પ્લાસ્ટિકનો આવિષ્કાર 1907 માં બેલ્જીયમના કેમિસ્ટ "Leo Hendrik Baekeland" એ કર્યો. મતલબ કે પ્લાસ્ટિકના આવિષ્કારને લગભગ 112 વર્ષ જેવા થયા છે. છતાં કાર્બનની લાંબી સાંકળ વડે બનેલ આ પોલિમર દુનિયામાં એટલું ફેલાય ચુક્યું છે કે હર સજીવ તેના દુષ્પ્રભાવોને વેઠી રહ્યો છે. એક અંદાજ મુજબ માણસ ફક્ત 70 વર્ષમાંજ 700 કરોડ ટનથી પણ વધુ પ્લાસ્ટિક બનાવી ચૂક્યો છે. પ્લાસ્ટિક એક Non Biodegradable materials છે અને આસાનીથી નાશ નથી પામતું. રિપોર્ટ મુજબ હાલના સમયે સમગ્ર દુનિયામાં લગભગ 500 કરોડ ટન પ્લાસ્ટિક વેસ્ટ મૌજૂદ છે. આ વેસ્ટનો અગર ઢગલો કરવામાં આવે તો તેની ઉંચાઇ માઉન્ટ એવરેસ્ટ કરતા પણ વધી જશે. એટલુજ નહીં આ પ્લાસ્ટિક વડે આપણે સમગ્ર પૃથ્વીને ઓછામા ઓછી પાંચ વખત ઢાંકી શકીએ છીએ.
-
આ આંકડાઓ વાંચીને આપ સમજી ગયા હશો કે આધુનિક દુનિયા ઉપર પ્લાસ્ટિકનો કેટલો પ્રભાવ છે. જ્યારે પ્લાસ્ટિકનો આવિષ્કાર થયો હતો ત્યારે તેને દુનિયા માટે એક વરદાન સમજવામા આવતુ હતું પરંતુ આજે જ્યારે આપણે આની વિપરિત અસરો જોઇએ છીએ ત્યારે હર જગ્યાએથી આને બેન કરવાની માંગ ઉઠવા લાગી છે. હર વર્ષ દસ લાખથી વધુ જાનવર અને પક્ષીઓ પ્લાસ્ટિક પ્રદુષણને કારણે પોતાના જીવ ગુમાવી દે છે. આ તો ફક્ત તે જીવો છે જે જમીન ઉપર રહે છે, પરંતુ વાત જ્યારે સમુદ્રોની આવે તો આ આંકડો વધીને 10 કરોડ સુધી પહોંચી જાય છે. આનુ કારણ છે એ 50 લાખ ટનથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ જે હરવર્ષ સમુદ્રોમાં ફેંકવામાં આવે છે. માટીમાં decompose થવા માટે ત્યજેલ પ્લાસ્ટિક તે માટીની ગુણવત્તાને પણ બગાડે છે. અગર તેને બાળી નાંખીએ તો વિપુલ માત્રામાં કાર્બનડાયોક્સાઇડ વાતાવરણમાં જમા થશે.
-
તો આ થઇ પ્લાસ્ટિકની વિલનગીરી પરંતુ wait.......અગર હું એમ કહું કે પ્લાસ્ટિક પૃથ્વીને ખતમ થવાથી બચાવી રહ્યું છે તો?? પ્લાસ્ટિક ખરેખર એક વરદાન છે તો?? પ્લાસ્ટિકને બેન કરવું મુર્ખામી છે તો??
-
ચોતરફ નજર ફેરવો તો જણાશે કે પ્લાસ્ટિકે આપણાં જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે. ટી.વી, એ.સી, બાઇક, કાર, મોબાઇલ, ટેબલ હર જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. દાંત સાફ કરવા માટે વપરાતુ ટૂથબ્રશ પ્લાસ્ટિકનું હોય છે. આંખો ઉપર પહેરાતા સન ગ્લાસથી લઇને પગમાં પહેરાતા બૂટ અને પહેરવાના કપડામાં પણ ઘણી માત્રામાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આજથી 100 વર્ષ પહેલાં દુનિયાની વસ્તી એટલી બધી ન હતી માટે cotton અને wool ના કપડાનો ઉપયોગ આપણે કરતા હતાં, પરંતુ આજે 750 કરોડ વસ્તી માટે કપડા ફક્ત નેચરલ ફાઇબરથી નથી બની શકતા. આના માટે આપણે નાયલોન, એક્રેલીક અને પોલિએસ્ટર જેવી વસ્તુનો ઉપયોગ કરવો જ પડશે. આ બધાજ પ્લાસ્ટિકના એક રૂપ છે.
-
આપણી ચોતરફ ફેલાયેલા ઇલેકટ્રીક વાયરો બાબતે વિચારો. આપણે તેમાંથી પસાર થતા જીવલેણ વીજપ્રવાહથી ત્યારેજ બચી શકીએ જ્યારે તેની ઉપર insulation લાગ્યુ હોય અને તે પ્લાસ્ટિક વડે જ બન્યુ હોય છે. ત્યાં પ્લાસ્ટિકની જગ્યાએ રબરનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ રબર બહુ જલ્દી પીગળી જાય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું સૌથી મોટુ કારણ એ છે કે તેને આસાનીથી કોઇપણ આકારમાં ઢાળી શકાય છે. તે સસ્તુ અને ટકાઉ પણ હોય છે. હવે ઉપર જણાવેલ દરેક વસ્તુને પ્લાસ્ટિક વગર બનાવવાની કોશિશ કરો. શું શક્ય છે?
-
હવે જરા મેડિકલ ઇન્ડસ્ટ્રી વિષે વિચારો. દવાની બોટલો, ઇન્જેક્શન, સર્જીકલ આઇટમ, ટેબ્લેટના રેપર્સ, ઓક્સિજન માસ્ક વગેરે શું પ્લાસ્ટિક વગર બનાવવું શક્ય છે? ઓક્સિજન માસ્ક શું કાચના બનાવી શકાય? ઇન્જેક્શન શું લાકડાના બનાવી શકાય? ટેબ્લેટના રેપર્સ શું કપડાના બનાવી શકાય? મેડિકલ સાધનોને પ્લાસ્ટિકની જગ્યાએ અન્ય કોઇ material વડે બનાવીએ તો શું તેઓ અસરકારક રહે ખરા?
-
લોકો કહી રહ્યાં છે કે પ્લાસ્ટિકને બેન કરી અને પર્યાવરણને બચાવો. હવે સવાલ એ ઉઠે છે કે શું પ્લાસ્ટિકને બેન કરવાથી આપણું પર્યાવરણ બચી જશે? જવાબ છે ના.....ખરેખર તો પ્લાસ્ટિકનો ઉપયોગ પર્યાવરણને બચાવી રહ્યો છે. જરા વિચારો....પેકેજીંગ માટે પ્લાસ્ટિકની જગ્યાએ પેપરનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ તો તે પેપર આવશે ક્યાંથી? શું તેની માટે વૃક્ષો નહીં કાપવા પડે? આજે ઇન્ડસ્ટ્રીઝમાં પેકેજીંગ માટે પ્લાસ્ટિક રેપિંગ અને ટેપનો ઉપયોગ થાય છે. અગર પ્લાસ્ટિક ન હો તો તેની જગ્યાએ પૂઠાં અને લાકડાના બોક્ષનો ઉપયોગ કરવો પડશે. જેના માટે અઢળક વૃક્ષોનું નિકંદન નીકળી જશે. ધારોકે પ્લાસ્ટિક વડે બનેલ ઘણી વસ્તુને આપણે મેટલ વડે replace કરી નાંખીએ તો તે મેટલ આવશે ક્યાંથી?
-
ટૂંકમાં હાલની માનવ વસ્તીની જરૂરિયાતને આપણે પ્લાસ્ટિક વગર પરિપૂર્ણ ન કરી શકીએ. પ્લાસ્ટિક પ્રદૂષણ દ્વારા ઉત્પન્ન થયેલ વિપરિત અસરો માટે જવાબદાર ફક્ત આપણે જ છીએ. શું પ્લાસ્ટિક આપમેળે ગટર/સમુદ્રોમાં પહોંચી જાય છે? ના.....આપણે ફેંકીએ છીએ. અગર આપણે પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય નિકાલ કરીએ, ગમે ત્યાં ન ફેંકીએ, recycle કરીએ તેમજ સૌથી મહત્વનું એકજ વસ્તુનો વારંવાર મહત્તમ ઉપયોગ કરીએ તો પ્લાસ્ટિક વરદાન હતું, છે અને રહેશે.


Brilliant
ReplyDelete