16 જુલાઇ 1969.....એપોલો-11 યાનમાં માનવ ઇતિહાસના પ્રથમ ચંદ્રયાત્રીઓને મિશન ઉપર મોકલતી વખતે નાસા નહોતું જાણતું કે ચંદ્રની ધરતી ઉપર પગ મુકનાર બંન્ને ચંદ્રયાત્રી આર્મસ્ટ્રોંગ તથા એલ્ડ્રિન પૃથ્વી ઉપર હેમખેમ પરત ફરી શકશે કે નહીં. નાસા દ્વારા રાષ્ટ્રપતિ નિક્સનના ભાષણ તૈયાર કરતાં લેખક વિલિયમ સૈફાયરને એક દુર્ઘટના ભાષણ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું. જેથી અગર કોઇ કારણવશ નીલ અને એલ્ડ્રિન પરત ન ફરી શક્યા તો આ દુર્ઘટના ભાષણને રાષ્ટ્રપતિ ટીવી ઉપર રાષ્ટ્ર સંદેશ રૂપે વાંચી શકે. ઐતિહાસિક ચંદ્રવિજયના ત્રીસ વર્ષ બાદ એક ટીવી પ્રોગ્રામમાં વિતેલ દિવસોને યાદ કરતાં સૈફાયરે જણાવ્યું કે નીલ અને એલ્ડ્રિનને લેન્ડિંગ બાદ પૃથ્વી ઉપર પરત ફરવા માટે ચંદ્રના ચક્કર લગાવતા કમાન્ડ મોડ્યૂલનો સંપર્ક કરવાનો હતો. જો તેઓ આ કાર્યમાં કોઇક કારણવશ અસફળ થાત, તો નાસા પાસે તેમને ચંદ્ર ઉપર જ તેમના હાલ ઉપર છોડી દેવા સિવાય બીજો કોઇ રસ્તો નહતો. ત્યાં રીબાઇ-રીબાઇને મરવું અથવા આત્મહત્યા કરી લેવી જ તેમની નિયતિ હતી.
-
ભાગ્યવશ રાષ્ટ્રપતિ નિક્સનને આ સ્પીચ વાંચવાનો મોકો ન મળ્યો. પરંતુ જરા વિચારો....તે સમયે હતાશા સાથે જીંદગીથી નિરાશ થઇ રાત્રિના આકાશમાં જ્યારે એક ભૂરી-સફેદ પરિચિત માતૃભૂમિને જોઇને તે બે શખ્સો શું વિચારતા હોત?? એ ભાષણના શબ્દો આ રહ્યાં....
-
"ભાગ્યએ પોતાનો હુકમ સંભળાવી દીધો છે. તે બે માનવો જેઓ શાંતિની શોધમાં ચંદ્ર ઉપર ગયા હતાં, તેઓ હંમેશ માટે ત્યાંજ રહેશે. આપણાં બે બહાદુર નૌજવાન જાણે છે કે તેમની પૃથ્વી ઉપર પરત ફરવાની કોઇજ ઉમ્મીદ નથી પરંતુ તેઓ એ પણ જાણે છે કે તેમના પ્રાણોના બલિદાનમાં માનવતાની ઉડાનોની ઉમ્મીદો પણ છુપાયેલી છે. પ્રાચીનકાળમાં માનવી રાત્રિના અંધકારમાં ચમકતી આ રોશનીઓમાં પોતાના નાયક, પોતાના દેવતાને શોધતો હતો. પરંતુ આજે આપણાં નાયકો કોઇ કાલ્પનિક ચરિત્ર નહીં બલ્કે સતત ખોજ અને માનવતાની ભલાઇ માટે પોતાના પ્રાણોની આહુતિ આપવાવાળા હાંડમાસથી બનેલ મનુષ્યો છે. હર તે મનુષ્ય જે રાત્રિના અંધકારમાં આ રોશનીઓને નિહાળશે, ત્યારે હંમેશા યાદ રાખશે કે પૃથ્વીની સરહદો પાર કેટલીક એવી જમીનો પણ મૌજૂદ છે જ્યાં મનુષ્યોની નિશાનીઓ હંમેશા-હંમેશા માટે મૌજૂદ છે.
-
ભલે અંત અનિવાર્ય હો પરંતુ મુશ્કેલીઓથી લડી, પોતાના પ્રાણોની બાજી લગાડી સભ્યતાઓનો સંઘર્ષ સુરક્ષિત રાખવો જ માનવીય ફિતરત છે. કાયરતાપૂર્ણ વિજયની અપેક્ષા કરતાં સમ્માનજનક પરાજય ક્યાંય વધુ ઉચિત છે. પીઠ બતાવવી આપણો સ્વભાવ નથી. અંજામ ગમે તે હો, આપણે લડી, જીતીને આપણું નામ બ્રહ્માંડ નાયકના રૂપમાં દર્જ કરાવીને બતાવીશું.
May be we
are destined to go extinct.
May be the only winning move is.....NOT TO PLAY.
But may be by playing, and playing better, we will learn one day how to play it
really well and eventually become ultimate cosmic winners of this great game of
life!!
So let's keep playing!!"
(મિત્ર વિજય દ્વારા)

No comments:
Post a Comment