Saturday, May 4, 2024

Artificial Intelligence(ભાગ-17)

 



 

scarecrow એટલેકે ખેતરમાં ઉભો કરાતો ચાડિયો કે જે જાનવરોને ભગાડવામાં મદદરૂપ થતો હતો, તેનું સ્થાન હવે AI લેવા જઇ રહ્યું છે(જુઓ નીચેની ઇમેજ). AI આધારિત આધુનિક ચાડિયો જાનવરો તો ઠીક પરંતુ જંતુઓ(insects)/પક્ષીઓને પણ ખેતરમાં પ્રવેશવા નથી દેતો. સૌપ્રથમ એક સિમ્પલ ઇલેક્ટ્રોનિક ચાડિયાની કાર્યપધ્ધતિ ઉપર નજર કરીએ...



-

તેની ઉપર લાગેલ સોલર પેનલ દ્વારા તે ઉર્જા મેળવે છે અને તેને સંગ્રહિત પણ કરે છે. તેને USB દ્વારા પણ ચાર્જ કરી શકાય છે(જુઓ તેના વિવિધ ભાગો નીચેની ઇમેજમાં). તેમાં વિવિધ સેન્સર્સ લાગ્યા હોય છે. જ્યારે કોઇ જાનવર તેની રેન્જ(કાર્યક્ષેત્રની મર્યાદા)માં આવે છે ત્યારે તેનું motion detector સેન્સર સક્રિય થઇ જાય છે. motion detector કોઇપણ જીવની શારીરિક ગરમી(heat profile) ને ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમમાં દૂરથી વાંચી લે છે. પ્રતિક્રિયારૂપે તેમાં મૌજૂદ સફેદ flashing light જે તે જાનવરને ડરાવવા માટે ઝબૂકવા માંડે છે.



-

ચાલો ઠીક છે પરંતુ તે જાનવરોને ભગાડે છે કઇરીતે? તેની પ્રાથમિક જાણકારી માટે નીચે મૌજૂદ વિડીયો જુઓ. તેમાં સ્પીકર પણ હોય છે જેમાંથી એક ખાસ પ્રકારનો અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે. જેને મનુષ્યો સાંભળી નથી શકતાં પરંતુ જાનવરો સાંભળી લે છે. અવાજ તેમને પરેશાન કરે છે, તેથી તેઓ આનાથી દૂર ભાગવાનો પ્રયાસ કરે છે. પ્રકારના અવાજને high energy painful noise કહે છે. આવા અવાજને ultrasonic band માં ઉત્પન્ન કરવામાં આવે છે.

-

હવે અહીં તમને પ્રશ્ન થશે કે, કાર્ય તો સિમ્પલ કોઇ પ્રોગ્રામિંગ સાધન પણ કરી શકે છે, તો પછી AI ની અહીં શું જરૂર છે? તો, University of California, Davis હાલમાં AI આધારિત ચાડિયા બનાવવાનું શરૂ કરી દીધું છે. માટે તેમણે ઘણો બધો ડેટા એકઠો કર્યો. જે અંતર્ગત એક ચાડિયાને એક વર્ષ સુધી ખેતરમાં ઉભો રાખ્યો. તેણે ખુબ નિરીક્ષણ કર્યુ જેમકે કયું જાનવર વર્ષમાં કેટલીવાર ખેતરમાં આવે છે, કયા સમયે આવે છે, કયો પાક ખાવા આવે છે, કઇ ઋતુમાં આવે છે? વગેરે. તે કાર્ય આસાનીથી કરી શકે છે કેમકે તેની પાસે સઘળા જીવોની heat profile છે તેથી તે સઘળા જીવોને detect કરી શકે છે. સઘળા ડેટાને તે રેકોર્ડ કર્યે રાખે છે અને તેમાં તે પેટર્ન શોધે છે.

-

AI....narrow base sound waves પણ આપશે. અર્થાત તમે પસંદગી કરી શકશો કે અમુક જાનવરોને એન્ટ્રી આપવી અને અમુકને નહીં, અવાજની ફ્રીકવન્સીને વધઘટ કરવી વગેરે. ભવિષ્યમાં તમને કોઇપણ જાનવરથી તકલીફ નહીં પડે તેવા સુક્ષ્મ સાધનો AI વડે બનશે. તમારા ઘરમાં જો સાપ આવી ચઢ્યો તો જસ્ટ એક નાના ક્લિકરની સ્વિચ દબાવી તે સાપને ઘરની બહાર ભગાડી શકશો. ના કોઇ લાકડીની જરૂર પડશે કોઇ હથિયારની. કોઇ જાનવર તમારા ઉપર હુમલો નહીં કરી શકે ભલે તમે તે જાનવરોના ટોળામાં ઘેરાઇ ગયા હોય તો પણ. ભવિષ્યમાં સુવિધા મોબાઇલમાં પણ ઉપલબ્ધ હશે.

 

 

https://www.google.com/search?q=https%3A%2F%2Fwww.youtube.com%2Fwatch%3Fv%3DHCY-aA-NQFo&sca_esv=593706337&source=hp&ei=IXiKZYG7HKqVseMP65eFoAU&iflsig=AO6bgOgAAAAAZYqGMfyCBrtKB3BIclxeGKligejFFktC&ved=0ahUKEwjBz7L8wayDAxWqSmwGHetLAVQQ4dUDCAo&uact=5&oq=https%3A%2F%2Fwww.youtube.com%2Fwatch%3Fv%3DHCY-aA-NQFo&gs_lp=Egdnd3Mtd2l6IitodHRwczovL3d3dy55b3V0dWJlLmNvbS93YXRjaD92PUhDWS1hQS1OUUZvSPgKUABYAHAAeACQAQCYAfIBoAHyAaoBAzItMbgBA8gBAPgBAvgBAQ&sclient=gws-wiz#fpstate=ive&vld=cid:0d883990,vid:HCY-aA-NQFo,st:0

 

 

 

 

No comments:

Post a Comment