Monday, April 27, 2020

Cold Diuresis



ઠંડા વાતાવરણમાં(પછી ભલે તે શિયાળો હોય કે લાંબા સમય સુધી A.C માં બેસી રહેવાથી) આપણે સામાન્ય કરતાં વધુ વખત urine(પેશાબ) માટે જવું પડે છે. એવું કેમ?
-
મનુષ્યના શરીરનું તાપમાન 37 ડિગ્રી સે. છે( તાપમાન 37 ડિગ્રી શા માટે છે? વધારે કે ઓછું હોય તો શું ફરક પડે? તેની ચર્ચા ઘણી લાંબી છે માટે ફરી ક્યારેક). બાહરી ગરમ તેમજ ઠંડા વાતાવરણ વિરૂધ્ધ શરીર તાપમાનને જાળવી રાખવા માટે અવનવા પેંતરા રચે છે. ઠંડી દરમિયાન યુરિન વધુ આવવું તે તેમાનો એક પેંતરો છે. ક્રિયાને cold diuresis કહે છે.
-
હકિકતે થાય છે એવું કે જ્યારે શરીરનું તાપમાન ઘટવા માંડે છે ત્યારે શરીર તેની ગરમીને બચાવવા સૌપ્રથમ ત્વચા ઉપર મૌજૂદ રક્તવાહિકાઓ(Blood Capillaries) ને સંકોચીને પાતળી કરી નાંખે છે. જેથી તેમાંથી વહેતી રક્તની માત્રા ઓછી થઇ જાય છે. પરિણામે શરીરના આંતરિક ભાગોની રક્તવાહિકાઓમાંથી વધુ રક્ત વહેવા લાગે છે. તેથી શરીરમાં હાઇ બ્લડ પ્રેશરની સ્થિતિ ઉત્પન્ન થાય છે. બિલકુલ એવી સ્થિતિ છે જ્યારે તમે કોઇ ફુગ્ગાને એકબાજુથી દબાવો તો સઘળી હવા તેના બીજા ભાગમાં જતી રહેતા તે ભાગ વધુ ફુલાય છે. હાઇ બ્લડ પ્રેશર વધુ સમય રહે તો શરીરની રક્તવાહિકાઓ ફાટી શકે છે, શરીરના અંગો damage થઇ શકે છે અથવા હાર્ટ એટેક પણ આવી શકે છે.
-
આવું થાય એટલા માટે શરીર બ્લડ પ્રેશરને નોર્મલ કરવા માટે કિડનીની મદદથી લોહીમાંથી થોડું પાણી કાઢી તેને મૂત્ર માર્ગે શરીર બહાર જવા માટે રવાના કરી દે છે. જેના કારણે આપણે વારંવાર યુરિન માટે જવું પડે છે.



No comments:

Post a Comment