એવા ઘણાં મ્યૂઝિઅમો તમે જોયા હશે, જેમાં કાચની બરણીઓમાં વિવિધ જીવોને સાચવવામાં આવે છે જેથી તેઓ ખરાબ ન થાય(જુઓ નીચેની ઇમેજ-1). ખરાબ ન થવાનું કારણ? એક ખાસ પ્રકારનું રસાયણ(હકિકતે ગેસ) તેમાં નાંખવામાં આવે છે જેને formaldehyde કહે છે(જુઓ તેનું બંધારણ અને ફૉર્મ્યૂલા, નીચેની ઇમેજ-2 માં). આ ગેસ ઝેરીલો તેમજ રંગહીન હોય છે અને room temperature એ જ્વનલશીલ હોય છે, તુરંત આગ પકડી લે છે. પરંતુ!! formaldehyde આપણા રોજબરોજના જીવનમાં વિવિધ સ્વરૂપે સામાન્ય થઇ ચૂક્યું છે.
-
વૈજ્ઞાનિકોએ 2004 માં જ જણાવી દીધું હતું કે formaldehyde કેન્સર માટે કારણભૂત છે(સંદર્ભ International Agency for Research on Cancer(IARC) નું એક classified document છે જેની લિંક નીચે મૌજૂદ છે). તેમણે કહ્યું કે formaldehyde, ગ્રુપ-1 carcinogenic (કેન્સર ઉત્પન્ન કરનાર) છે. આ શું છે? તેની ચર્ચા પછી તે પહેલાં એ જાણી લઇએ કે આ સંગઠન શું કરે છે? આ સંગઠન કેન્સર માટે કારણભૂત વિવિધ તત્વોની આપણને જાણકારી આપે છે તેમજ તેમને તેમની અસરકારકતા અનુસાર અલગ-અલગ ગ્રુપમાં વહેંચે છે(જુઓ નીચેની ઇમેજ).
https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC8749969/
ગ્રુપ-1 નો મતલબ છે એવા તત્વો જે કેન્સર માટે ચોક્કસપણે કારણભૂત છે તેમજ તે માટેની પૂરતી અને અઢળક સાબિતીઓ આપણી પાસે મૌજૂદ છે. ગ્રુપ-2A માં એવા તત્વો રખાયા છે જેમની ઉપર મર્યાદિત રિસર્ચ થઇ છે અને આપણને એવું લાગે છે કે, આ તત્વો પણ મનુષ્યો માટે કેન્સરનું કારણ બની શકે છે. 2B ગ્રુપ, 2A ગ્રુપ કરતા પણ કેન્સર માટે ઓછી શક્યતાઓ ધરાવે છે. ગ્રુપ-3 માટે ખુબજ નહિવત સાબિતીઓ તથા ગ્રુપ-4 માટે કોઇજ સાબિતી નથી. માટે જો કોઇ વસ્તુ ઉપર તમે IARC ની રેટિંગ જુઓ(લગભગ તો આ રેટિંગ જોવાની જ નહીં મળે કેમકે કોઇ જાણી જોઇને પોતાના પગ ઉપર કુહાડી થોડી મારશે?) તો, જે તે તત્વની કેન્સરની ઘાતકતા વિશે ખ્યાલ આવશે. તેમ છતાં, ઘણી એવી કંપનીઓ પણ છે જેઓ પોતાના પ્રોડક્ટ ઉપર લખે છે કે, આ formaldehyde મુક્ત પ્રોડક્ટ છે.
-
તાજેતરમાં અમેરિકાની Food and Drug
Administration(FDA) એ એલાન કર્યુ છે કે આ રસાયણને વિવિધ વાળના સૌંદર્ય પ્રસાધનોમાં થી હટાવવામાં આવે, ખાસ કરીને જે વાળોને સીધા કરે છે તેમાંથી. જરા વિચારો! 2004 માં, એટલેકે જે તત્વની ઘાતકતા અંગે વીસ વર્ષ પહેલાં જ સંશોધકોએ જણાવ્યું હતું તેને વીસ વર્ષ સુધી બજારમાં ખુલ્લેઆમ શા માટે વેચવામાં આવ્યું? આનો જવાબ છે....માફિયા. જી હાં, આ જાયન્ટ multinational કંપનીઓનો જ દબદબો છે જેઓ કોઇપણ દેશની સત્તા પણ પલટી શકે છે.
-
એક ઉત્પાદન તરફ જઇએ...જેનું નામ છે..Brazilian Blowout કે જે વાળને સીધા કરવા માટે તેમજ silky કરવા માટે વપરાય છે. આ સઘળી પ્રક્રિયા દરમિયાન વાળની ચોતરફ એક સિલિકોન આધારિત serum(પ્રવાહી) ની લુગદી લગાડવામાં આવે છે, પછી તેને ધીમેધીમે ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાથી વાળની બાહરી તરફ એક કવચ/આવરણનું નિર્માણ થાય છે જેને કારણે વાળ સીધા અને silky હોવાનું પ્રતિત થાય છે(જુઓ નીચેની ઇમેજ). યાદરહે, આ પ્રોસેસ કેવળ મહિલાઓ જ નથી કરાવતી બલ્કે અઢળક પુરૂષો પણ કરાવે છે. hair straightener ની લગભગ પ્રોડક્ટ્સમાં formaldehyde નો ઉપયોગ થાય છે.
-
હવે સવાલ ઉદભવે છે કે શું આ કેમિકલનો ઉપયોગ ફક્ત hair cosmetics માં જ થાય છે? જી નહીં...આ કેમિકલ કાપડ ઉદ્યોગ, આપણા ઘરમાં વપરાતી ઘણી વસ્તુઓ(જેમકે dishwashing liquid) માં પણ મૌજૂદ હોય છે. ઇવન કે દવા બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે પરંતુ તેઓમાં તેની માત્રા અતિમર્યાદિત માત્રામાં(controlled way) હોય છે.
-
ફિલહાલ અમેરિકાના california અને maryland માં આ રસાયણ ઉપર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે. આ પાબંદી લગભગ 2024 ના અંત અથવા 2025 માં તો લાગી જ જશે. 2018 માં પણ એક મોટી સ્ટડી સામે આવી(જેની લિંક નીચે મૌજૂદ છે) જેમાં 18 ઉત્પાદનમાં(અહીં વાત કેવળ વાળ સૌંદર્યને લગતા ઉત્પાદનની થઇ રહી છે), ચાર થી ત્રીસ એવા રસાયણોની હાજરી મળી જે આપણા હાર્મોન્સ/endocrine સિસ્ટમને ખલેલ પહોંચાડી શકે છે.
https://pubmed.ncbi.nlm.nih.gov/29705122/#:~:text=Conclusions%3A%20Hair%20products%20used%20by,with%20endocrine%20disruption%20and%20asthma.
સવાલ એ છે કે, વિકસિત દેશો તો રિસર્ચ કરી જે તે ચીજો ઉપર પ્રતિબંધ લગાવશે પરંતુ વિકાસશીલ(ભારત જેવા) કે ગરીબ રાષ્ટ્રોનું શું? આ જાયન્ટ multinational કંપનીઓ શું આવા દેશોને આવી બાબતો પ્રત્યે અંધારામાં રાખી પોતાની લૂંટ ચલાવતા રહેશે?





No comments:
Post a Comment