એક ખરાબ સમાચાર...પ્રથમ વખત એવું બન્યું છે કે, આપણે જે વસ્તુ International Space Station(ISS) માંથી ફેંકી તેણે ધરતી ઉપર આવીને ધરતીને નુકસાન પહોંચાડ્યું છે. વાત એવી છે કે... ISS માંથી ફેંકાયેલ એક મોડ્યુલ, અમેરિકાના ફ્લોરિડા સ્થિત એક ઘર ઉપર પડ્યું અને તેણે તે ઘરના બે માળનો ભૂક્કો બોલાવી દીધો(જુઓ નીચેની ઇમેજ). આ મોડ્યુલનું વજન બે પાઉન્ડ(એટલેકે એક કિ.ગ્રા કરતા પણ ઓછું) હતું. આ વાતની પુષ્ટિ ખુદ નાસાએ પણ કરી અને કબૂલ્યું છે કે આ કચરાને ત્રણ વર્ષ પહેલા ISS માંથી ફેંકવામાં આવ્યો હતો. હકિકતે કચરાનો એક મોટો જથ્થો ત્યારે સ્પેસમાંથી ફેંકવામાં આવ્યો હતો અને આ મોડ્યુલ તો તેનો નાનો હિસ્સો માત્ર છે. તો!! બાકીનો હિસ્સો ક્યાં ગયો અને સઘળી મેટર શું છે? ચાલો જાણીએ...
-
બન્યું એવું કે, 2021 માં ISS ની ભીતર કેટલાક અવકાશયાત્રીઓ પોતાના control station સાથે મીટિંગ કરી રહ્યાં હતાં કેમકે તેમણે પ્રથમ વખત કેટલોક કચરાનો જથ્થો યાનમાંથી ફેંકવો પડે એમ હતો. કચરાના આ જથ્થાને exposed pallet 9(EP-9) કહે છે. આ જથ્થાનું કદ એક SUV ગાડીના બરાબર હતું તેમજ તેનું વજન 5800 પાઉન્ડ હતું. હવે તમને થતું હશે કે, આખરે આ જથ્થામાં એવી તે શું વસ્તુઓ હતી જેને ગમે તે ભોગે આપણે સ્પેસમાં ફેંકવી જ પડે એમ હતી? હકિકતે તેમાં સેલ અને બેટરીઓ હતી જે વિવિધ સાધનોમાં ઉપયોગમાં લેવાય છે અને તેમને સમયાંતરે પૃથ્વી પરથી ત્યાં લઇ જવાય છે. હવે સવાલ એ ઉઠે છે કે, ISS તો 1998 થી કાર્યરત છે અને બેટરીઓ તે સમયથી જ ઉપયોગમાં લેવાઇ રહી છે, તો પહેલાં બેટરીઓનો નિકાલ કઇરીતે કરાતો હતો? તેમજ હવે તો એવું શું થયું કે આ કચરાને સ્પેસમાં નાખવાની મજબૂરી ઉભી થઇ? જવાબ દિલચશ્પ છે, વાંચો આગળ....
-
પહેલાં બેટરીઓનો નિકાલ japanese cargo દ્વારા થતો હતો. આ માલવાહક અવકાશયાનો ISS ઉપર નિયમિતપણે જતા હતાં અને પૃથ્વી ઉપર પરત પણ આવતા હતાં. પરંતુ!! હવે japanese cargo એ પોતાની space flights બંધ કરી દીધી. પરિણામે ISS માં બેટરીઓનો સંગ્રહ વધતો ગયો. સ્થિતિ એટલી વણસી કે તેમનું વજન વધતું-વધતું એ હદે વધી ગયું કે, તે જથ્થાને કોઇપણ ભોગે નિકાલ કરવાની ફરજ પડી.
-
આ બાબતે ખુબ ચર્ચાઓ કરવામાં આવી, વિવિધ નિવારણો હેતુ નિષ્ણાંતોના મત લેવામાં આવ્યા પરંતુ આખરે બે જ રસ્તાઓ બચ્યાં. (1) આને deep space માં રવાના કરવું. deep space શબ્દ એટલા માટે કહેવાયો કેમકે ISS પૃથ્વીની ઘણી નજીક(લગભગ 400 કિ.મી ની ઉપર) જ સ્થિત છે. તો ત્યાંથી તેને કોઇ યાન દ્વારા દૂર અંતરિક્ષમાં રવાના કરવું એ ન પરવડે એવું ખુબજ-ખુબજ ખર્ચાળ કાર્ય છે. (2) આ જથ્થાને ત્યાંથી જ ફેંકી દેવો. જેથી આ જથ્થો પૃથ્વીની ચોતરફ ચક્કર મારવા લાગશે. ચક્કર મારતા-મારતા ધીમેધીમે તે પૃથ્વી તરફ આવવા માંડશે કેમકે પૃથ્વીને પોતાની ગ્રેવિટી હોવાથી તે, તેની આસપાસની હર વસ્તુને પોતાની તરફ ખેંચે છે.
-
તો જ્યારે આપણે આ જથ્થાને ત્યાંથી ફેંકીશું, તો તે પૃથ્વીની ચારેતરફ ચક્કર લગાવવાનું શરૂ કરશે અર્થાત એક SUV ગાડી પૃથ્વીની ચારેતરફ ચક્કર લગાવી રહી છે. પરંતુ!! ઉપર જોઇ ગયા એમ પૃથ્વી તેની આસપાસની હર વસ્તુને પોતાની તરફ ખેંચે છે, તેથી જથ્થાનું પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું જે સર્કલ છે તે નાનું થતું જશે અને એક સમય આવશે કે તે ધીમેધીમે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે. પૃથ્વીના વાતાવરણમાં તમને ખબર જ છે કે વાયુઓ હોવાથી તેમના ઘર્ષણ(friction)ના કારણે જથ્થો સળગશે અને તબાહ થઇ જશે. અંતે ધરતી ઉપર તેના ભસ્મીભૂત થયેલ અવશેષો રાખ રૂપે પડશે.
-
વૈજ્ઞાનિકોના અહીં સુધીના અનુમાનો સાચા હતા પરંતુ EP-9....8 માર્ચ 2024 ના દિવસે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને તેનો મોટાભાગનો હિસ્સો(યાદરહે સંપૂર્ણ નહીં) મેક્સિકોમાં પડ્યો. જ્યારે આ હિસ્સાનું પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે વૈજ્ઞાનિકોના રૂંવાટા ઉભા થઇ ગયાં કેમકે તેમને સમજાઇ ગયું કે આ હિસ્સો સંપૂર્ણપણે બળ્યો ન હતો. ચિંતા એ હતી કે સંપૂર્ણ જથ્થાનો અમુક હિસ્સો ગમે ત્યારે ધરતીના વિવિધ સ્થળોએ પડશે.
-
પરંતુ!! આખરે એવું કેમ થયું કે, EP-9 સંપૂર્ણપણે બળ્યું નહીં? જેનું એક કારણ નાસાએ એવું આપ્યું કે, આપણે બેટરી બનાવવા માટે high quality પદાર્થનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેનું દહન ન થઇ શક્યું. ફળસ્વરૂપ મૂળ જથ્થાના એક નાના અમથા ટુકડાએ ફ્લોરિડામાં કહેર મચાવ્યો. ખેર! આ તો એક નાની વસ્તુ હતી પણ આ પ્રકારનો અઢળક કચરો low earth orbit માં ફરી રહ્યો છે. ધીમેધીમે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે જેમાંથી કેટલોક સળગી જશે અને અમુક સળગ્યા વગરનો પૃથ્વીને ટકરાશે. ત્યારે શું થશે? આ ખુલાસાએ માનવજાત માટે ઘણાં ધ્રુજાવનારા સવાલો ઉત્પન્ન કર્યા, જેનો ઉલ્લેખ આવનારી પોષ્ટમાં.
(ક્રમશ:)
.png)
.png)