Saturday, May 17, 2025

Ghibli

 


 

એક વખત એવું બન્યું કે.....1980 ના શરૂઆતી સમયમાં જાપાનનો એક નાનકડો સ્ટુડિયો નવા સપનાઓ સાથે બદલવા લાગ્યો. સ્ટુડિયોની અંદર બે મહેનતુ વ્યક્તિ Hayao Miyazaki અને Isao Takahata પોતાના વિચારોને કાગળ ઉપર એક નવું રૂપ આપવામાં વ્યસ્ત હતાં. 1984 માં આવેલ એનિમેટેડ ફિલ્મ 'The valley of the wind' થી પોતાની સફર શરૂ કરનારા miyazaki તે ફિલ્મની હરએક ફ્રેમ પોતાના હાથો વડે ચિત્રણ કરી કાગળ ઉપર બનાવી હતી. એક-એક વિગતને એટલી ધ્યાનથી આવરી લેવામાં આવી હતી જાણે એવું પ્રતિત થતું હતું કે, કોઇ એનિમેટેડ નહીં પરંતુ વાસ્તવિક ફિલ્મ હોય!

-

ફિલ્મ હિટ થઇ પરંતુ તો ફક્ત શરૂઆત હતી. ફિલ્મની સફળતાથી પ્રેરાઇને તેમણે Toshio Suzuki સાથે એક એનિમેટેડ સ્ટુડિયોની શરૂઆત કરી જેનું નામ હતું......Ghibli Studio. હકિકતે ગીબલી શબ્દનું મૂળ ઇટાલિયન અને અરેબિયન ભાષામાં છે. અરેબિકમાં તેનો અર્થ થાય છે....ગરમ હવા જે ઉત્તરીય આફ્રીકન રણમાં નિયમિત વહેતી રહે છે. મિયાઝાકીએ નામનો પ્રતિકાત્મકરૂપે ઉપયોગ કર્યો કે, એક તાજી હવા જે એનિમેટેડ ઇન્ડસ્ટ્રીઝમાં નવા વિચારો અને સર્જનાત્મકતાને લઇને આવશે. સ્ટુડિયોએ ઘણી ઓસ્કાર વિનિંગ ફિલ્મો આપી પણ શું તમે જાણો છો કે, આર્ટ પાછળનું સાયન્સ શું છે? ચાલો સમજીએ...

-

ghibli art માં હળવા(soft) તેમજ pastel રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. તે રંગો parasympathetic nervous system ને સક્રિય કરે છે અને visual cortex ને ઉત્તેજીત કરે છે, જે realistic feel અને emotional engagement ને વધારે છે. વધુમાં, ghibli art ના highly detailed visual....હિપ્પોકેમ્પસની મેમરી સાથે connection બનાવે છે, પરિણામે દર્શક એક લાગણીશીલ જોડાણ અનુભવે છે.

-

ghibli art માં ફિઝિક્સના નિયમોનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમકે...પવનના હિલચાલની પેટર્ન, આગ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગુરુત્વાકર્ષણની વિવિધ પદાર્થો ઉપર પડનારી અસરો વગેરેને એટલા બખુબી તેમાં આવરી લેવાયા છે કે, મગજ.....કોઇપણ જાતના પ્રયત્ન વિના બધી બાબતોને વાસ્તવિક જીવનના અનુભવ સાથે match કરે છે. મિયાઝાકીએ પોતાની આર્ટમાં જેટલા પણ ફૂલ, છોડવા અને જંતુઓની પ્રજાતિઓ બનાવી છે, તે લગભગ વાસ્તવિક દુનિયામાં મૌજૂદ છે(સિવાય કે સ્ટોરીના કોઇ મહત્વપૂર્ણ જાદુઇ પાત્રને છોડીને).

-

પરંતુ!! હવે AI જનરેટેડ Ghibli ઇમેજનો વાયરો વાયો છે, તો તેના કેટલાક નકારાત્મક પાસા પણ જોઇએ. 2024 ના અંત અને 2025 ના શરૂઆતમાં જ્યારે લોકોએ AI ની મદદથી પોતાની Ghibli બનાવવાનું શરૂ કર્યુ, ત્યારથી કેટલાક પ્રશ્નો ઉભા થયા છે જે art community અને મૌલિકતાને અસર કરે છે. Ghibli ફિલ્મની ખાસિયત છે તેના હાથ વડે દોરેલા એનિમેશન અને અનન્ય કલાત્મક સ્પર્શ જે AI માં જોવા નથી મળતો કેમકે AI વડે બનાવેલ આર્ટ કેવળ એક અલ્ગોરિધમનું આઉટપુટ હોય છે. તેથી ઘણા વ્યાવસાયિક કલાકારો આની વિરૂધ્ધ છે.

-

બીજું નકારાત્મક પાસું copyright બાબતે છે....પહેલી નજરે એવું લાગે કે, AI વડે બનાવેલ આર્ટ અસલ ક્રિએટરની મંજૂરી વિના તેમની સ્ટાઇલને કોપી કરે છે પરંતુ એવું નથી. હકિકતે AI સીધેસીધું સ્ટાઇલને કોપી નથી કરતું પણ સ્ટાઇલ અને પેટર્નને અલગ કરીને નવા આઉટપુટનું સર્જન કરે છે. આજ કારણ છે કે, અત્યારસુધી કોઇપણ copyright ના કોર્ટ કેસ AI ની વિરૂધ્ધ નથી નોંધાયા પરંતુ આનો મતલબ હરગીઝ એવો નથી કે કાનૂની સમસ્યા નથી. હકિકતે copyright કાયદો નિશ્ચિત આર્ટવર્ક અથવા સીધેસીધા ઉત્પાદન ઉપર લાગુ પડે છે કલાત્મક શૈલી ઉપર નહીં. આજ કારણ છે કે, વસ્તુ એક લીગલ ગ્રે એરિઆમાં આવે છે. ઉદાહરણ તરીકે....જો કોઇ વ્યક્તિ એક પેઇન્ટિંગ બનાવે જે લિયોનાર્ડોની સ્ટાઇલને લગતું હો, તો તેની ઉપર copyright નો દાવો માંડી નથી શકાતો.

-

હકિકત છે કે....AI વડે બનાવેલ આર્ટ ઉપર હાલના copyright કાયદાઓ પુરાણા(outdated) છે. દરઅસલ, કોર્ટ પાસે બાબતે સ્પષ્ટ ફ્રેમવર્ક નથી. વધુમાં, લોકો દ્વારા જનરેટેડ AI ઇમેજના પરિણામે AI ના પ્રોસેસિંગ યુનિટ ઉપર લોડ પણ ખુબ વધી ગયો છે. તેથી મિયાઝાકીએ કહેવું પડ્યું કે મનુષ્ય હવે પોતાનો આત્મવિશ્વાસ ખોઇ ચૂક્યો છે અને પોતે હવે કશુંય કરી શકે એમ નથી. ખેર, તેમનો અંગત મત છે છતાં તમારું શું માનવું છે?

 


No comments:

Post a Comment