ડાયમેન્શન એટલેકે પરિમાણ શું છે? તે કેટલાં પ્રકારના હોય છે? સ્ટ્રીંગ
થીઅરી અનુસાર 10, M-theory અનુસાર 11 અને Bosonic થીઅરી અનુસાર 26 પરિમાણો
હોય છે. આપણી દુનિયા ત્રિપરિમાણીય(લંબાઇ, પહોળાઇ અને ઉંચાઇ) છે. ચોથા
પરિમાણ એટલેકે સમય-સ્પેસને આપણે ફક્ત મહેસુસ કરી શકીએ છીએ. તો બાકીના બધા
પરિમાણો કયા અને ક્યાં છે? ચાલો જાણીએ.....જેવીરીતે ભૌતિકીમાં આપણે કોઇપણ
ચીજને માપીએ છીએ, જેમકે....તાપમાનને કેલ્વિનમાં, લંબાઇને મીટરમાં,
સમયને કલાકમાં, કરંટને એમ્પીયરમાં વગેરે, બિલકુલ એજ પ્રમાણે બ્રહ્માંડની
સઘળી ઘટનાઓને પરિમાણમાં માપવામાં આવે છે. બ્રહ્માંડની હરએક ચીજ ગતિશિલ છે
અને તેનું મુખ્ય કારણ છે....પરિમાણ. અગર પરિમાણ ન હો તો કોઇપણ વસ્તુ ગતિ ન
કરી શકે. કેમ? વાંચો આગળ...
-
0th Dimension:- ભલે પરિમાણોની ગણતરી
પ્રથમ પરિમાણથી થતી હોય છતાં સઘળા પરિમાણોનો પાયો આ શૂન્ય પરિમાણ છે. આ
પરિમાણને સમજવા માટે આપણે એક કાલ્પનિક ડોટ(ટપકું) માની લઇએ. યાદરહે આ
ટપકાનો કોઇપણ આકાર નથી. હવે કલ્પના કરો કે એવો કોઇ જીવ છે જે આ પરિમાણમાં
મૌજૂદ છે. શૂન્યનો મતલબ કંઇ નહીં, મતલબ આ પરિમાણમાં મૌજૂદ તે જીવનું ન કોઇ
શરીર હશે ન કોઇ આકાર. આ પરિમાણમાં મૌજૂદ તે જીવ ન આગળ જઇ શકે છે ન પાછળ, ન
જમણે જઇ શકે છે ન ડાબે, ત્યાંસુધી કે તે જીવ પોતાની જગ્યાએ ફરી પણ નથી
શકતો.
-
1st Dimension:- કલ્પના કરો કે 0th Dimension ના બે પોઇન્ટ
છે, જે એકબીજાથી થોડા અંતરે છે. હવે આ બંન્ને પોઇન્ટને રેખા વડે આપસમાં
જોડી દઇએ, તો આ કેસમાં શૂન્ય પરિમાણમાં મૌજૂદ તે જીવ હવે આગળ ને પાછળ જઇ
શકે છે(જુઓ ઇમેજ). તેમાં ફક્ત લંબાઇ હોય છે, પહોળાઇ અને
ઉંચાઇ નથી હોતાં.
2nd Dimension:- પ્રથમ પરિમાણમાં મૌજૂદ તે જીવ
આગળ-પાછળ જવાની સાથેસાથે ડાબે-જમણે પણ જઇ શકે છે. યાદ છે? નોકિયાના શરૂઆતી
મોબાઇલોમાં આવેલ snake ની ગેમ? આપણે જે sketch
બનાવીએ છીએ તે 2nd dimensional છે, તેમજ આપણે ટી.વી,મોબાઇલ અથવા લેપટોપ ઉપર
જે દ્રશ્ય જોઇએ છીએ તે ફક્ત આપણને 3rd dimensional નો આભાસ કરાવે છે પરંતુ
હકિકતે તે પણ 2nd Dimensional જ હોય છે.
-
3rd dimension:- આપણી દુનિયા ત્રિપરિમાણીય છે. મતલબ ત્રીજા પરિમાણમાં આગળ-પાછળ, ડાબે-જમણે જવાની સાથેસાથે ઉપર-નીચે પણ જઇ શકાય છે.
4th Dimension:- મિત્રો, આ ચોથું પરિમાણ તેમજ તેની આગળના સઘળા પરિમાણો
હજીસુધી સાબિત નથી થયાં. ચોથું પરિમાણ છે ટાઇમ...અગાઉના ત્રણેય પરિમાણ અને
સમય આપસમાં ગૂંથાયેલ છે. જેને space-time કહે છે. મિત્રો!! વૈજ્ઞાનિકો કહે
છે કે ચોથું પરિમાણ ખુદ સમય છે. આપણે આપણી ત્રિપરિમાણી દુનિયામાં જે પણ
કાર્ય કરીએ છીએ તે ચોથા પરિમાણમાં જઇને જ સંપન્ન થાય છે. આપણે ભલે
ત્રિપરિમાણી દુનિયામાં જીવતા હો, પરંતુ સમય અનુસાર આપણે હજી પ્રથમ
પરિમાણમાં જ જીવી રહ્યાં છીએ. કેમ? કેમકે સમયમાં આપણે સીધી રેખા એટલેકે
ભૂતકાળથી ભવિષ્ય તરફ જ જઇ શકીએ છીએ. આપણે ભવિષ્યથી ભૂતકાળ તરફ પાછા વળી નથી
શકતાં. કેમકે આપણે સમયના આ barrier(અવરોધ) ને તોડી નથી શકતાં, માટે આપણે
સમયનાં ફક્ત એકજ પરિમાણને મહેસુસ કરી શકીએ છીએ. પરંતુ અગર કોઇ જીવ સમયના આ
barrier ને તોડીને ભૂત અને ભવિષ્યમાં આગળ-પાછળ જઇ શકે છે, તો આપણે કહી શકીએ
કે તે જીવ ચોથા પરિમાણમાં જીવી રહ્યો છે(ચોથા પરિમાણ વિષે વધુ કોઇક અન્ય
પોષ્ટમાં જોઇશું. જેમકે સ્પેસ અને ટાઇમ કઇરીતે એકબીજા સાથે જોડાયેલ છે?)
-
5th Dimension:- (હવે થોડું માથું ખંજવાળવું પડશે...) ધારોકે કોઇ જીવ સમયમાં આગળ-પાછળ જવાની સાથે ડાબે-જમણે પણ જઇ શક્તો હોય તો(જુઓ નીચેની ઇમેજ-1)? આને એક ઉદારણ વડે સમજીએ.....માની લો તમને તમારી કારકિર્દી પસંદ કરવી છે. તમારી પાસે બે વિકલ્પ છે....(1) ક્રિકેટર (2) સંગીતકાર. અગર તમે ત્રીજા અથવા ચોથા પરિમાણમાં જીવો છો, તો તમે આ બંન્નેમાંથી ફક્ત એકનીજ પસંદગી કરી શકશો. પરંતુ પાંચમા પરિમાણમાં તમે આ બંન્ને કાર્ય એક સાથે કરી શકો છો(છે ને આશ્ચર્યજનક!!!). મતલબ તમે સમયમાં આગળ-પાછળ ચાલવાની સાથેસાથે ડાબે-જમણે જઇને પોતાની અન્ય કારકિર્દીને પણ બનાવી શકો છો. ચાલો, આને સમજીએ....પાચમાં પરિમાણમાં એકજ વ્યક્તિ એકસાથે બે ગતિવિધિઓ કરી શકે છે. તેમજ એકજ સમયે બે અલગ-અલગ જગ્યાઓ ઉપર પોતાની મૌજૂદગી દર્જ કરાવી શકે છે. મને ખબર છે, ઘણાં મિત્રો માટે આને સમજવું આસાન નથી. કેમકે આપણે ત્રિપરિમાણી દુનિયામાં જીવીએ છીએ. આ કેસમાં બે સમાંતર(parallel) દુનિયા હશે. જેમાંથી એકમાં તમે ક્રિકેટર હશો અને અન્યમાં સંગીતકાર(જુઓ નીચેની ઇમેજ-2). આ બંન્ને દુનિયા એકબીજાથી અલગ રીતે ચાલી રહે હશે. આને જ પાચમું પરિમાણ કહે છે.
-
6th Dimension:- આ પરિમાણમાં તમે સમયની કોઇપણ દિશામાં રેન્ડમલી ગતિ કરી શકો છો. માનો સમય તમારી માટે રોકાઇ ગયો હોય. જેમકે ક્વાન્ટમ દુનિયામાં એક સુક્ષ્મ કણ ગાયબ થઇને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે. આને ઉપરના ઉદાહરણ વડે સમજીએ...માનીલો તમે પાંચમાં પરિમાણમાં બંન્ને દુનિયામાં સેલિબ્રિટી બની જાઓ છો. હવે તમારા આ બંન્ને પ્રતિરૂપો એકબીજાને મળવા માંગે તો?? તેના બે રસ્તાઓ છે....(1) ધારોકે તમારૂં સંગીતકારવાળું પ્રતિરૂપ સમયમાં પાછળ જઇ તમારા એ રૂપને મળે જ્યારે તમે કારકિર્દીની પસંદગી કરતા હતાં, અને ત્યાંથી તે પોતાની forward ગતિ કરી ક્રિકેટરવાળા પ્રતિરૂપને મળી લે છે(જુઓ નીચેની ઇમેજ-1). પરંતુ આ પ્રક્રિયા દરમિયાન તમારા બંન્ને પ્રતિરૂપોને એક લાંબી મજલ કાપવી પડશે. હવે જોઇએ બીજા રસ્તાને....(2) માનીલો તમારૂં સંગીતકારવાળું પ્રતિરૂપ સમયમાં પાછળની યાત્રા નથી કરતું અને ડાયરેક્ટ જ એક શોર્ટકટ રસ્તા દ્વારા ત્યાં પહોંચી જાય છે, જ્યાં તમારૂં ક્રિકેટરવાળું પ્રતિરૂપ મૌજૂદ હોય(જુઓ નીચેની ઇમેજ-2). ત્યાં જઇ તેઓ એકબીજાને મળી લે છે. આ કેસમાં તમારા સંગીતકારવાળા પ્રતિરૂપે જે શોર્ટકટ રસ્તો લીધો તે એક અલગ જ પરિમાણ છે. અને તેને જ છઠ્ઠું પરિમાણ કહે છે.
-
7th Dimension:- મિત્રો, હવે પછીના પરિમાણોને સમજવું થોડું કઠીન છે. જેમકે આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડમાં સઘળા પરિમાણો infinite(અનંત) છે. ઉદાહરણ તરીકે સમય ભવિષ્યમાં અનંત છે તેમજ બ્રહ્માંડની લંબાઇ, પહોળાઇ અને ઉંચાઇને આપણી દ્રષ્ટિએ જોવા જઇએ તો તે પણ અનંત છે. હવે કલ્પના કરો.....આપણું અનંત બ્રહ્માંડ એક શૂન્ય પરિમાણ બની જાય મતલબ એક nothing point કે જેમાં છ પરિમાણો કાર્ય કરી રહ્યાં હોય. હવે જરા 0th Dimension ને યાદ કરો....જેમાં મૌજૂદ જીવ ક્યાંય નથી જઇ શકતો. ભલે તે છ પરિમાણોમાં આવ-જા કરી શકતો હોય કેમકે આ સઘળા પરિમાણો બ્રહ્માંડમાંજ મૌજૂદ છે. હવે ધારોકે આપણે આપણાં અનંત બ્રહ્માંડને 7th Dimension માટે 0th Dimension માની લઇએ અને સામે એવું જ કોઇ બીજું અનંત બ્રહ્માંડ મૌજૂદ છે. જેના ભૌતિકીના નિયમો આપણાં બ્રહ્માંડ કરતાં અલગ છે. તેમજ તે આપણાં બ્રહ્માંડની જેમ 0th Dimension બની જાય અને તે બંન્ને બ્રહ્માંડો વચ્ચે કોઇ જીવ આવન-જાવન કરી શકે છે તો તે પરિમાણને સાતમું પરિમાણ કહે છે(જુઓ નીચેની ઇમેજ). ટૂંકમાં આ પરિમાણ બે બ્રહ્માંડોને જોડે છે(બિલકુલ 1st Dimension ની જેમ).
-
8th Dimension:- હવે 2nd Dimension ને યાદ કરો. આઠમાં પરિમાણમાં તમે આગળ-પાછળ જવાની સાથેસાથે ડાબે-જમણે જઇ કોઇ ત્રીજા સંભવિત બ્રહ્માંડમાં જઇ શકો. આને જ આઠમું પરિમાણ કહે છે(જુઓ નીચેની ઇમેજ).
9th Dimension:- હવે પછીના પરિમાણો એટલા વિચિત્ર છે કે તેનું વર્ણન કરવું ખુબજ કઠીન છે. જેમકે આપણે ત્રીજા પરિમાણને સમજ્યા હતાં, બિલકુલ એજ પ્રમાણે આ પરિમાણમાં આગળ-પાછળ, ડાબે-જમણે તેમજ ઉપર-નીચે મૌજૂદ હરેક બ્રહ્માંડોમાં જઇ શકાય છે(જુઓ નીચેની ઇમેજ). મતલબ આ પરિમાણમાં એકજ જગ્યાએ ઘણી અલગ-અલગ સભ્યતાઓ રહી શકે છે. ટૂંકમાં તમે જે સ્થાન ઉપર મૌજૂદ હો, તે સ્થાન ઉપર એલિયન, ડાયનાસૌર પણ મૌજૂદ હોય શકે છે પરંતુ કોઇપણ સભ્યતા બીજી અન્ય સભ્યતાને જોઇ નથી શકતી. છે ને અજીબ વાત!! સઘળી સભ્યતા પોતપોતાના સમયમાં સરળતાથી જીવી રહી હશે. અગર કોઇ સમગ્રલક્ષી રીતે બધાને જોઇ શકે છે તો આ સમગ્રલક્ષીતાને જ નવમું પરિમાણ કહે છે.
10th Dimension:- આ પરિમાણમાં રહેનાર જીવ સ્પેસ, ટાઇમ, ઉર્જા તેમજ સઘળા પરિમાણોમાં રહેવાવાળા જીવોની સાથે, સઘળા parallel universe(સમાંતર બ્રહ્માંડ) ને કંટ્રોલ કરી શકે છે. આ પરિમાણમાં રહેનાર જીવ પાસે અમાપ શક્તિ હશે.








No comments:
Post a Comment