રાજકપુર પહેલાં
કોઇ નિર્માતા-નિર્દેશક માટે “શોમેન” શબ્દનો ઉપયોગ થયો હોય તેવું ધ્યાનમાં નથી.
હા, એમના પછી સુભાષ ઘાઇ જેવાઓ માટે આ શબ્દનો ઉપયોગ થયો. ‘આવારા’
ફિલ્મ પછી રાજકપુર ‘સત્યમ
શિવમ સુન્દરમ’ બનાવવા માંગતા હતાં જેમાં વાર્તા હતી કે.....એક
બદસુરત છોકરીનો અવાજ સાંભળી હીરો તેની ઉપર આસક્ત થઇ જાય છે. બાદમાં છોકરીનો ચહેરો જોઇ
તેનો મોહભંગ થઇ જાય છે....વગેરે....વગેરે....
-
હીરોઇન
તરીકે રાજકપુર લતા મંગેશકરને સાઇન
કરવા માંગતા હતાં અને
હીરો તરીકે સંગીતકાર શંકર-જયકિશન માંથી વલસાડના જયકિશન ડાહ્યાભાઇ પંચાલને
સાઇન કરવા માંગતા હતાં.
જયકિશન તો રોલ માટે
તૈયાર થઇ ગયાં, પરંતુ
હીરોઇનના રોલ માટે ઘણું
સમજાવવા છતાં લતાજી રાજી
ન થયાં અને ફિલ્મ
અભેરાઇ ઉપર ચઢી ગઇ.
પણ આ કોન્સેપ્ટ રાજકપુરના
દિમાગમાંથી નીકળ્યો નહીં. માટે ફિલ્મ
બોબી પછી રાજકપુરે.....શશિકપુર
અને જીન્નતઅમાનને લઇને ફિલ્મ બનાવી.
લતાજી પણ આ ફિલ્મમાં
હતાં પણ ગાયિકા તરીકે.

No comments:
Post a Comment