Saturday, July 8, 2023

Artificial Intelligence(ભાગ-7)

 


 

શું મનુષ્ય જાનવરો સાથે વાતચીત કરી શકે છે? જો તમારો જવાબ 'ના' હોય તો તમારા માટે એક સરપ્રાઇઝ છે કેમકે હવે મનુષ્ય જાનવરો સાથે વાતચીત કરી શકશે. આપણે એવી ટેકનોલોજી વિકસિત કરી લીધી છે જેના દ્વારા માનવી અન્ય જાનવરો સાથે ગુફ્તેગુ કરી શકશે અને કાર્યમાં AI આપણને મદદરૂપ થયું. કઇરીતે? ચાલો જાણીએ સમગ્ર વિગતને.

-

પ્રયોગ ચામાચીડિયા ઉપર કરવામાં આવ્યો અને કરનાર તેલ અવીવ યુનિવર્સિટીના પ્રોફેસર Yossi Yovel હતાં. તેમણે જોયું કે ચામાચીડિયામાં એવા કોઇ ખાસ નીતિનિયમો નથી હોતાં છતાં તેઓની વહીવટી કુશળતા કાબિલેતારીફ હોય છે અને આવું આપસી વાતચીત વગર લગભગ અસંભવ છે. માટે તેમણે તેઓની વાતચીતના પ્રકારને ઓળખવાનું બીડું ઝડપ્યું. તેમની સ્ટડીનો વિષય છે neuroecology અને તેમાં તેમની મદદ કરી machine learning .

-

જ્યારે ચામાચીડિયું શિકાર કરવા નીકળે છે ત્યારે પોતાના મોં માંથી એક ખાસ પ્રકારનો અવાજ કાઢે છે. તે અવાજ તેના શિકાર સાથે અથડાઇને પાછો આવે છે. પરત ફરેલા અવાજને સાંભળીને તે શિકારના સ્થાન, પ્રકાર વગેરેનો અંદાજો મેળવી લે છે. અગર કોઇ વસ્તુ સ્થિર છે તો તે લાંબા અંતરાલ(interval)ના અવાજો કાઢે છે અને જો વસ્તુ ગતિશીલ છે તો ઝડપી એટલેકે ટૂંકા અંતરાલના અવાજો કાઢે છે. તે અવાજના માધ્યમથી શિકાર, ફળ, ફૂલ, વૃક્ષ, પાણી, દિવસ-રાત્રિ સર્વેનો અંદાજો કાઢી લે છે. અવાજના માધ્યમથી તે કયું વૃક્ષ છે તેનો પણ અંદાજો લગાવી લે છે કેમકે હર વૃક્ષનું એક sound signature હોય છે. સઘળી વિગતો માટે નીચેનો વિડીયો જોવા વિનંતી.


https://www.google.com/search?q=birdingisrael+Yossi+Yovel&source=lmns&bih=667&biw=1366&hl=en&sa=X&ved=2ahUKEwi47LPG1OX_AhU5k2MGHd9aBR8Q_AUoAHoECAEQAA#fpstate=ive&vld=cid:c33aa6cb,vid:_bmll89o9FY,st:513


https://www.google.com/search?q=Yossi+Yovel+&bih=667&biw=1366&hl=en&ei=pEadZN_dHaDlseMP95OdmAg&ved=0ahUKEwjfv625jej_AhWgcmwGHfdJB4MQ4dUDCBA&uact=5&oq=Yossi+Yovel+&gs_lcp=Cgxnd3Mtd2l6LXNlcnAQAzIFCAAQgAQyBQgAEIAEMgUIABCABDIFCAAQgAQyBQgAEIAEMggIABCKBRCGAzIICAAQigUQhgNKBAhBGABQAFgAYJQLaABwAHgAgAG0B4gBtAeSAQM2LTGYAQCgAQKgAQHAAQE&sclient=gws-wiz-serp#fpstate=ive&vld=cid:76cd5beb,vid:3907jLh_6dc


-

જો આપણે ચામાચીડિયાની વાતચીતને જાણવી હોય તો આપણને ઘણા બધા ડેટા જોઇશે. ડેટામાં આપણને તેનું location પણ જોઇશે જેના માટે ચામાચીડિયામાં gps tracker હોવું જોઇએ, સ્થિતિના અવલોકન હેતુ એક કેમેરો પણ તેમાં હોવો જોઇએ, તે કયો અવાજ સાંભળે છે અને કેવો અવાજ ઉત્પન્ન કરે છે તે માટે માઇક્રોફોન પણ હોવો જોઇએ, તેમજ ECG અને EEG જેવી ટેકનોલોજી પણ તેમાં હોવી જોઇએ. જ્યારે આપણે એક નાની ચિપ બનાવી જેમાં સઘળી વસ્તુ સામેલ હતી, તો તે ચિપનું વજન હતું 2 ગ્રામ. ચિપને બનાવી તેને બાવીસ ચામાચીડિયા ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવી અને જે ડેટા આપણને પ્રાપ્ત થયો તે અત્યંત વિસ્મયકારક હતો. જેને પ્રખ્યાત સાયન્સ જર્નલ નેચરમાં પ્રકાશિત કરાયો તેમજ પ્રયોગ ઉપર નેશનલ જ્યોગ્રાફિકે એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી.

-

સૌપ્રથમ જે ડેટા પ્રાપ્ત થયો તે ઉડાન બાબતનો હતો. સામાન્યપણે એક ચામાચીડિયું વગર રોકાયે સતત આઠ કિ.મી ઉડી શકે છે પરંતુ ચિપના ડેટાનું અધ્યયન કરતા માલુમ થયું કે ચામાચીડિયા એકધારા સતત વીસ કિ.મી હવામાં ઉડતા રહ્યાં. જે ચામાચીડિયા ઉપર ચિપ લગાવી હતી તેમનો આપસમાં કોઇ સંબંધ હતો. છતાં, જ્યારે તેમાંથી એક ચામાચીડિયુંને ખોરાકરૂપે દેડકો મળ્યો તો બાકી રહેલ ચામાચીડિયાને પણ આનો અંદાજો આવી ગયો અને તેઓ તે જગ્યાએ એકઠા થવા માંડ્યાં. ચામાચીડિયા ઉપર માઇક્રોફોન લાગ્યા હોવાથી માઇક્રોફોને તે દેડકાના અવાજને પણ રેકોર્ડ કર્યો. સાથેસાથે ચામાચીડિયુંના શિકાર પહેલાનો અવાજ અને શિકાર પછીની ખુશીનો અવાજ પણ રેકોર્ડ કર્યો. બધા અવાજમાં ફરક હતો. આવા સમાન ડેટા બીજા ચામાચીડિયામાં પણ મળ્યા.

-

પ્રોફેસરે ચામાચીડિયા દ્વારા કઢાતા 15000 વિવિધ અવાજોનો એક ડેટાબેઝ બનાવ્યો. કઇ પરિસ્થિતિમાં તેઓ કયો અવાજ કાઢે છે તે જાણવું આપણા માટે મુશ્કેલ હતું કેમકે તેઓના અવાજની ફ્રીકવન્સી અને ઝડપ બંન્ને વધુ હોય છે. ટૂંકમાં એક વ્યક્તિ પંદર હજાર અવાજોને પ્રોસેસ નહીં કરી શકે. તેથી AI ની મદદ લેવામાં આવી. ડેટાઓના અલ્ગોરિધમ ઉપર એક કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવવામાં આવ્યો. જેમાં ન્યૂરલ નેટવર્કને સઘળો ડેટા આપવામાં આવ્યો. ડેટાને પ્રોસેસ કરીને AI જણાવ્યું કે....હાં ચામાચીડિયા બોલી શકે છે. તેઓના અલગ-અલગ નામ હોય છે અને તેઓ નામથી એકબીજાને બોલાવે છે. મજાની વાત છે કે તેઓ આપસમાં દલીલ પણ કરે છે અને તેઓની લડાઇઓ પણ ડોક્યુમેન્ટ થઇ ચૂકી છે. રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે.

 

https://www.researchgate.net/publication/338604092_Segregating_signal_from_noise_through_movement_in_echolocating_bats

 

હવે વૈજ્ઞાનિકો એવી કોશિશ કરી રહ્યાં છે કે ચામાચીડિયાના સ્વરોને અવાજ/ભાષાનું સ્વરૂપ કઇરીતે આપી શકાય? અર્થાત ચામાચીડિયા જે કંઇ બોલે તેને ન્યૂરલ નેટવર્ક વચ્ચે રહી પ્રોસેસ કરી આપણને અંગ્રેજી, ગુજરાતી કોઇપણ ભાષામાં રૂપાંતર કરી આપે. બિલકુલ એજ પ્રમાણે જો આપણે કંઇક કહેવું હોય તો, તો આપણી ભાષાને તેઓના સ્વરમાં પણ રૂપાંતર કરી શકાય એટલેકે રિવર્સ એક્શન. ટૂંકમાં એક ખુબ મોટો બ્રેક થ્રૂ છે. પ્રયોગ આપણે હવે માછલીઓ અને કાચબાઓ ઉપર પણ કરી રહ્યાં છીએ AI ની મદદ વડે.

 


No comments:

Post a Comment