Sunday, September 27, 2020

ક્રોપ સર્કલ

 






સીત્તેરના દાયકામાં ઇંગ્લેન્ડમાં કેટલીક અજીબો-ગરીબ ઘટનાઓનો દૌર ચાલુ થયો. દિવસોમાં હાઇવે નજીક મૌજૂદ ખેતરોમાં અનાજના પાકોને સમતળ કરી બનાવેલ રેખાકૃતિઓ(જુઓ ઇમેજો) લોકોનું ધ્યાન ખેંચવા માડી. રાતોરાત પ્રગટ થતી કલાકૃતિઓ શરૂઆતમાં બેહદ સામાન્ય રચનાઓ હતી પરંતુ તેમાં ધીમેધીમે જટિલતાઓ આવવા માંડી. તો આખરે કોણ આવી આકૃતિઓને બનાવતું હતું? શું કોઇ એલિયન સભ્યતા જ્યોમેટ્રિકલ સંદેશાઓ મોકલી આપણી સાથે સંવાદ કરવા માંગતી હતી?

-

સ્વાભાવિક છે કે કોઇ પોતાનો સમય વ્યર્થ કરી સેંકડો ખેતરોમાં પ્રકારની આકૃતિઓ શા માટે બનાવે? એલિયન્સ સિવાય!!! આવી આકૃતિઓએ વૈશ્વિક મીડિયાનું ધ્યાન ખેંચવાનું શરૂ કર્યું. ક્રોપ સર્કલ ઉપર લખેલ પુસ્તકો લાખોની સંખ્યામાં વેચાઇને બેસ્ટસેલર સાબિત થયાં. બ્રિટિશ સંસદમાં બાબતે પ્રશ્નો ઉઠ્યાં. માટે રક્ષા વિભાગે ક્રોપ સર્કલની તપાસ માટે સમિતિઓનું ગઠન કર્યું. ઘણાં આધ્યાત્મિક ગુરૂઓએ આના નામે ચરી ખાધું. તેની તપાસ સંબંધિત એક આખું નવું શોધક્ષેત્ર "સિરિયોલોજી" અસ્તિત્વમાં આવ્યું.

-

વર્ષ 1991 માં સાઉથ-હેમ્પટન ક્ષેત્રના ડગ બોવર અને ડેવ ચોર્લે નામક બે શખ્સો મીડિયા સમક્ષ આવ્યાં અને તેમણે કબૂલ્યુ કે તેઓ પંદર વર્ષથી પ્રકારના ક્રોપ સર્કલ ઇંગ્લેન્ડના ઘણાં ક્ષેત્રોમાં બનાવી રહ્યાં છે. પરંતુ કેમ બનાવી રહ્યાં હતાં? બસ મજા લેવા માટે. હકિકતે બન્યું એવું હતું કે 1966 માં ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ ક્ષેત્રમાં એક ખેડૂતે કાદવ ઉપર એલિયન યાન જોવાનો દાવો કર્યો. સ્વાભાવિક છે કે નિરિક્ષણોમાં કોઇ યાનનું ચિન્હ તો મળ્યું પરંતુ કાદવમાં એક ગોળ આકૃતિ અવશ્ય મૌજૂદ હતી. જેને એલિયન યાનની લેન્ડિંગ સાઇટ કહીને પ્રચારિત કરવામાં આવી. ઘટનાને મળેલ વૈશ્વિક ફુટેજે ડગ અને ડેવનું ધ્યાન ખેંચ્યું. તેમને લાગ્યું કે આવા ગતકડાઓ વડે સારૂં મનોરંજન પુરૂ પાડી શકાય એમ છે. અહીં તેમનું મનેવિજ્ઞાન સમજવા જેવું છે.

-

જ્યારે બંન્ને શખ્સો અખબારોમાં પોતાના વડે બનાવેલ કલાકૃતિઓ વિષે વિશેષજ્ઞોના મત વાંચતા કે કઇરીતે પ્રકારના આર્ટવર્ક ફક્ત એક બુદ્ધિમાની હસ્તક્ષેપ વડે બની શકે છે, તો તેમને મન બધુ પોતાના કામની પ્રશંસા લાગતી હતી. માટે તેઓ બીજી વખત પુરી મહેનત અને લગનથી ઓર જટિલ કલાકૃતિઓ બનાવવાની કોશિશ કરતાં. એમની અંદર એક મજાકિયા શખ્સની સાથેસાથે એક કલાકાર પણ છુપાયેલ હતો અને સમય વિતતા તેમના મજાક ઝનૂની હદે પાગલપણું બનવા લાગ્યા હતાં. ઉદાહરણ તરીકે એકવખત તેમણે બનાવેલ ગોળ કલાકૃતિમાં ખેતરના પાકોની દિશા clockwise હતી. માટે કોઇક વૈજ્ઞાનિકે નિષ્કર્ષ આપ્યો કે કોઇ વાવાઝોડાનું કામ હોઇ શકે છે. અખબારમાં સમાચાર વાંચી ડેવ અને ડગે બીજી આકૃતિ clockwise ની બાજુમાં anti clockwise બનાવી. કેમ? જેથી વૈજ્ઞાનિક વખતે ભ્રમિત થઇ જાય. એકવખત બંન્નેએ આકૃતિ સાથે WE ARE NOT ALONE લખી એલિયન્સ દ્વારા આપણને સંદેશો મોકલાયાનો ભ્રમ ઉત્પન્ન કરવાની કોશિશ કરી. ખરેખર સંદેશ આવો હોવો જોઇએ You are not alone. કોઇકે સાચું કહ્યું છે.....નકલ માટે પણ અક્કલ હોવી જરૂરી છે.

-

ડેવ અને ડગ દ્વારા મજાક શરૂ કર્યા બાદ અલગ-અલગ જગ્યાઓ ઉપર બીજા ક્રોપ સર્કલો પણ પ્રગટ થવા માંડ્યા. બંન્ને વ્યક્તિઓ જ્યારે જીવનના 60 માં દશકમાં પ્રવેશી ચૂક્યા હતાં તેમજ નિરંતર પંદર વર્ષથી ચાલ્યા આવતા મજાકપણાંથી બોર પણ થઇ ચૂક્યા હતાં, એમને લાગ્યું કે હવે જો થોડું પણ મોડું થયું તો શાયદ અન્ય કોઇ મહેનતનો શ્રેય ખાટી જશે. માટે તેઓ મીડિયા સમક્ષ પ્રસ્તુત થયાં તેમજ સામાન્ય યંત્રો વડે પ્રેક્ટિકલી ક્રોપ સર્કલ બનાવીને પણ બતાવ્યાં. એલિયન્સ થીયરીના સમર્થકોનું કહેવું હતું કે બંન્નેએ ફક્ત 200 સર્કલ બનાવ્યાં, બાકીના મૌજૂદ 1000 સર્કલ કોણે બનાવ્યાં?(બોલો શું કહેવું?).

-

અલૌકિક પ્રતિત થતી ઘટનાઓને ભૌતિક, સરળ અને માનવીય સ્પષ્ટીકરણ સ્વીકારવામાં લોકોને કેમ સમસ્યા છે?

(મિત્ર વિજય દ્વારા)

 

No comments:

Post a Comment