મિત્રો, તમારામાંથી કોઇપણ Candy Crush અને Temple Run જેવી ગેમના અંતસુધી પહોંચ્યુ નહીંજ હોય. કેમકે ટેકનિકલી આ અસંભવ છે. જો કે આવી અંતહીન ઘણી ગેમ છે. ફિલહાલ આપણે આ બે વિશે ચર્ચા કરીશું.
-
આ બંન્ને ગેમ પહેલાં એક મજેદાર ગેમ T-Rex ઉપર ઉડતી નજર કરી લઇએ. આ ગેમ ગુગલે ઇન્ટરનેટની ગેરહાજરીની સ્થિતિ માટે બનાવી હતી પરંતુ આ ગેમનો નશો એટલો ચઢી ગયો કે લોકો જાણીજોઇને ઇન્ટરનેટ બંધ કરી આ ગેમનો આનંદ લેવા માંડ્યા. કંટાળીને ગુગલે આ ગેમ બંધ કરવાનો નિર્ણય કર્યો તો લોકો અનશન ઉપર બેસી ગયા. અંતે લોકલાગણીને માન આપીને ગુગલે આ ગેમ ચાલુ રાખવી પડી. લોકોની માંગણી આ ગેમને મોબાઇલમાં પણ શરૂ કરવા માટેની હતી અને તેને શરૂ પણ કરવામાં આવી. 2018 માં ફક્ત એકજ મહિનામાં લગભગ 27 કરોડ લોકોએ આ ગેમ રમી. વાત કરીએ આ ગેમના અંતની તો...આ ગેમનું એક લેવલ 10,000 પોઇન્ટ મેળવ્યા બાદ પૂરૂ થાય છે. ગુગલ ક્રોમના એન્જિનિઅર Edward Junk ના જણાવ્યા મુજબ આ ગેમના ટોટલ લેવલ પુરા કરવા માટે વ્યક્તિએ 1 કરોડ 17 લાખ વર્ષ જીવવું પડે. કરલો બાત!!!
-
હવે વાત કરીએ 2011 માં આવેલ ગેમ Temple Run ની. આ ગેમનો અંત જ નથી. કેમકે આ ગેમ પોતાને જ ખતમ થવાથી રોકે છે. કઇરીતે? વેલ, આ માટે થોડું પાછળ જવું પડશે. 4 ઓગસ્ટ 2011 ના રોજ Imangi Studio એ આ ગેમ લોન્ચ કરી. જેમાં એક ચોર મંદીરમાંથી કેટલાંક જવેરાત અને પૈસા ચોરી મોટા વાંદરાઓથી ભાગતો રહે છે. જેના માર્ગમાં ઘણી મુસિબતો આવતી હોય છે. જેમાંથી હેમખેમ પાર ઉતરવું તમારા હાથમાં હોય છે. વાસ્તવિકતા એ છે કે આ ગેમને ત્યારે ખુબજ નબળો પ્રતિસાદ સાંપડ્યો. નવાઇની વાત એ છે કે આ ગેમને ખરા અર્થમાં સફળતા તેની પ્રતિસ્પર્ધી ગેમ Subway Surfers દ્વારા મળી.
-
બન્યું એવું કે Subway Surfers ગેમ ખુબજ લોકપ્રિય થઇ. જેથી લાખો લોકોના એકજ સમયે એકજ ગેમ રમવાના કારણે આ ગેમ ધીમી પડવા/ચોંટવા માડી. આ દુવિધાથી ત્રસ્ત લોકોએ તેનો વિકલ્પ શોધવાનું શરૂ કર્યું. પરિણામસ્વરૂપ ટેમ્પલ રનની બોલબાલા વધી. તમે માનશો નહીં પણ PubG આવ્યું ત્યાંસુધી ટેમ્પલ રને લોકોના મગજ ઉપર પોતાનો જાદુ કાયમ રાખ્યો. હવે વાત કરીએ તેના અંતની તો, programmers એ તેમાં એવો algorithm સેટ કર્યો છે કે હરવખતે તેમાં આપમેળે, કોઇના પણ હસ્તક્ષેપ વગર એક નવો વળાંક/એક નવો અવરોધ પોતાની મેળે ઉત્પન્ન થઇ જાય છે. ટૂંકમાં આ ગેમનો કોઇજ અંત નથી.
-
વાત કરીએ Candy Crush ની તો, આ ગેમ તમારી પેઢીની પેઢીઓ પણ રમે તો પણ પૂરી થાય એમ નથી. કેમ? કેમકે તેના એન્ડ્રોઇડ લેવલ લગભ 6920 જેટલા છે અને PC એટલેકે પર્સનલ કમ્પ્યુટરના લેવલ 8495 જેટલાં છે. પરંતુ આને ગેમનો અંત નહીં સમજવો કેમકે હર બે મહિના બાદ ગેમ અપડેટ થાય છે અને અપડેટ થવાની સાથેસાથે તેમાં નવા લેવલ એડ થતાં જાય છે. ટૂંકમાં આ ગેમનો પણ અંત નથી.
No comments:
Post a Comment