JWST(James Webb Space
Telescope) સ્પેસમાં એક સર્વે કરી રહ્યું છે જેને JADES(JWST Advanced Deep Extragalactic Survey) તરીકે ઓળખવામાં આવે છે. જેમ્સ વેબ આ પ્રોગ્રામ અંતર્ગત ઘણી મોટી-મોટી તેમજ અજીબો-ગરીબ ગેલેક્ષીને શોધી ચૂક્યું છે. આજ પ્રોગ્રામ અંતર્ગત હવે તેણે એક કુતૂહલભરી એવી ગેલેક્ષી શોધી છે, જેણે વૈજ્ઞાનિકોને માથું ખંજવાળવા મજબૂર કર્યાં છે. 26 માર્ચ 2025 એ, શોધાયેલ એક એવી ગેલેક્ષી જેનું વર્ણન કરવા માટે મોર્ડન કોસ્મોલોજી થીઅરી પણ સક્ષમ નથી. આ ગેલેક્ષી પૃથ્વીથી લગભગ 33 અબજ પ્રકાશવર્ષ દૂર છે. ઠીક છે, તો આ ગેલેક્ષીમાં એવું તે શું છે? વાંચો આગળ.....
-
આ ગેલેક્ષીના વિચિત્ર ગુણધર્મને જાણતા પહેલાં આપણે બિગબેંગ પછીના એક ખાસ સમયગાળા The Dark Ages અને Reionisation ને સમજવું પડશે(જુઓ નીચેની ઇમેજ). બિગબેંગના 3,79,000 વર્ષ પછી બ્રહ્માંડનું તાપમાન ખુબજ ઠંડુ પડી ચૂક્યું હતું. આ તે સમયગાળો હતો જ્યારે બ્રહ્માંડમાં મૌજૂદ પ્લાઝમા, અણુમાં રૂપાંતરિત થઇ રહ્યું હતું. આ અણુઓ દરઅસલ હાઇડ્રોજન, હીલિયમ અને લિથિયમ ગેસના હતાં.
-
આજ એ સમય હતો જ્યારે સૌપ્રથમ વખત બ્રહ્માંડમાં પ્રકાશે જન્મ લીધો જેને આજે આપણે cosmic microwave background ના નામે જાણીએ છીએ. એવું માનવામાં આવે છે કે, આના 200 મિલિયન વર્ષ પછી પણ બ્રહ્માંડ મોટેભાગે અંધારિયું હોવાની સાથેસાથે હાઇડ્રોજનના ન્યૂટ્રલ અણુઓ વડે ખદબદતું હતું. ન્યૂટ્રલનો મતલબ એ છે કે, આ હાઇડ્રોજન ions ને બદલે અણુઓ સ્વરૂપે મૌજૂદ હતાં અને ખુબ ઉચ્ચ ઊર્જા યુક્ત પ્રકાશને શોષવા સક્ષમ હતાં. ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ કિરણો, ગામા કિરણો અને X-rays... હાઇડ્રોજન ગેસના અણુઓ સાથે ટકરાયા અને તેમને ions માં રૂંપાતરિત કર્યાં તથા તેઓ આજ ions માં કેદ થઇ ગયા.
-
બ્રહ્માંડના શરૂઆતી સમયમાં મૌજૂદ સૌથી પહેલી અને શક્તિશાળી કેટલીક એવી રોશનીઓ જેમણે અલ્ટ્રાવાયોલેટ અને X-rays ને જન્મ આપ્યો, તે આપણા માટે અદ્રશ્ય છે. આ રોશનીઓને Dark Ages અને Reionisation દરમિયાન કેટલાક પદાર્થોએ શોષી લીધી, જેના વિષે આપણને કોઇ માહિતી નથી. આટલું જાણ્યા બાદ હવે મુખ્ય મુદ્દા ઉપર પરત ફરીએ...
-
આ ગેલેક્ષી જેને શોધવામાં આવી છે તે, Reionisation ના સમયગાળાથી મૌજૂદ છે અને આપણે ઉપર જોઇ ગયા તેમ આ સમયગાળાની ઘણી ઘટનાઓનું આંકલન કરવું મુશ્કેલ છે, બિલકુલ તે જ પ્રમાણે આ ગેલેક્ષીના વ્યવહારને સમજવું પણ આસાન કામ નથી. એવું કેમ? ચાલો જોઇએ...વૈજ્ઞાનિકો અનુસાર સૌથી અચરજપૂર્ણ વાત એ છે કે...આ ગેલેક્ષીના આપણાથી રહેલ અંતરને ધ્યાનમાં રાખીએ તો, તેમાંથી નીકળેલ અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલા નબળા હોવા જોઇએ જેનો પત્તો(detect) જ ન લગાડી શકાય.
-
પરંતુ!! આ ગેલેક્ષીમાં એવું કંઇક તાકતવર મિકેનિઝમ મૌજૂદ છે, જે એટલા શક્તિશાળી અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉત્પન્ન કરી રહ્યું છે જેને આટલું અંતર કાપવા છતાં પણ અવલોકન કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ આ સિવાય પણ ઘણી ગેલેક્ષીઓનું અધ્યયન કર્યું છે જેના સ્પેક્ટ્રોસ્પિક વિશ્લેષણની કોઇને કોઇ drop of value હતી, અર્થાત કોઇ ખાસ અલ્ટ્રાવાયોલેટ ફ્રિકવન્સી ઉપર આ ગેલેક્ષીઓ દેખાતી ન હતી પરંતુ આ ગેલેક્ષીના ગુણધર્મો આ વાત ખોટી પાડે છે, કેમકે તે નિરંતર શક્તિશાળી અલ્ટ્રાવાયોલેટ કિરણોને મુક્ત કરી રહી છે જેને Lyman Alpha Emission કહે છે.
-
કેટલાક વૈજ્ઞાનિકોના મતે આ ગેલેક્ષીની અંદર ખુબ વધુ માત્રામાં મહાકાય અને ગરમ તારાઓ મૌજૂદ છે જ્યારે કેટલાક વૈજ્ઞાનિકોના મતે આની અંદર population-3 તારાઓ પણ મૌજૂદ હોઇ શકે છે જેઓ બિગબેંગ પછી બનનારા પ્રથમ તારાઓ હતાં. એવું પણ બની શકે કે, આ ગેલેક્ષીની મધ્યમાં એક વિશાળ અને શક્તિશાળી બ્લેકહોલ મૌજૂદ હો!! જો ત્યાં કોઇ વિશાળ અને શક્તિશાળી બ્લેકહોલ મૌજૂદ હશે તો, આ મનુષ્યો દ્વારા શોધાયેલ સૌથી દૂરનો બ્લેકહોલ હશે. બીજું, જો આવો કોઇ બ્લેકહોલ ત્યાં મૌજૂદ હશે તો, તે એટલો વિશાળ હશે કે બ્લેકહોલની evolution ની થીઅરીને પણ ચેલેન્જ કરશે.
-
કેટલાક વૈજ્ઞાનિકોના મતે આ ગેલેક્ષીએ પોતાની ચોતરફ એક બબલ બનાવી લીધો છે જે પહેલેથી જ સંપૂર્ણપણે ionized છે અને જેનો ફેલાવો આપણી આકાશગંગા કરતા બે ગણો હોઇ શકે છે. પરંતુ!! આટલો મોટો બબલ બનાવવા તેમજ પોતાની આસપાસ હરએક વસ્તુને re-ionized કરવા માટે એક ગેલેક્ષીનું વિશાળકાય હોવું અત્યંત જરૂરી છે. એની વે, ફિલહાલ વૈજ્ઞાનિકો આ વિશે કંઇપણ કહેવા સક્ષમ નથી. જેમ-જેમ ટેકનોલોજી આગળ વધશે તેમ-તેમ જવાબો મળતા જશે.


No comments:
Post a Comment