Saturday, June 21, 2025

Interfertile(ભાગ-1)

 



 

વિકાસ-ક્રમમાં ચિમ્પાન્ઝી મનુષ્યોના સૌથી નજીકના પિતરાઈ ભાઈઓ છે, તેમના 98.8% ડીએનએ મનુષ્યો સાથે મેળ ખાય છે. અહીં પ્રશ્ન ઉદભવે છે કે જો ચિમ્પાન્ઝી અને મનુષ્યોના ડીએનએ આટલા સમાન છે, તો પછી તેમની વચ્ચે શારીરિક અને બૌદ્ધિક તફાવત કેમ છે અને તેઓ એકબીજા સાથે આંતર-ફળદ્રુપ(interfertile) કેમ નથી? અર્થાત જો આપણે બે પ્રજાતિઓમાંથી એકના નરને બીજીના માદા સાથે ફળદ્રુપ કરવાનો પ્રયાસ કરીએ, તો તે શા માટે ફળદ્રુપ નહીં થાય? અને જો ફળદ્રુપ થઇ પણ જાય તો તે સંતાન શા માટે પોતાનો વંશવેલો વધારવામાં અસક્ષમ રહે છે? ચાલો ટેકનિકલ જવાબ જોઇએ....

-

ભલે, મનુષ્ય(Homo sapiens) અને ચિમ્પાન્ઝી(Pan troglodytes) માં ફક્ત .% નો આનુવંશિક તફાવત હોય પરંતુ પ્રજાતિઓની પ્રજનન સુસંગતતા(reproductive compatibility) જોવા માટે ફક્ત તેમનામાં તફાવત અને સમાનતાની ટકાવારી મહત્વપૂર્ણ નથી પરંતુ તે તફાવત ક્યાં છે અને તે પ્રજનન સંતુલનને કેવી રીતે અસર કરી રહ્યો છે તે પણ મહત્વપૂર્ણ છે.

-

મનુષ્યમાં રંગસૂત્રોની 23 જોડી હોય છે જ્યારે ચિમ્પાન્ઝીમાં 24 જોડી હોય છે. ચિમ્પાન્ઝીના એક પૂર્વજના તે વંશજ જ્યાંથી માનવ વંશ અને કપિ વંશ અલગ થયો તેમાં રંગસૂત્ર જોડી નંબર 12 અને 13 આપસમાં મળી ગઇ અને તેમણે માનવીમાં રંગસૂત્ર જોડી નંબર 2 બનાવી. આના પ્રમાણ ઘણા છે જેમકે....'ટેલોમેર સિક્વન્સ'--- જે રંગસૂત્રના છેડે હોય છે તે માનવ રંગસૂત્રની જોડી નંબર 2 ની મધ્યમાં જોવા મળે છે કે જે કપિઓની રંગસૂત્રોની બે જોડીનું પરસ્પર જોડાણ દર્શાવે છે(જુઓ નીચેની ઇમેજ).




-

વધુમાં, માનવ રંગસૂત્ર નંબર 2 માં બે 'સેન્ટ્રોમેર ક્ષેત્ર' હોય છે જેમાંથી એક નકામો હોય છે. પણ બે રંગસૂત્રોના વિલયને દર્શાવે છે. માનવ રંગસૂત્ર જોડી નંબર 2 ની બેન્ડિંગ પેટર્ન અને જનીન ગોઠવણી ચિમ્પાન્ઝીના રંગસૂત્ર જોડી 12 અને 13 ની સંયુક્ત રચના સાથે મેળ ખાય છે. બધું કપિ-માનવ પૂર્વજોમાં રંગસૂત્રોના મિશ્રણ તરફ નિર્દેશ કરે છે.

-

અત્યાર સુધીની ચર્ચાનો ટૂંકસાર એટલો છે કે, ભલે બે પ્રજાતિઓ ગમે તેટલું સમાન ડીએનએ ધરાવતી હોય તો પણ જાણવું મહત્વપૂર્ણ છે કે તેમનું 'gene expression' કેવું છે એટલેકે કયા પ્રકારના જનીનો તેમની અસર દર્શાવી રહ્યા છે. પરિબળોથી સમાગમ વ્યવહાર, પ્રજનન ચક્ર અને પ્રજનન શરીરરચના પણ નક્કી થાય છે. જો આપણે પેટ્રી ડીશમાં માનવ અને ચિમ્પાન્ઝીના શુક્રાણુ અને અંડાણુંને ફળદ્રુપ કરવાનો પ્રયાસ કરીએ તો તે સામાન્ય રીતે શક્ય નહીં બને.

-

આનું કારણ છે કે પ્રોટીન બનાવતા જનીનો મોટાભાગે સમાન હોવા છતાં, કેટલાક નાના તફાવતો એક પ્રજાતિના શુક્રાણુને બીજી પ્રજાતિના અંડાશયના zona pellucida સાથે જોડાતા અને તેમાં પ્રવેશતા અટકાવી શકે છે અને જો આવું થઇ પણ ગયું તો તફાવતોને કારણે zygote(ફળદ્રુપ ઇંડા) માં mitotic cell division શક્ય નહીં બને તથા ગર્ભમાં તેનો વિકાસ થશે નહીં કેમકે સ્થિતિમાં એક તરફથી 23 અને બીજી બાજુથી 24 રંગસૂત્રો આવશે. એક અસમાનતા(disparity) હશે. પરિણામે રંગસૂત્રોની જોડી બની શકશે નહીં તેમજ તેઓમાં કોષિકા વિભાજન પણ નહીં થાય.

-

જો બે પ્રજાતિઓ વચ્ચેનો તફાવત ખૂબ ઓછો હશે અને પ્રકારનો zygote નવા જીવની રચના માટે કોષ વિભાજનમાંથી પસાર થઇ ગયો, તો પણ meiotic cell division થશે નહીં અને તેમાં ગેમેટ્સ બનશે નહીં. ફળસ્વરૂપ તે સંતાન પોતાનો વંશવેલો વધારવામાં અસક્ષમ હશે. ઉદાહરણ તરીકે, ઘોડામાં 32 જોડી રંગસૂત્રો હોય છે અને ગધેડામાં 31 જોડી હોય છે. તેથી તેમની વર્ણશંકર ઓલાદ 'ખચ્ચર' માં 63 રંગસૂત્રો હોય છે, જે એક વિષમ સંખ્યા હોવાને કારણે જોડી બનાવી શકતા નથી અને તેથી મેયોટિક કોષ વિભાજનમાંથી પસાર થઈ શકતા નથી.

 


 

 

No comments:

Post a Comment