Sunday, September 20, 2020

Questions

 



આઇનસ્ટાઇને કહ્યું હતું કે.... “જો મને 60 મિનિટ આપવામાં આવે કોઇપણ ચીજનો જવાબ શોધવા માટે, તો 55 મિનિટ સુધી હું જે તે વિષય અંતર્ગત સવાલો બનાવીશ અને બાકી રહેલ 5 મિનિટ હું તે સવાલોના જવાબ શોધવા માટે ખર્ચીશ.

બેશક હું સવાલોનો પક્ષ લઈશ જેના જવાબ નથી આપી શકાતા, સિવાય કે જવાબોનો જેની સામે સવાલ નથી કરી શકાતા. ---------રિચર્ડ ફાઇનમેન

જૂની પોષ્ટની થોડી વાત ઉમેરૂ તો...... "જ્યાં સુધી આપણો સમાજ જૂઠી ધાર્મિકતા, અંધવિશ્વાસ તેમજ ખોટા આત્મગર્વની ભાવનાથી આઝાદ નહીં થાય ત્યાં સુધી આવનારી પેઢીઓ પણ જડતાવાળી તેમજ તર્કવિહિન અભિગમવાળી આવશે. કઇ રીતે જુઓ......સૌથી વધુ વૈજ્ઞાનિક અભિગમ બાળકોમાં હોય છે. બાળક આસપાસના માહોલમાંથી શીખે છે. નાના બાળકોના સવાલો જુઓ....વરસાદ ક્યાંથી આવે છે અને કોણ કરાવે છે? સૂર્ય રાત્રે ક્યાં જતો રહે છે? હવા ક્યાંથી આવે છે? બાળકનો જન્મ કેવી રીતે થાય છે? વગેરે...વગેરે... સ્વાભાવિક છે કારણ બાળકો ખૂબ જીજ્ઞાસુ હોય છે. તકલીફોનો દૌર હવે શરૂ થાય છે....માતા-પિતાને જવાબોની ખબર નથી(કોઇક જવાબની ખબર છે તો તેઓ આપવા નથી માંગતા જેમકે...બાળકનો જન્મ કેવી રીતે થાય છે?). તેઓ બાળકો સામે બેવકૂફ દેખાવા નથી માંગતા, આદર્શ બનવા માંગે છે, પરંતુ ઉત્તર ખબર નથી, તો જવાબ આપે છે.... “ઇશ્વર કરાવે છે બેટા.” તુરંત બાળકનો બીજો પ્રશ્ન....“ઇશ્વર ક્યાં છે?” મોટી મુસિબત!!! જવાબ પ્રકારનો આપવામાં આવે છે કે બાળક જાંચ-પડતાલ કરી શકે.....“સાતમા(7th) આકાશમાં”.... હવે જ્યારે બધીજ બાબતોમાં પ્રભુની માયા હોય તો પછી શોધ-ખોળ પૂરી થઇ ગઇ. ઇશ્વરજ બધું કરી રહ્યાં છે તો પછી શોધવું શું? એમની તર્કશક્તિ/ જીજ્ઞાસાવૃત્તિની તો વાટ લાગી જાય છે. યાદ રાખો...હર બાળક જીજ્ઞાસાવૃત્તિ લઇને જન્મે છે. કોકમાં થોડી ઓછી તો કોકમાં થોડી વધુ...પણ હોય છે હરએક બાળકમાં. પરંતુ જ્યારે જીજ્ઞાસાને પોષણ મળે ત્યારે મરી જાય છે...."

-

એક સામાન્ય બાળક બે થી પાંચ વર્ષ એટલેકે ત્રણ વર્ષ દરમિયાન લગભગ 40000 સવાલો પૂછે છે. કેમકે તે જગતને explore કરવા માંગે છે. ઉદાહરણ તરીકે....ધારોકે તમે એક અંધકારમય ઓરડામાં હો અને તમારી પાસે ટોર્ચ હો, તો તમે  ટોર્ચ વડે તે ઓરડાને ફંફોળશો. બિલકુલ એજ પ્રમાણે જ્યારે બાળક જગતમાં આવે છે, તો તેના માટે જગત એકદમ અંધકાર જેવું હોય છે. બાળક પાસે અગર કોઇ ટોર્ચ હોય તો તે છે.....સવાલો. તે પોતાના સવાલોના અજવાળામાં દુનિયાને જાણવા/પરખવા માંગે છે. પરંતુ જેમજેમ બાળક આગળ વધે અને હાયર સેકન્ડરી સુધી પહોંચે ત્યાંસુધીમાં તેના સવાલો લગભગ zero થઇ જાય છે(આ હું નથી કહેતો, study કહે છે). જેનું કારણ છે....આપણાં અભ્યાસક્રમ/બાહરી વાતાવરણમાં વધુ મહત્વ જવાબને આપવામાં આવે છે. આપણે બાળકોને અભ્યાસક્રમમાં પણ પહેલાં જવાબ ભણાવીએ છીએ અને અંતે સવાલ પૂછીએ છીએ. પરંતુ હવે આપણે આપણી આદતોને બદલવી પડશે કેમકે ભવિષ્યમાં વૈજ્ઞાનિકો એવા AI તૈયાર કરી રહ્યાં છે જેઓ ફક્ત સવાલો પૂછશે. માટે આપણે આપણાં બાળકોને સવાલ પૂછવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ બીજીતરફ આપણાં ધાર્મિક દ્રષ્ટાંતો ઉપર નજર કરીએ તો.....

>>>બાળક નચિકેતાને તેના પિતાએ સાચું બોલવા બદલ શ્રાપ આપી દીધો.
>>>બાળક પ્રહલાદને સત્ય બોલવા બદલ તેના પિતાએ સજા આપવાની કોશિશ કરી.
>>>બાળક ધ્રુવને તેના પિતાએ સચ્ચાઇપૂર્ણ સવાલ કરવા બદલ ધુત્કાર્યો.
>>>બાળક લવ-કુશને સાચું બોલવા બદલ શ્રીરામ દરબારમાં હડધૂત કરાયા.
>>>બાળક ગણેશનું સત્યના પક્ષે રહેવા બદલ માથું કાપી નાંખવામાં આવ્યું.
>>>સાચી વાતના વિરોધમાં જ કંસે, સાત-સાત નવજાતોને મારી નાંખ્યાં.
આવા ઘણાં સંદર્ભો છે.......

આપણો અતિત.......બાળકોને તેમના સાચા સવાલો કરવા બદલ, સાચું બોલવા અને પુછવા બદલ સજા કરવાનો પક્ષધર છે. આપણે સાચાં લોકોને શ્રાપ આપવાવાળા સમાજના છીએ અને એ ઘણું શાનદાર કહેવાય કે.......આપણાં માટે તે ગૌરવની વાત છે.

-

જૂની એક પોષ્ટના અંશ સાથે વિરમુ છું.....

સમગ્ર પૃથ્વી પર વર્તમાનમાં મૌજૂદ લગભગ 87 લાખ જેટલી જીવ-જંતુઓની પ્રજાતિઓમાં કોઇએ પણ.....મતલબ કોઇ સિંગલ જીવે પણ ક્યારેય ચીજ નથી કરી... સિવાય મનુષ્યે!!!!!...................... ચીજ છે,,,,,,,

"સવાલ"

મનુષ્ય સિવાયના એકેય જીવે ક્યારેય કોઇ સવાલ નથી પૂછ્યો. સવાલો પૂછવા...સવાલોના જવાબો આપવા તેમજ જવાબોમાંથી નવાં સવાલો શોધવા....આપણને આખી દુનિયામાં શ્રેષ્ઠ બનાવે છે. માટે સવાલ કરતાં શીખો...જરૂર પડે તો પોતાના ભગવાન/ખુદા ને પણ સવાલ કરો....જે ભગવાન/ખુદા આપને સવાલ પૂછવાની પરવાનગી નથી આપતાં...તેઓ તમારી પૂજા/ઇબાદત ના પણ હકદાર નથી.


No comments:

Post a Comment