Saturday, June 28, 2025

Tesla Home

 



 

એક સમાચારે આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચાવી છે. ઇલોન મસ્કે એલાન કર્યું છે કે, તેઓ ખુબજ જલ્દી એક એવું ઘર માર્કેટમાં લોન્ચ કરવા જઇ રહ્યાં છે જેની કિંમત ફક્ત 6789$ હશે. જો યોજના સફળ રહી તો, તે કેવળ પૈસાની બચતનો રસ્તો રહી પણ અમેરિકાની housing crisis નો એક નવો ઉકેલ પણ સાબિત થશે. દિવસે ને દિવસે ઘરોની કિંમતો ત્યાં વધી રહી છે જ્યારે આવક લગભગ ત્યાંની ત્યાં છે. સ્થિતિમાં ઘણા લોકો માટે ઘર ખરીદવું એક સપનું બનીને રહી ગયું છે. તેથી મસ્કનો સસ્તા ઘરનો આઇડિયા એવા લોકો માટે મદદગાર સાબિત થશે જેઓ પહેલી વાર ઘર ખરીદી રહ્યાં હોય.

-

હવે જોઇએ કે, નાના ઘરો કઇરીતે બનાવવામાં આવશે? તેમાં શું-શું સુવિધા હશે? તેમજ તેના કેવા ફાયદા હશે? કાર્ય તેમણે Boxabl નામક કંપનીના સહયોગ વડે કર્યું. કંપની ફોલ્ડેબલ અને મોડ્યુલર ઘરો બનાવે છે. ઘરો સસ્તા, ઓછી જગ્યા રોકતા તેમજ તુરંત બની જાય છે. પ્રાથમિક સમજણ માટે એક વીડિયો જુઓ....

 

https://www.google.com/search?q=boxabl+house+6789%24+elon+musk&sca_esv=2d13d23ad97c2b00&udm=7&biw=1536&bih=766&ei=sepfaLnsKJzLseMPyaHygAI&oq=boxabl+house+6789%24+&gs_lp=EhZnd3Mtd2l6LW1vZGVsZXNzLXZpZGVvIhNib3hhYmwgaG91c2UgNjc4OSQgKgIIATIFECEYoAEyBRAhGKABMgUQIRigATIFECEYoAFIwt4BUJcJWOTIAXABeACQAQCYAbIBoAGLC6oBBDAuMTC4AQHIAQD4AQH4AQKYAgugAqUMwgIFEAAYgATCAgYQABgIGB7CAgsQABiABBiGAxiKBcICCBAAGKIEGIkFwgIFEAAY7wXCAgYQABgWGB7CAggQABiABBiiBMICChAAGIAEGEMYigWYAwCIBgGSBwQxLjEwoAf6KrIHBDAuMTC4B5IMwgcEMy0xMcgHfA&sclient=gws-wiz-modeless-video#fpstate=ive&vld=cid:d9b3c50c,vid:WJ3QIOOLEcc,st:0

 

375 સ્કેવર ફૂટનું ઘર તેના ઓછા વિસ્તારનો બખુબી ઉપયોગ કરે છે. જગ્યા નાની છે પરંતુ તેમાં જરૂરિયાતની હર વસ્તુ મૌજૂદ છે. દિવાલોમાં R24 અને છતમાં R40 નામક ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્સ્યુલેશન બાહ્ય વાતાવરણને આંતરિક વાતાવરણથી અલગ રાખે છે. ઘરની છત ઉપર સોલાર પેનલ પણ લગાવી શકાય છે. આમ તો ઘર 375 સ્કેવર ફૂટનું હોય છે પરંતુ પરિવહન હેતુ તેને વાળી શકાય છે. વાળ્યા બાદ તેની પહોળાઇ કેવળ આઠ ફૂટની થઇ જાય છે. પરિણામે તે સામાન્ય ટ્રકમાં આરામથી સમાઇ શકે છે.

-

કારણે તેની shipping cost ઘણી ઓછી થઇ જાય છે. મુકામ ઉપર પહોંચ્યા બાદ તૈયાર ફાઉન્ડેશન પર unfold કરીને ઘર સંપૂર્ણપણે ચોવીસ કલાકમાં તૈયાર થઇ જાય છે. જો સરખામણી કરીએ તો અમેરિકામાં સામાન્યપણે પરંપરાગત ઘરોની લાગત 150 થી 250 $ પ્રતિ સ્કવેર ફૂટ રહે છે જ્યારે નાના ઘરોની લાગત ફક્ત 18.12 $ પ્રતિ સ્કવેર ફૂટ રહે છે.

-

હવે જોઇએ કે, આમાં કઇ-કઇ વસ્તુઓ સામેલ નથી. જો સોલાર પેનલ લગાવવી હોય તો તેનો એકસ્ટ્રા ચાર્જ 4000 થી 8000 $ જેટલો હોય શકે છે. એજ પ્રમાણે આંતરિક ભાગોને અપગ્રેડ કરવું હોય તો 1000 થી 3000 $ જેટલો ચાર્જ લાગી શકે. બીજું, કિંમતમાં ઘરની જમીન સામેલ નથી. ઘરને પાણી, ગટર અને વીજળીની જોગવાઇ માટે અમેરિકામાં લગભગ 1500 થી 5000 $ નો ખર્ચો આવે છે. તેમ છતાં, ઘરો ઘણાં સસ્તા તો છે !!