બ્રાઇટનેસ એટલેકે તેજ, ચળકાટ....ભલે તે સૂર્યની રોશની હો, ઇલેક્ટ્રીક બલ્બ હો અથવા સ્માર્ટ ફોનની સ્ક્રીન હો....આ બધાને આપણે કેવીરીતે માપીએ છીએ? વેલ, આને ત્રણ ભાગમાં વહેંચી શકાય (1) Lux (2) Lumens અને (3) Nits. Lux અને Nits નો ઉપયોગ જનરલી મોબાઇલ માટે થતો હોય છે તેમજ તે થોડો જટિલ વિષય છે માટે તેની ચર્ચા ફરી ક્યારેક. ફિલહાલ આપણે Lumens વિષે ચર્ચા કરીશું.
-
જ્યારે તમે કોઇ LED બલ્બ ખરીદવા જાઓ છો ત્યારે દુકાનદારને કહો છો કે મને વધુ પાવર વાળો બલ્બ જોઇએ જેથી વધુ પ્રકાશ તમે મેળવી શકો. પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. જો તમે વધુ watt નો બલ્બ લ્યો છો તેનો મતલબ એવો નથી થતો કે તમને વધુ પ્રકાશ જ મળશે. હાં, એક same કંપનીનો 20 watt નો બલ્બ તે જ કંપનીના 18 watt ના બલ્બ કરતા વધુ પ્રકાશ ફેંકશે. આ વાત સાચી છે. પરંતુ એવું પણ બની શકે કે અન્ય કંપનીનો 18 watt નો બલ્બ બીજી કંપનીના 20 watt ના બલ્બ કરતા પણ વધુ પ્રકાશિત હો. આવું શા માટે? વેલ, અહીં watt નો અર્થ છે કે તે બલ્બ કેટલી ઉર્જા ગ્રહણ કરશે સળગવા માટે? સામાન્યપણે તો એવું જ જોવામાં આવે છે કે વધુ પાવર મતલબ વધુ પ્રકાશ પરંતુ ઘણી કંપનીઓ LED બલ્બને power efficient બનાવે છે. તો હવે સવાલ ઉઠે છે કે આપણે બલ્બ ખરીદવા માટે પાવરને ન જોવું જોઇએ, તો પછી શું જોવું જોઇએ?
-
આપણે તેની Lumen વેલ્યુને જોવી જોઇએ. લ્યુમેન હકિકતે રોશનીનો એકમ હોય છે. આ લ્યુમેનને કેવીરીતે માપવામાં આવ્યું? તેને માપવામાં આવ્યું candela પધ્ધતિ વડે. હવે આ candela શું છે? નામ થીજ ખબર પડી જાય છે કે તે candel એટલેકે મીણબત્તી સંબંધિત છે. એક સામાન્ય આકારની મીણબત્તી લેવામાં આવી અને સળગાવવામાં આવી. સ્વાભાવિક છે કે મીણબત્તીની નજીક વધુ રોશની હશે અને જેમજેમ તેનાથી દૂર થતાં જશો, રોશની ઘટતી જશે. તો એક મીટરના અંતરે આપણને જેટલી રોશની મળે તેને 1 candela કહે છે અને 1 candela ની અંદર 12.57 lumens હોય છે(1 candela=12.57 lumens). આશા છે કે આપને લ્યુમેન અને કેન્ડેલા વિશે ખ્યાલ આવી ગયો હશે.
-
હવે તમારે રોશની(પ્રકાશ) વધુ જોઇતી હોય તો વધુ લ્યુમેનનો બલ્બ લેવો જોઇએ. ઉદાહરણ તરીકે....ધારોકે કોઇક બલ્બ ઉપર લખ્યું હોય કે તે 1500 લ્યુમનનો છે, તો 1500 ને 12.57 વડે ભાગાકાર કરશો તો જવાબ મળશે લગભગ 120 કેન્ડેલા. જેનો અર્થ એવો થાય કે તે બલ્બ તમને એટલો પ્રકાશ આપશે જેટલો 120 મીણબત્તીઓ સાથે સળગાવીને આપે.
No comments:
Post a Comment