જરા વિચારો....આપણી સરકાર તમામ સિગારેટના પેકેટ ઉપર 40% થી પણ વધુ હિસ્સા ઉપર ડેન્જર અને કેન્સરની તસવીરો છપાવે છે, કાયદાઓ બનાવી રાખ્યા છે કે 18 વર્ષથી ઓછી ઉંમરનાને સિગારેટ ન વેચી શકાય, પબ્લીક પ્લેસ ઉપર ધુમ્રપાનની પરવાનગી નથી, smoking awareness ની ઝુંબેશ પાછળ કરોડો રૂપીયા ખર્ચે છે, ફિલ્મના હર એ દ્રશ્યમાં જેમાં સિગારેટ નજરે પડે ત્યાં લખાણ આવે છે કે smoking kills.
-
આટલી બધી જફા, આટલાં બધાં પૈસાનો ખર્ચ શા માટે? ફક્ત એટલા માટે કે સિગારેટ ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને સરકાર ઇચ્છે છે કે લોકો ધુમ્રપાન ન કરે? પરંતુ મુર્ખામી જુઓ જરા...આટલી પળોજણ કરવા કરતાં શું એ બહેતર નથી કે સરકાર સિગારેટ ઉપર પાબંદી જ લગાવી દે? અગર સરકાર નથી ઇચ્છતી કે લોકો સિગારેટ પીવે તો સિગારેટ કંપનીઓને બંધ કરાવી દે. આફ્ટર ઓલ સત્તા તો સરકાર પાસે જ છે. પરંતુ જો સરકાર કંપનીઓને બંધ નથી કરાવી રહી તો શું આપણે આનો અર્થ એવો સમજવો કે સરકાર ઇચ્છતી જ નથી કે લોકો સિગારેટ છોડી દે? સરકારનું આવું વલણ ફક્ત ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર દુનિયામાં છે. કોઇપણ દેશ આ બાબતે ખાસ પગલાં નથી ભરી રહ્યો. કેમ? સરકારો સિગારેટ ઉપર પાબંદી કેમ નથી લગાડતી? તેમજ તમાકુ વિરૂધ્ધ આટલી ઝુંબેશ કેમ ચલાવે છે? ચાલો જાણીએ....
-
આખી દુનિયાને અને સમગ્ર દેશોની સરકારોને પણ ખબર છે કે સિગારેટ હાનિકારક છે. આપ સાચું નહીં માનો પરંતુ સરકાર પણ નથી ઇચ્છતી કે લોકો સિગારેટનું સેવન કરે. પણ.....પણ.....તકલીફ એ છે કે સરકાર તમને સિગારેટ પીવાથી રોકી જ નથી શકતી. કેમ? કેમકે તમાકુ Health Risk ની કેટેગરીમાં આવે છે. મતલબ તે વસ્તુ જેનાથી સ્વાસ્થ્યને નુકસાન "થઇ શકે છે". માટે અગર કોઇ શખ્સ પુખ્ત વયનો છે, સમજદાર છે અને બધી વાતોથી વાકેફ હોવા છતાં સ્વાસ્થ્ય માટે જોખમ ઉઠાવવા માંગતો હોય તો સરકાર તેને તેવું કરવા દે છે. સરકારનું કામ જ નથી આવી બધી બાબતોમાં પડવું. કેમ?
-
કાલે ઉઠીને સરકાર એવી વસ્તુઓ ઉપર પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે, તો આ વાત તમાકુ સુધી સિમિત ન રહેતાં ઘણી આગળ વધી જશે. ટૂંકમાં હાનિકારક વસ્તુઓની લિસ્ટનો પટારો ખુલી જશે. જેમકે અગર સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો sky diving પણ હાનિકારક છે, rock climbing પણ હાનિકારક છે, swimming pool પણ ખતરો બની શકે, વાહન ચલાવવું પણ ખતરો બની શકે, શાકભાજી કાપવા માટે વપરાતા ચપ્પુ/છરી પણ ખતરો બની શકે. ઇવન મીણબત્તી, શરાબ, ટ્રેડમિલ, પેરાડોલની ટેબ્લેટ કે ફાસ્ટફૂડનો પણ આ લિસ્ટમાં સમાવેશ કરવો પડે. કેમકે આ બધા સાથે એક risk(જોખમ) જોડાયેલું છે.
-
ચપ્પુ વડે કોઇનું કતલ કરી શકાય છે અથવા કોઇ પોતાને નુકસાન પહોંચાડી શકે છે. તો અગર સરકાર તમાકુ ઉપર પ્રતિબંધ લગાવે છે તો શું ચપ્પુ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવો? જો સરકાર આવી બધી વસ્તુઓ ઉપર પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દે તો માહોલ બગડતો જ જશે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે અગર સરકાર આ ચીજો ઉપર પ્રતિબંધ નથી લગાવી શકતી તો શું કરી શકે છે? સરકાર કાયદાઓ બનાવી શકે છે. જેમકે જે તે ચીજ હલકી ગુણવત્તાવાળી ન બને, તેની ખોટી જાહેરાત ન થાય વગેરે. મતલબ સિગારેટ કંપનીઓ એવું ન કહે કે સિગારેટ સ્વાસ્થ્ય માટે સારી છે, જીદંગી લાંબી થાય છે, સ્પોર્ટમેનશીપ આવી જાય છે વગેરે વગેરે. એટલા માટે સરકાર જાગૃતિ લાવે છે જેથી જ્યારે લોકો તેનો ઉપયોગ કરે તો એક inform decision લે અને તેમને ખબર પડે કે આપણે એક જોખમ ઉઠાવી રહ્યાં છીએ.
-
માટે સરકાર ખાત્રી કરે છે કે કંપનીઓ તમાકુની પ્રોડક્ટ સરકારની દેખરેખ હેઠળ ઉત્પાદિત કરે. કેમ? કેમકે લોકો સિગારેટ પીવા માંગે છે. જેથી સિગારેટની ડિમાન્ડ હાઇ રહે છે. જો કાલે સરકાર સિગારેટ ઉપર પાબંદી લગાવી દે તો એવું બિલકુલ પણ નહીં થાય કે બધા જ કાલથી સિગારેટ પીવાનું છોડી દે. બલ્કે તેઓ black market(કાળા બજારી) તરફ વળી જશે. યાદરહે black market એ regulated(નિયમનકારી) માર્કેટ નથી. ત્યાં ન હેલ્થના નિયમો ફોલો થાય છે ન સફાઇના. માટે એ શક્યતાઓ વધી જવા પામે કે લોકો ખરાબ ગુણવત્તાવાળી સિગારેટો મોંઘા ભાવે ખરીદશે અને પોતાના સ્વાસ્થ્યને વધુ જોખમમાં મુકી દેશે.
-
આવું સરકાર નથી ઇચ્છતી માટે આવી પ્રોડક્ટ ઉપર સરકાર જાતજાતના નિયંત્રણો લાદે છે. કંપનીઓને સિગારેટના પેકેટ ઉપર ચિત્રો/ચેતવણીઓ છાપવાનું કહે છે, ભારી માત્રામાં ટેક્ષ લગાવે છે, ઉત્પાદન એકમો ઉપર નિયમિત છાપામારી કરે છે વગેરે. જોકે આ બધાથી સરકારને એક મોટો ફાયદો રેવન્યુના રૂપમાં થાય છે. સિગારેટ કંપનીઓ હરવર્ષ ખુબ મોટી માત્રામાં સરકારને ટેક્ષ ચુકવે છે. જે દેશના અર્થતંત્ર માટે ફાયદેમંદ સાબિત થાય છે.
ટૂંકસાર:- સિગારેટ/શરાબ ઉપર પાબંદી એટલા માટે નથી લગાડી શકાતી કેમકે લોકો હજારો વર્ષોથી તેમનું સેવન કરે છે અને હજારો વર્ષની આદત એટલી આસાનીથી નથી છોડી શકાતી.

No comments:
Post a Comment