસપણે આપણને એક શાનદાર innovation જોવા મળશે.

 


No comments:

Post a Comment