શું તમે એવા કોઇ કમ્પ્યુટર વિશે વિચાર્યું છે જે કેવળ મશીન નહીં પરંતુ એક જીવંત મગજ હોય? જે વિચારી શકતું હોય, શીખી શકતું હોય તેમજ સમય સાથે પોતાને બહેતર બનાવતું હોય? જો આ તમને કોઇ સાયન્સ ફિક્શન કહાની લાગતી હોય, તો તૈયાર થઇ જાઓ કેમકે હકિકત આનાથી પણ વધુ હેરાનપૂર્ણ છે.
-
ઓસ્ટ્રેલિયન કંપની 'Cortical Labs' એ CL1 નામે દુનિયાનું સૌપ્રથમ ક્રાંતિકારી બાયોલોજીકલ કમ્પ્યુટર બનાવ્યું છે(જુઓ નીચેની ઇમેજ). જેને Synthetic Biological Intelligence(SBI) કહે છે. એક એવું કમ્પ્યુટર જે પરંપરાગત AI કરતા ક્યાંય આગળ છે કેમકે તે માનવીના મગજના ન્યુરોન્સ વડે બન્યું છે. કંપનીના સીઇઓ ડો. Hon Weng Chong ના મતાનુસાર આ શોધનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ મગજના મૂળભૂત સિદ્ધાંતોને કમ્પ્યુટરમાં સામેલ કરવાનો છે જેથી કમ્પ્યુટિંગનો એક નવો યુગ શરૂ થઇ શકે.
-
આ કમ્પ્યુટરમાં માનવીય મગજના કોષને એક સિલિકોન ચિપમાં રાખવામાં આવે છે જેમાં 59 નાના સેન્સર હોય છે જે તેમને ડિજિટલ સિસ્ટમ સાથે જોડવામાં મદદરૂપ થાય છે. CL1 એક ખાસ સોફ્ટવેર સિસ્ટમ BIOS અને Python API ઉપર કાર્ય કરે છે. CL1 ની અંદાજીત કિંમત 35,000 $ આંકવામાં આવી છે. તેની પ્રથમ ડિલિવરી લગભગ જૂન 2025 તેમજ આજ વર્ષના અંત સુધીમાં તે જરૂરિયાતોને સરળતાથી ઉપલબ્ધ હશે.
-
આ કમ્પ્યુટર, સંશોધન પ્રયોગશાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે જ બનાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે. તેથી જ તેના ઉપયોગ માટે કેટલીક મંજૂરીની જરૂર પડશે જેમકે....સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો, committees of bioethics અને સરકારી સંસ્થાઓ કે જેઓ બાયોટેકનોલોજી તથા તબીબી સાધનોનું નિરીક્ષણ કરે છે તેમની પરવાનગી વગેરે. હવે જોઇએ કે, આ કમ્પ્યુટરો શું-શું કરી શકશે?
-
આમાં રહેલ જીવંત ન્યુરોન્સના કારણે વૈજ્ઞાનિકો અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવી મગજની બીમારીઓને બિલકુલ નવા લેવલે જઇને સમજી શકશે. CL1 જાનવરો પર થતાં પ્રયોગોનો વિકલ્પ બની શકે છે. દવાઓની અસર તેમજ બાયોલોજીકલ રિસર્ચ માટે હવે પછી જાનવરોની કુરબાની આપવાને બદલે સીધેસીધા મનુષ્યોના ન્યુરોન્સ ઉપર જ અખતરાઓ કરી શકાશે કે જે ખુબજ અસરકારક રસ્તો છે. આ કમ્પ્યુટરો ડેટા સેન્ટરની વીજળી ખપતને પણ ઓછી કરશે. શું આ કમ્પ્યુટર AI કરતા પણ વધુ તાકતવર હશે? ખબર નથી આનો જવાબ ભવિષ્યની ગર્તામાં છુપાયો છે.


No comments:
Post a Comment