પુરુષના શરીરમાં વીર્ય(Semen) ઉત્પન્ન થાય છે. તે શુક્રાણુઓ અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવનું મિશ્રણ છે. પ્રતિ મિલીલીટર વીર્યમાં 1.5 કરોડથી 20 કરોડ શુક્રાણુઓ હોય છે. એક સ્ખલનમાં 2 થી 5 મિલીલીટર વીર્ય બહાર આવે છે. આનો અર્થ એ છે કે એક જ સ્ખલનમાં ત્રણ કરોડથી એક અબજ શુક્રાણુઓ હોઈ શકે છે.
-
શુક્રાણુઓ નર સેક્સ કોષો હોય છે જે અંડકોષ(Testicles) માં નિર્માણ પામે છે. આ Haploid કોષો છે. અર્થાત તેમાં રંગસૂત્રો(chromosome) ની સંખ્યા સામાન્ય કોષોની રંગસૂત્રોની સંખ્યા કરતાં અડધી હોય છે. એજ પ્રમાણે સ્ત્રીના અંડાણુ કોષમાં પણ અડધા જ રંગસૂત્રો હોય છે. ગર્ભાધાન સમયે જ્યારે બંન્નેનું મિલન થાય ત્યારે ફરી Diploid એટલેકે પૂર્ણ રંગસૂત્રોવાળા કોષો બને છે. જે વારંવાર વિભાજીત થઇને નવા જીવતંત્રનું શરીર બનાવે છે.

No comments:
Post a Comment