સૂર્યને નરી આંખો વડે ક્યારેય પણ ન જોવો. ભલે તે સવારનો ઉગતો સૂર્ય હો, સાંજનો આથમતો સૂર્ય હો કે સૂર્યગ્રહણ દરમિયાન ઢંકાયેલ સૂર્ય હો. કેમ? કેમકે સૂર્યમાંથી તેજસ્વી કિરણો આવે છે. આ કિરણો કેવળ visible light ના સ્પેક્ટ્રમમાં જ નથી હોતાં બલ્કે તેઓ ultraviolet સ્પેક્ટ્રમમાં પણ હોય છે. મુખ્યત્વે બે પ્રકારના સૂર્ય કિરણો આપણી આંખોમાં પ્રવેશે છે. (1) visible light અને (2) UVA rays(જુઓ નીચેની ઇમેજ).
-
પ્રથમ કિરણો દ્વારા આપણે જોઇ શકીએ છીએ માટે તેઓ હાનિકારક નથી પરંતુ UVA કિરણો ઘણાં હાનિકારક હોય છે કેમકે તેઓ આપણી રેટિનાને ડેમેજ કરે છે અને આ કિરણો સૂર્યોદય, સૂર્યાસ્ત, મધ્યાહન, ગ્રહણ...હરક્ષણ આવી રહ્યાં હોય છે. સૂર્યગ્રહણને x-ray ફિલ્મ, સાધારણ સનગ્લાસ, કેમેરા, દૂરબીન, ટેલિસ્કોપ વડે જોવાની કોશિશ ક્યારેય ન કરવી. આવું કરવાથી આંખોને નુકસાન પહોંચે છે. હાં, તે નુકસાન લાંબાગાળાનું હોય છે, તાત્કાલિક ધોરણે ખબર નથી પડતું.
-
સૂર્યને નરી આંખે જોવાથી થતી બીમારીઓનું લિસ્ટ તપાસો(જુઓ નીચેની ઇમેજ). નુકસાન થવાનું કારણ સિમ્પલ છે કે તમે સૂર્યને જોવા માટે જે સાધનોનો ઉપયોગ કરશો, તે સૂર્યમાંથી આવતા કિરણોને વધારશે(magnify કરશે). સ્વાભાવિક છે કે, જો કિરણો magnify થશે તો સાથેસાથે અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ magnify થશે અને તેના વધવાથી આંખોને થતું નુકસાન પણ વધશે. આ કેવળ સાંભળેલી વાતો નથી પરંતુ અઢળક ઉદાહરણો મૌજૂદ છે. સૌથી મોટું ઉદાહરણ છે....ગેલિલિયો. તેમણે પોતાના જીવન દરમિયાન દૂરબીન/ટેલિસ્કોપનો ખુબ ઉપયોગ કર્યો પરંતુ જીવનના છેવટના વર્ષોમાં તેમને અંધાપો આવી ચૂક્યો હતો. માટે સૂર્યને સ્પેશ્યલ UV ફિલ્ટર લગાવીને જ જોવું.
-
બીજું, જ્યારે ચંદ્ર, સૂર્યને લગભગ સંપૂર્ણ ઢાંકી દેવાનો હોય છે ત્યારે એક ચમકારો(spark) દેખાય છે જેને Baily's Beads કહે છે(જુઓ મુખ્ય ઇમેજ). આ ચમકારો સૌપ્રથમ Baily નામક એક વૈજ્ઞાનિકે નિહાળ્યો તથા તેને ઉજાગર કર્યો માટે આજસુધી તેમના નામે આને યાદ કરાય છે. મુખ્ય ઇમેજમાં જોશો તો બાહરી સપાટી ઉપર ક્યાંક-ક્યાંક હળવા લાલ રંગના વાદળો પણ દેખાશે. તેમને prominence કહેવામાં આવે છે. તેમની આયુ લગભગ એક દિવસ જેટલી હોય છે. આ વાદળો હકિકતે સૂર્યમાંથી નીકળતી સૌર જ્વાળાઓના ફુવારા છે.
-
તમને જાણીને નવાઇ લાગશે કે પૃથ્વી સિવાય કોઇપણ ગ્રહ ઉપરથી સંપૂર્ણ સૂર્યગ્રહણ જોઇ શકાતું નથી અથવા બીજીરીતે કહો તો, પૃથ્વી સિવાય કોઇપણ ગ્રહના ચંદ્રમાં એટલો દમ નથી કે
તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકે. કેમ? કારણકે આપણો ચંદ્ર, સૂર્ય કરતા 400 ગણો નાનો છે પરંતુ તે આપણાથી સૂર્ય
કરતા 400 ગણો નજીક પણ છે. આ બે પેરામીટરના રેશ્યોને કારણે આપણો ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે
ઢાંકી દે છે. બીજા ગ્રહોના ચંદ્રોમાં કદ અને અંતરનો ઉપર જણાવ્યા મુજબ સમન્વય બેસતો
નથી. તેથી તેઓ ક્યાં તો સૂર્યને આંશિક રીતે ઢાંકે છે અથવા ખુબ વધુ પડતો ઢાંકે છે.
-
હવે એક મહત્વપૂર્ણ વાત...આપણે શાયદ! એવી ભાગ્યશાળી પેઢી છીએ, જે સંપૂર્ણ સૂર્યગ્રહણને નિહાળી શકીએ છીએ. આપણાં પાછળની પેઢીઓ આવી ઘટનાઓ કદાચિત જોઇ નહીં શકે. કેમ? જરા ધ્યાન આપો, કારણ સમજવા જેવું છે. ચંદ્ર, પૃથ્વીથી હર વર્ષ લગભગ 3.78 સેન્ટીમીટરના વેગે દૂર જઇ રહ્યો છે. આ ગતિ આપણાં નખ વધવાની ગતિ સમાન છે. ભલે આ ગતિ આપણને ધીમી લાગતી હોય પરંતુ એ યાદ રાખવું અંત્યત જરૂરી છે કે, ચંદ્ર જેમજેમ પૃથ્વીથી દૂર થઇ રહ્યો છે તેમતેમ તેનું કદ(પૃથ્વી ઉપરથી જોતા) ઘટી રહ્યું છે. એક સમય આવશે કે જ્યારે ચંદ્ર પૃથ્વીથી એટલો દૂર જઇ ચૂક્યો હશે કે તે સંપૂર્ણ સૂર્યને કવર જ નહીં કરી શકે. આ સ્થિતિમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ પૃથ્વી ઉપરથી જોવું અશક્ય હશે.
.png)
.png)
.jpg)
No comments:
Post a Comment