મનુષ્ય અને ચિમ્પાન્ઝીના ડીએનએ ખૂબ સમાન છે. આનો અર્થ એ થાય કે તેમના ન્યુક્લિયોટાઇડ બેઝનો સિકવન્સ બંને પ્રજાતિઓના ડીએનએમાં મોટાભાગે સમાન સ્થળોએ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો આપણે મનુષ્યો અને ચિમ્પાન્ઝીઓના ડીએનએ પર નજર કરીએ, તો ન્યુક્લિયોટાઇડ બેઝ (ATGC:- એડેનાઇન, થાયમિન, ગ્વાનિન અને સાયટોસિન) નો ક્રમ નીચે મુજબ છે....
માનવ :- ATGCGTACGTTAGC
ચિમ્પાન્ઝી :- ATGCGTACGTCAGC
-
ઉપરની સિકવન્સ ધ્યાનથી જુઓ...જેમાં ફક્ત એક જ સ્થાને થાયમિનની જગ્યાએ સાયટોસિન છે. બીજા બધા બેઝ સમાન છે. આનો મતલબ શું થાય? મતલબ એ જ કે, બંને પ્રજાતિઓમાં શરીરની રચના માટે જવાબદાર ઘણા પ્રોટીન અને જનીનો સમાન હોવા છતાં સૂક્ષ્મ ફેરફાર પણ પ્રજાતિઓમાં મોટા બદલાવ લાવવા સક્ષમ હોય છે. ઉદાહરણ તરીકે....FOXP2 જીન જે બોલવા અને ભાષા સંબંધિત છે, તે બંને પ્રજાતિઓમાં લગભગ સમાન છે અલબત્ત તેમાં કેવળ નજીવો ફેરફાર હોય છે અને આ જ કારણ છે કે મનુષ્યોમાં વિકસિત વાણી શક્ય છે પરંતુ ચિમ્પાન્ઝીમાં નહીં.
-
તેવી જ રીતે, મનુષ્ય અને ચિમ્પાન્ઝી બંનેમાં HAR1 જીન હોય છે જે મગજના વિકાસ માટે જવાબદાર છે પરંતુ ચિમ્પાન્ઝીની સરખામણીમાં મનુષ્યોમાં આ જીન બાબતે કેટલાક મામૂલી તફાવતો હોય છે, જેના કારણે મનુષ્ય અને ચિમ્પાન્ઝીના મગજની રચના અને કાર્યપદ્ધતિમાં તફાવત હોય છે. તો આવા ઘણા કારણો છે જેના કારણે મનુષ્ય અને ચિમ્પાન્ઝીના ડીએનએમાં 98.8% સમાનતા હોવા છતાં, તેઓ એકબીજા સાથે પ્રજનન કરી શકતા નથી. તેમના જનીનોમાં આ તફાવત આપણને તેમના શરીર, મગજ અને વાણીમાં તફાવતના કારણો દર્શાવે છે.
-
દુનિયાભરના માનવીના ડીએનએમાં ખૂબ જ સૂક્ષ્મ તફાવત છે. તેમનો ડીએનએ ૯૯.૯% મેળ ખાય છે પરંતુ ફક્ત 0.1 ટકાના સૂક્ષ્મ તફાવતો વિશ્વભરના લોકોના દેખાવ, તેમના ફિંગરપ્રિન્ટ્સ, તેમના વાળ, આંખો અને ત્વચાના રંગ વગેરેને અલગ પાડે છે. આ જ સૂક્ષ્મ તફાવત ઘણા આનુવંશિક રોગોના હોવા અથવા ન હોવા માટે કારણભૂત છે કેમકે તેમના પ્રોટીન અલગ-અલગ હોય છે. પ્રોટીનનો આજ મામૂલી અંતર લોકોના મગજની રચના અને તેમની બુદ્ધિ વધુ છે કે ઓછી છે....તે નિયંત્રિત કરે છે.
.jpg)
No comments:
Post a Comment