astrology(જ્યોતિષ) આજે એકવીસમી સદીમાં પણ લોકોના માનસમાં વસેલું છે. શાયદ જ વિશ્વનું કોઇ એવું અખબાર હશે, જેની પ્રતિદિન એક કોલમ જ્યોતિષને સમર્પિત ન હો. જ્યોતિષાચાર્યોની ફૌજ દુનિયાના સર્વે 7 અબજ લોકોનું દૈનિક ભવિષ્ય સવારે 7 વાગ્યામાં ટીવી ચેનલો ઉપર બેસીને ઘોષિત કરી દે છે. મોટી સંખ્યામાં લોકો આજે પણ પેપર(અખબાર) માં પોતાનું રાશિફળ વાંચી શુભ-અશુભના વિચાર સાથે પોતાના દિવસની શરૂઆત કરે છે. એ વાત છોડો પરંતુ ભારત જેવા દેશમાં જ્યોતિષને 'જ્યોતિષ વિજ્ઞાન' ના રૂપે ભણાવીને કેટલીય યુનિવર્સિટિઓ જ્યોતિષમાં શાસકીય માન્યતા પ્રાપ્ત સ્નાતક શિક્ષા ઉપલબ્ધ કરાવી રહી છે.
-
જ્યોતિષ વિજ્ઞાન? શું જ્યોતિષ ખરેખર વિજ્ઞાન છે? જ્યોતિષનો મૂળ આધાર જ એ છે કે વ્યક્તિના જન્મના સમયે રાશિઓમાં મૌજૂદ ગ્રહોની સ્થિતિ તેના વ્યક્તિત્વ, તેના જીવન, સફળતા-અસફળતાનું નિર્ધારણ કરે છે. પણ કેવીરીતે? સૌપ્રથમ પ્રશ્ન પહેલાં એ ઉઠે છે કે જન્મ શું છે? શું જન્મ ત્યારે ગણાય જ્યારે શિશુનું માથું બહાર આવે કે પછી સંપૂર્ણ શરીર બહાર આવે? શું થાય અગર બહાર આવતાં શિશુ યોનિદ્વારમાં ફસાય જાય તો? કે જન્મ તેને ગણવો જ્યારે પ્રથમ કોષિકાનું નિર્માણ થાય? અથવા ભ્રૂણ વિકસિત થવાના બે મહિના બાદ લિંગ નિર્ધારણ થઇને તેમાં ચેતના ઉત્પન્ન થાય? આશ્ચર્યની વાત તો એ છે કે જન્મ સમય અને ગ્રહોની સ્થિતિઓ અનુસાર નવજાત શિશુના જીવનના સંપૂર્ણ લેખાજોખા તૈયાર કરવાની ડિંગો હાકનારાઓ પાસે જન્મની કોઇ પરિભાષા નથી.
-
બ્રહ્માંડની કોઇપણ વસ્તુએ અન્ય વસ્તુને પ્રભાવિત કરવા માટે સંપર્ક અનિવાર્ય છે અને સંપર્ક ફક્ત ચાર ફંડામેન્ટલ ફોર્સ(સ્ટ્રોંગ ફોર્સ, વીક ફોર્સ, ઇલેકટ્રોમેગ્નેટિક ફોર્સ અને ગ્રેવિટિ) દ્વારા જ સંભવ છે(અત્યારસુધીના થયેલાં સંશોધન મુજબ). સ્ટ્રોંગ અને વીક ફોર્સ આણ્વિક સ્તરે જ પ્રભાવી છે માટે તે આપણી માટે કોઇ કામના નથી. જ્યાંસુધી ઇલેક્ટ્રિસિટીની વાત છે તો લગભગ હરેક તારાઓ અને ગ્રહો ઇલેક્ટ્રિકલી ન્યૂટ્રલ હોય છે. મતલબ જેટલો પોઝિટિવ ચાર્જ એટલોજ નેગેટિવ ચાર્જ. કેટલાંક ગ્રહો જેમકે ગુરૂ જેવાં મેગ્નેટિક ફિલ્ડ અવશ્ય ઉત્પન્ન કરે છે પરંતુ તેઓ એટલાં દૂર છે કે તેમની મેગ્નેટિક ફિલ્ડ આપણી ઉપર કોઇજ અસર નથી કરતી. હવે બાકી રહી ગ્રેવિટિ.....
-
ગ્રેવિટિ ચારેય બળોમાં સૌથી કમજોર બળ છે. ગ્રેવિટિ અને ટાઇડલ ફોર્સ, દળ અને અંતર ઉપર નિર્ભર કરે છે. ગણિતિય રૂપે એક બાળકને છાતી સરસી ચાંપતી 'મા' પોતાના દળને કારણે બાળક ઉપર ચંદ્રની તુલનાએ એક કરોડ વીસ લાખ ગણુ ટાઇડલ ફોર્સ આરોપિત કરે છે. ગ્રેવિટિની વાત કરીએ તો આપણાં શરીર ઉપર બેઠેલું મચ્છર ચંદ્ર કરતાં વધુ ગ્રેવિટિ આપણાં ઉપર લગાવે છે. શું આપણે મચ્છરનો કુંડળીમાં સમાવેશ કરીએ છીએ? અગર નહીં તો ચંદ્રનો કેમ? મતલબ સ્પષ્ટ છે કે ગ્રેવિટિ જ્યોતિષના કાર્યસિદ્ધાંતનું મુખ્ય કારણ નથી. તો પછી એવું તે કયુ બળ છે જેના દ્વારા ગ્રહો કે ચંદ્ર આપણને અસર કરે છે? ચંદ્રની વાત કરીએ તો આપણાં સૂર્યમંડળમાં 200 થી વધુ ચંદ્રો છે. તો અન્ય ચંદ્રોમાં આ બળ નથી? અગર કાલે આપણે ચંદ્ર ઉપર રહેવા જતાં રહીએ તો શું આપણી કુંડળીમાં ચંદ્રની જરૂર નહીં રહે?
-
બીજું, કુંડળીમાં નરી આંખે જોઇ શકાતા ગ્રહોનોજ ઉલ્લેખ કેમ? જેમકે બુધ, શુક્ર, મંગળ, ગુરૂ, શનિ અને ચંદ્ર. યુરેનસ, નેપ્ચ્યુન, પ્લૂટો, એસ્ટેરોઇડ બેલ્ટ, કુપર બેલ્ટ, ઉર્ટ ક્લાઉડ કેમ નહીં? કેમકે તેમને જોવા માટે ટેલિસ્કોપની જરૂર પડે છે એટલે? ધંધામાં નુકસાન થશે કે ફાયદો? પ્રેમસબંધમાં સમસ્યા આવશે કે નહીં? સ્વાભાવિક છે બે માંથી એક થવાનું છે, કોઇ ત્રીજો વિકલ્પ છે? દુનિયામાં લગભગ 7 અબજ લોકો છે અને રાશિઓ 12. મતલબ પ્રતિદિન લગભગ 60 કરોડ લોકોનું ભવિષ્ય એક જેવું? બ્રહ્માંડમાં આપણે હર તારાઓની ભૂતકાળની છબી જોઇએ છીએ. ધારોકે કોઇ તારો હજાર વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હોય પરંતુ અંતરને કારણે તેના પ્રકાશને આપણાં સુધી પહોંચતા હજારો વર્ષ થતાં હોય(ટૂંકમાં હવે તે તારો ભલે આપણને આકાશમાં દેખાય છે પરંતુ હકિકતે તેનું અસ્તિત્વ મટી ચૂક્યું છે) તો જ્યોતિષ ઉપર આનો પ્રભાવ પડશે? સવાલો ઘણાં છે.
-
અર્થ સ્પષ્ટ છે કે જ્યોતિષ પાસે ન કોઇ મૂળભૂત ઢાંચો છે ન કોઇ વ્યવસ્થિત પરિકલ્પના. ના સટીક ભવિષ્યવાણી કરવાની યોગ્યતા છે અને ના પ્રશ્નોના સંતોષજનક ઉત્તર ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા. ફેંસલો આપના હાથમાં છે કે તમે તેને કેટલું મહત્વ આપશો!!!!
(મિત્ર વિજય દ્વારા)

No comments:
Post a Comment