Wednesday, September 23, 2020

દૂધના દાંત

 


નાના છોકરાઓના દાંત લગભગ -સાત વર્ષની ઉંમરે તૂટવાના શરૂ થઇ જાય છે અને તેમની જગ્યાએ નવા દાંત ઉગે છે. કેમ? જ્યારે દાંત તૂટે છે ત્યારે બાળકને ફક્ત તકલીફ નથી થતી પરંતુ તેની સુંદરતા(cuteness) પણ જતી રહે છે. દાંત તૂટવાનું/હલવાનું દર્દ, લોહીનું વહેવું, ઠંડુ-ગરમ ખાવામા તકલીફ.... બધુ એક માસુમ -સાત વર્ષના કુમળા બાળક સાથે? થોડું કઠોર નથી લાગતું? કેમ બાળકો પોતાના પાક્કા દાંત લઇને નથી જન્મતા? કેમ આપણાં દાંતો પડી જાય છે? ચાલો જાણીએ આજે......

-

સૌપ્રથમ સમજી લઇએ કે દાંતનું કાર્ય શું છે? દાંત આપણને મદદરૂપ થાય છે....ખોરાકને તોડવા, ભાંગવા, કાપવા, પીસવા તેમજ ઘણાં અક્ષરોના ઉચ્ચારણો માટે. જી હાં, દાંત અને જીભ મળીને અક્ષરોના ઉચ્ચારણોને શક્ય બનાવે છે. કયા દાંત પહેલાં, કયા દાંત આખરે આવે/તૂટે તેની સઘળી જાણકારી માટે વિડીઓ જુઓ. મિત્રો, જરૂરી નથી કે હર બાળક વિડીઓમાં બતાવ્યા અનુસાર દાંતની વિકાસની પ્રક્રિયાને દોહરાવે. એક સરેરાશ બાળકના દાંતની વિકાસની પ્રક્રિયાનો વીડિઓ છે. ફક્ત મનુષ્યોમાંજ દાંત નથી પડતા બલ્કે ઘણાં જાનવરો પ્રક્રિયામાંથી પસાર થાય છે. જેમકે ચિમ્પાન્ઝી, કુતરા, બિલાડી વગેરે પણ ઓછામાં ઓછા બે વખત દાંતને redevelop કરે છે. જનરલી જ્યારે બાળક જન્મે છે ત્યારે તેના દાંત નથી હોતાં. કેમ? કેમકે તેને દાંતની જરૂરજ નથી હોતી. તેનો ખોરાક માતાનું દૂધ હોય છે. એકવાત યાદરાખો જન્મ સમયે શિશુના મોઢામાં દાંત હોય છે પરંતુ પેઢામાંથી બહાર નથી આવતાં. જેમજેમ બાળક વધુ મોટું થતું જાય તેમતેમ તેને વધુ ઉર્જાની જરૂર ઉભી થાય છે. માટે તેના દાંત નીકળવાના શરૂ થાય છે. કેટલાંક બાળકો દાંત સાથે પણ જન્મી શકે છે. આવા દાંતોને 'Natal Teeth' કહે છે.

-

દૂધના દાંત બાળકોને ફક્ત નરમ ખોરાકને ચાવવા તેમજ અમુક બોલચાલ પૂરતાંજ કામ લાગે છે. બાળકોને વીસ દાંત હોય છે. જેનું કદ ઘણું નાનું હોય છે(જુઓ નીચેની ઇમેજ). અગર આજ દૂધના દાંત વયસ્ક વ્યક્તિમાં પણ હોય તો તેને ખાવાની સાથેસાથે વાતચીત કરવામાં પણ અડચણ આવી શકે છે. માટે જેમજેમ બાળકોના જડબા મોટા થતાં જાય છે તેમતેમ તેઓ પાકટ દાંતોને પણ ઉગાડે છે. ડોક્ટરોનું કહેવું છે કે હકિકતે દૂધના દાંત, પાકટ દાંતની જગ્યા થોડા સમય માટે સાચવી રાખે છે. મતલબ બાળપણમાં ખાવામાં મદદ કરવું તેમજ બોલચાલમાં મદદ સિવાય દૂધના દાંતોનું મહત્વનું કાર્ય છે.....જે તે જગ્યાને સાચવવી.




-

આને આવી રીતે સમજો....અગર કોઇ વડીલ છોકરાઓને કહે કે હું ગાડી પાર્ક કરીને હોટલમાં પહોંચુ છું, ત્યાંસુધીમાં તમે કોઇ ખાલી ટેબલ ઉપર બેસી જગ્યા રોકતા થાઓ.....કેટલાંક જાનવરો જીવનમાં વારંવાર દાંત બદલે છે. જેમકે alligator(મગર) જીવન દરમિયાન લગભગ 50 વખત દાંત બદલે છે.

 


No comments:

Post a Comment