આપે સોશ્યલ મીડિયામાં આ મીમ ક્યાંક ને ક્યાંક જોયુ જ હશે. ખુબજ પ્રચલિત છે આ મીમ. મીમમાં જે શખ્સ છે તે પ્રખ્યાત ખગોળશાસ્ત્રી Neil Degrasse Tyson છે. નેશનલ જ્યોગ્રાફિક જેવી વિજ્ઞાન સંબંધિત ચેનલો ઉપર એમણે ઘણાં શો કર્યા છે. એક વખત એક ઇન્ટરવ્યુમાં તેમને પુછવામાં આવ્યું કે સૌથી મહાન ભૌતિકશાસ્ત્રી(physicist) કોણ છે?
-
આના જવાબમાં એમણે સર આઇઝેક
ન્યૂટનનું નામ લીધું. તેમણે કહ્યું કે ન્યૂટન બ્રહ્માંડ સાથે જોડાયેલા હતાં. ન્યૂટને
આપણને જણાવ્યું કે સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલ છે તેમજ ઇન્દ્રધનુષના સાતેય રંગોને
અગર ભેગા કરો તો સફેદ પ્રકાશ મળશે. એમણે ગુરૂત્વાકર્ષણનો નિયમ આપ્યો તેમજ ગ્રહોના અંડાકાર
પાથને પણ સમજાવ્યો. ગતિના નિયમો આપ્યાં. એક એવો વ્યક્તિ જેણે પોતાની સમસ્યાના સમાધાન
માટે ગણિતના કેલક્યુલસની શોધ કરી. એ કેલક્યુલસ જેને સમજવામાં આજના કોલેજના ગ્રેજ્યુએટોને
પણ ફાંફાં પડે છે. આટલું બધું શોધ્યા પછી પણ એમની ઉંમર માત્ર 26 વર્ષ જ હતી.
-
બસ આટલું બોલ્યા બાદ તેમણે પોતાના બંન્ને હાથ ઉંચા કરી દીધા અને આંખો ફેરવવા માંડ્યા એ વ્યક્તિના સન્માનમાં જેને તેઓ સૌથી મહાન ભૌતિકશાસ્ત્રી માનતા હતાં. આ મીમનો ઉપયોગ આશ્ચર્ય અને સન્માન પ્રગટ કરવા માટે થાય છે.
-
હવે થોડું અંગત મંતવ્ય:- ન્યૂટને વિશ્વને જણાવ્યું કે ગતિ કરતી કોઇપણ ચીજ ત્યારેજ રોકાય શકે જ્યારે કોઇ બાહરી બળ તેની ગતિને રોકી દે. દાખલા તરીકે....જ્યારે કોઇ દડાને હવામાં ફેંકવામાં આવે તો દડો હવાના અણુઓથી ટકરાઇને ઘર્ષણના કારણે પોતાની ઉર્જા ખોઇને રોકાય જાય છે પણ....અગર દડાને સ્પેસ(અંતરિક્ષ) માં ફેંકવામાં આવે જ્યાં ઘર્ષણ હેતુ વાતાવરણ નગણ્યરૂપે છે, તો દડો અનંતકાળ સુધી સીધી રેખામાં ગતિ કરતો રહેશે. આને ન્યૂટનના ગતિના પ્રથમ નિયમરૂપે જાણવામાં આવે છે. ગતિ સંબંધી ન્યૂટનના દ્વિતીય નિયમ Force = Mass x Acceleration એ ઔદ્યોગિક ક્રાન્તિ તેમજ ત્રીજા નિયમ "હર ક્રિયા માટે સમાન પ્રતિક્રિયા" એ માનવજાતિ માટે સ્પેસ/અંતરિક્ષ તરફની દોડ માટેનો પાયો નાંખ્યો. આજે પણ આપણાં રોકેટો/વિમાનો એટલામાટે ઉડાનો ભરી શકે છે કેમકે તેઓ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપર કાર્યવત છે. મતલબ સાફ છે કે ન્યૂટનના રૂપે ઇતિહાસે પ્રથમ વખત કોઇ મનુષ્યની દૈનિક જીવનની સામાન્ય ક્રિયાઓને ગણિતિયરૂપે વ્યક્ત કરી દેખાડી. એટલામાટે ન્યૂટનને સાચા અર્થમાં માનવ ઇતિહાસના પ્રથમ મિકેનિકલ વૈજ્ઞાનિક કહેવામાં આવે છે.



