મનુષ્યોને સંગીત ખુબજ પસંદ છે. એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી કે સંગીત મનુષ્યોના જીવન સાથે વણાઇ ગયું છે. જેમકે મૂડ સારો હોય તો રેપ/પાર્ટી સોન્ગ સાંભળીએ, ભક્તિનો માહોલ હો તો devotional સોન્ગ સાંભળીએ, દિલ તૂટી ગયું હો તો sad સોન્ગ સાંભળીએ છીએ. તો હવે સવાલ એ ઉઠે છે કે આપણે મનુષ્યોને સંગીત એટલું પસંદ કેમ છે?
-
હકિકતે સંગીત સાઉન્ડ ફ્રિકવન્સીની એક એવી ગોઠવણ હોય છે જે આપણાં કાનોને સાંભળવામાં ઘણી સારી લાગે છે. આપણી ચારેતરફ ઘણાંબધા સાઉન્ડ ઉત્પન્ન થતાં રહેતા હોય છે. એમની frequency(આવર્તન) અને wavelength(તરંગલંબાઇ) અલગ-અલગ હોય છે. માટે અધિકતર ધ્વનિતરંગો આપસમાં ટકરાઇને એકબીજાને રદ(cancel out) કરી દે છે. જે થોડી ધ્વનિ બાકી રહે છે તેને આપણે ઘોંઘાટ એટલેકે noise કહીએ છીએ. અહીં આપને હવે જરૂર થતું હશે કે ઘોંઘાટ અને સંગીતમાં આખરે ફરક શું છે? મતલબ ટ્રાફીકના હોર્ન અને ગિટારના કોર્ડસ(chords) વચ્ચે શું ફરક છે?
-
વેલ, ફરક છે ધ્વનિતરંગોની યોગ્ય arrangement(ગોઠવણ) નો. આપણે મનુષ્યો 20 Hz થી લઇને 20,000 Hz સુધીના ધ્વનિને સાંભળી શકીએ છીએ. અગર ધ્વનિતરંગોની ફ્રિકવન્સી અલગ-અલગ હોય તો તેઓ આપસમાં cancel out થઇ જાય છે પરંતુ જો તેમની ફ્રિકવન્સી સરખી હોય અથવા એકજ નંબર સાથે ગુણાકાર થતી હોય તો તેઓ આપસમાં superimpose થશે એટલેકે જોડાઇ જશે. અને આના દ્વારા ઉત્પન્ન થયેલ નવા ધ્વનિતરંગો આપણને સાંભળવામાં સારા લાગે છે.
-
ઉદાહરણ તરીકે....ધારોકે આપણે એક sound wave 50Hz અને બીજી 100Hz ની લઇએ તો તેઓ આપસમાં જોડાઇ શકે છે. કેમકે તે બંન્ને 50ના ગુણાંકમાં છે. હવે જો આપણે આ શ્રેણીને આગળ વધારતા જઇશું જેમકે 50Hz, 100Hz, 150Hz, 200Hz, 250Hz,
300Hz, 350Hz, 400Hz વગેરે(જુઓ ઇમેજ). તો તે એક octave(સપ્તક) નું નિર્માણ કરશે. આજ સપત્ક piano અને બીજા સંગીત વાદ્યોમાં સા, રે, ગા, મા, પ, ધ, નિ, સા ના રૂપમાં હોય છે. યોગ્ય ફ્રિકવન્સીમાં arrange કરેલ ધ્વનિ તરંગો આપણાં કાનો દ્વારા આપણાં મગજ સુધી પહોંચી તેને relax કરે છે.


No comments:
Post a Comment