Tuesday, November 16, 2021

શું ફૂલો પાસે બુદ્ધિમત્તા છે??

શું ફૂલો પાસે બુદ્ધિમત્તા છે??

 

ખોરાક(ફળ, અનાજ વગેરે) ને લઇને દુનિયામાં એક કહેર/મુસીબત આપણાં આંગણે ટકોરા મારી રહી છે. સરળરીતે કહીએ તો આવનાર પેઢી માટે પરંપરાગત રીતે(ખેતી દ્વારા) ખોરાક મેળવવો ખુબજ...ખુબજ...કઠીન છે. જેનું કારણ છે મધમાખી.

-

આપણે જાણીએ છીએ કે મધમાખી વૃક્ષો/ફૂલો માટે પરાગનયનનો કેટલો મહત્વપૂર્ણ કિરદાર અદા કરે છે. પરંતુ અફસોસ!! કે જગતમાંથી મધમાખીઓ ધીમેધીમે વિલુપ્ત થઇ રહી છે. એક રિપોર્ટ જોઇ લ્યો(નીચેની ઇમેજ), જેમાં દર્શાવ્યું છે કે 1947 થી લઇને 2014 સુધી ફક્ત અમેરિકામાં...repeat ફક્ત અમેરિકામાં, કે જ્યાં વાઇલ્ડ લાઇફને ઘણું પ્રાધાન્ય આપવામાં આવે છે(જો કે દાટ પણ એટલોજ વાળવામાં આવે છે) ત્યાં મધપૂડાઓની સંખ્યા 60 લાખથી ઓછી થઇને 24 લાખ રહી જવા પામી છે. પરાગનયન(pollination) એટલે એવું મિકેનિઝમ જેના દ્વારા ફૂલ, ફળમાં પરિવર્તિત પામે છે અને ફળ દ્વારા આપણને બીજ મળે છે, તેમાં મધમાખીનો અમૂલ્ય ફાળો છે. જો મધમાખી નહીં હોય તો પરાગનયન અટકી જશે અને ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયા પણ અટકી જશે. આટલી પૂર્વભૂમિકા વાંચ્યા બાદ હવે સવાલ ઉઠે છે કે મધમાખીને આકર્ષવા ફૂલ શું કરે છે? તેને કઇરીતે ખબર પડી જાય છે કે તેની પાસે મધમાખી આવી? આવ્યા બાદ ફૂલ decision making(નિર્ણય લેવાનું) કાર્ય કરે છે. બધુ કઇરીતે થાય છે? શું ફૂલો પાસે બુદ્ધિમત્તા છે? આગળનું વિવરણ વાંચો...



-

ફૂલ મધમાખીને આકર્ષવા માટે પોતાના રંગ અને એક વિશેષ સુગંધનો ઉપયોગ કરે છે, જેને nectar કહે છે. કોઇપણ ફૂલના બે ભાગ હોય છે....(1) female (2) male(જુઓ નીચેની ઇમેજ-1). જ્યારે એક pollen(પરાગ/પુષ્પરાગ) તંતુ દ્વારા ovary(અંડાશય) સુધી પહોંચે ત્યારે કહી શકાય કે ગર્ભાધાન(fertilization) થશે(જુઓ નીચેની ઇમેજ-2). પરાગ જે તે ફૂલના પણ હોય શકે છે અથવા કોઇ અન્ય ફૂલના પણ હોય શકે છે. યાદરહે, પરાગનયન ઘણાં પ્રકારના હોય છે. જેમકે...(1) જે તે ફૂલનો પરાગ જે તે ફૂલના ગર્ભમાં ચાલ્યો જાય. (2) એકજ છોડ/વૃક્ષના એક ફૂલનો પરાગ તે છોડ/વૃક્ષના બીજા ફૂલના ગર્ભમાં ચાલ્યો જાય. (3) એક ફૂલ એક વૃક્ષનું અને બીજું ફૂલ અન્ય વૃક્ષના મધ્યે પરાગનું આદાનપ્રદાન થાય(જુઓ નીચેની ઇમેજ-3). હવે પરાગ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિવિધ રીતે જાય છે. જેમકે...પાણી, હવા અને સૌથી મહત્વનું મધમાખી.







-

મધમાખીમાં પણ પ્રકારો છે, પરંતુ bumblebee નામક મધમાખી કે જે ઘણો અવાજ કરે છે, તેને ફૂલ welcome કરે(આવકારે) છે. કેમકે તે ખુબજ અસરકારક પરાગરજ ધારક છે. અર્થાત વધુમાં વધુ ફૂલોના પરાગોને તે પોતાના શરીર/પગ ઉપર ચોંટાડે છે. પરિણામસ્વરૂપ જ્યારે ફૂલ જુએ છે કે bumblebee તેની પાસે આવી રહી છે તો તે વધુમાં વધુ સેન્ટ(nectar) ને હવામાં ફેંકે છે અને તેને આવકારે છે. પરંતુ!! અહીં એક ભયસ્થાન પણ છે. ધારોકે જો સુગંધ દ્વારા એવા જંતુઓ આવી ગયા , જેઓ ફૂલોની અંદર આવીને તેમાં ઇંડા મુકવાનું શરૂ કરે અથવા તેને ખાવાનું શરૂ કરે તો... બેલ મુજે માર જેવી સ્થિતિ ઉદભવે. ટૂંકમાં ફૂલ માટે ખુબજ જરૂરી છે કે તેણે ક્યારે અને કેટલી માત્રામાં પોતાની સુગંધ(કે જે ખુબજ મર્યાદિત માત્રામાં હોય છે) ને ફેંકવી રહી.

-

Dr. Clara Montgomery કે જેઓ university of Bristol માં કાર્યવત છે અને પરાગ કઇરીતે મધમાખીના પગ સાથે ચોંટી જાય છે? તેની ઉપર રિસર્ચ કરી રહી છે. એમણે જોયું કે જ્યારે મધમાખી ફૂલ ઉપર આવે છે, ત્યારે તેના પગ ઉપર પોઝિટિવ ચાર્જ મૌજૂદ હોય છે. જેને static charge કહે છે. તેનું મૂલ્ય હોય છે....120 pico coulomb. ચાર્જના કારણે પરાગ મધમાખીના પગ ઉપર ચોંટવા માંડે છે. જ્યારે પાંચ- મધમાખીઓ સાથે આવે છે ત્યારે આજ ચાર્જ 600 pico coulomb જેટલો થઇ જાય છે. સ્થિતિએ ફૂલ નક્કી કરે છે કે તેણે વધુમાં વધુ nectar ઉત્પન્ન કરવું પડશે અને કરે પણ છે. જેનું ટેકનિકલ નામ છે Benzaldehyde.

-

Clara સઘળો પ્રયોગ લેબમાં દોહરાવ્યો. એક neutral(ચાર્જ વગરના) સળીયાનો તેમણે ફૂલ સાથે સંપર્ક કરાવ્યો અને નોંધ્યું કે કોઇપણ પ્રકારની સુગંધ ફૂલે પ્રસરાવી. પરંતુ!! જ્યારે પોઝિટિવ ચાર્જવાળા પદાર્થનો ફૂલ સાથે સંપર્ક કરાયો ત્યારે ફૂલે ધીમેધીમે સુગંધને પ્રસરાવાનું શરૂ કર્યું. 600 pico coulomb ઉપર તો ફૂલે ખુબજ ઝડપી અને વધુ માત્રામાં સુગંધ પ્રસરાવાનું શરૂ કર્યું. જેથી સાબિત થયું કે ફૂલમાં નિર્ણયશક્તિ પણ હોય છે. રિસર્ચનો ફાયદો શું? ફાયદો છે કે અગર મધમાખીઓ જગતમાંથી વિલુપ્ત પણ થઇ ગઇ, તો પણ આપણે કુત્રિમ મધમાખી દ્વારા પરાગનયન પ્રક્રિયાને અવિરત ચાલુ રાખી શકીશું. પણ....પણ....પણ....એનો મતલબ હરગીઝ એવો નથી કે મધમાખીઓ પ્રત્યે આપણે ક્રુરતાપૂર્ણ વલણ અખત્યાર કરવું. પ્રાકૃતિક અન્નદાતાનું જતન કરવું આપણી સૌની ફરજ છે.

 


No comments:

Post a Comment