પાવડરવાળું દૂધ અને પ્રવાહી દૂધ વચ્ચે શું ફરક છે? આખરે દૂધને સૂકવીને પાવડરમાં કઇરીતે રૂપાંતરિત કરાય છે? શું પાવડરવાળું દૂધ નુકસાનકારક છે? ચાલો જોઇએ....
-
સૌપ્રથમ તો સવાલ એ ઉદભવે છે કે આખરે દૂધને પાવડરમાં રૂપાંતરિત કરવાની જરૂરિયાત કેમ ઉભી થઇ? તેનો ફાયદો શું? સૌથી મોટો ફાયદો તેને સંગ્રહ કરવાનું આસાન થઇ જાય છે. ઉદાહરણ તરીકે એક કિલો દૂધના પાવડર(કે જેમાંથી લગભગ દસ લિટર જેટલું દૂધ બને છે)ને સંગ્રહ કરવું ઘણું આસાન હોય છે દસ લિટર દૂધની તુલનાએ. બીજું, નોર્મલ દૂધ જલ્દી બગડી જાય છે તેમજ તેને ઠંડુ રાખવું જરૂરી હોય છે જ્યારે પાવડરરૂપી દૂધને ઠંડુ રાખવાની જરૂર નથી હોતી. સાથેસાથે દૂધનું પરિવહન(transportation) આસાન થઇ જાય છે. પાવડરવાળા દૂધને તમે ગુજરાતમાં બનાવી અને ટ્રક મારફતે રવાના કરી આસામમાં વેચી શકો છો પરંતુ પ્રવાહી દૂધ સાથે આવું કરવું લગભગ સંભવ નથી. પ્રવાહી દૂધ પાવડરવાળા દૂધની તુલનાએ જગ્યા પણ વધુ રોકે છે માટે તેનું પરિવહન મોંઘુ પડે છે. વાત કરીએ પોષક તત્વોની તો પાવડરવાળું દૂધ અને પ્રવાહી દૂધ વચ્ચે બહુ ફરક નથી(જુઓ નીચેની ઇમેજ) માટે તે જરાય નુકસાનકર્તા નથી.
-
પ્રવાહીમાંથી પાવડર કરવાની પ્રક્રિયા ઉપર નજર કરીએ તો, સૌપ્રથમ દૂધને 4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર ઠંડુ રાખવામાં આવે છે જેથી દૂધ ખરાબ ન થઇ જાય. ટ્રક આજ તાપમાનને જાળવી રાખી દૂધને ફેક્ટરી સુધી પહોંચાડે છે. જ્યાં તેનું પરીક્ષણ કરી ફરી ખાતરી કરાય છે કે તે સારું છે કે નહીં? પછી ચેમ્બરમાં નાખી તેમાં વિટામિન અને મિનરલ ઉમેરવામાં આવે છે. હવે દૂધનું પાશ્વરીકરણ(pasteurized) કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન દૂધને 71 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર 15 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને જલ્દીથી ફરી પાછું ઠંડુ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી દૂધમાં રહેલ બેક્ટીરિયા મરી જાય છે પરંતુ પોષક તત્વો અકબંધ રહે છે. બાદમાં વરાળનો ઉપયોગ કરી દૂધમાં રહેલ પાણીને દૂર કરવામાં આવે છે. પરિણામે ઘાટ્ટુ થતુ જતું દૂધ છેવટે પાવડરમાં રૂપાંતરિત થઇ જાય છે. શું આ સમગ્ર પ્રક્રિયાને આપણે ઘરે પણ કરી શકીએ? જી હાં...

No comments:
Post a Comment