Tuesday, July 25, 2023

Benevolent Sexism

 



 

શું છે benevolent sexism? તે મહિલાઓ પ્રતિ દ્વેષ જેટલું ખરાબ નથી હોતું પરંતુ પણ તેનું બીજું રૂપ છે. મીઠા શબ્દોની ચાસણીમાં, ચિંતાની આડમાં, સપોર્ટની સોનેરી ચાદર ઓઢી જ્યારે સ્ત્રીદ્વેષી બાબતોને સ્વરૂપ બદલીને જસ્ટીફાઇ કરવામાં આવે તેને benevolent sexism કહે છે. આવું કરનારા સ્ત્રી-પુરૂષ સારા લાગે છે પરંતુ હકિકતે હોતા નથી.

-

ઉદાહરણો જુઓ.....કોઇ પુરૂષે કોઇક મહિલાને સોશિઅલ મીડિયા પર તેના ઇનબોક્સમાં અનિચ્છનીય મેસેજો મોકલ્યા(યાદરહે આનું ઉલ્ટુ પણ બની શકે). મહિલાએ તેનો સ્ક્રીનશોટ બનાવી પોષ્ટ કર્યો. હવે તમે પુરૂષની દુષ્ટતાને છોડી મહિલાને કહ્યું કે.... "જુઓ, હું તમારા સારા માટે કહું છું. આવુ બધુ ચાલ્યા કરે. પુરૂષો ક્યાં સુધરે છે? તમે ધ્યાન આપવાનું બંધ કરો. તમારી એનર્જી અને સમય બગાડશો નહીં". victim shaming તો છે સાથેસાથે benevolent sexism પણ છે. શું મહિલાઓને શોખ છે તેમની એનર્જી અને સમય બગાડવાનો? પુરૂષો કેમ સુધરતા નથી? તો પછી તમારામાં અને ખાપ પંચાયતમાં શું ફરક છે જે રેપિસ્ટ સાથે લગ્ન કરવાની સલાહ આપે છે?

-

લાંબા આયુષ્ય માટે કેવળ સ્ત્રીઓ નહીં પુરૂષો પણ વ્રત રાખવા જોઇએ. પણ benevolent sexism નું ઉદાહરણ છે. વ્રત કરવાથી આયુષ્ય વધતુ નથી( વાત અલગ છે કે વ્રત આસ્થાની ભૂમિમાંથી પણ વિકસી શકે છે અને કન્ડીશનીંગથી પણ). કથનનો મતલબ છે કે સ્ત્રીઓ ઉપર subconscious pressure નાખવું અને એવું ઇંગિત કરવું કે જુઓ, વ્રત કરવાથી પ્રભાવ પડે છે. પરિણામ? ગિલ્ટ ટ્રિપ.

-

સ્ત્રીઓને મહાન ચીતરવી, દેવીસ્વરૂપ કહી તેમના ગુણગાન ગાવા પણ benevolent sexism છે. મહિલાઓની સેવા, તેમના કામ, તેમના ત્યાગ/કર્તવ્ય, મમતા વગેરેનું મહિમામંડન સદીઓથી ચાલતું આવ્યું એક tool છે. પરંતુ!! ગમે તેટલા શબ્દોનો ઉપયોગ કરવાથી, થીંગડાઓ લપેટવાથી કે ભાવનાઓની ચાસણીમાં ડુબાડવાથી inherent sexism જતો નથી રહેતો. સંવેદનશીલતા અને સમજણ એક વસ્તુ નથી હોતી.


(અનુપમા ગર્ગના સહયોગ વડે)

No comments:

Post a Comment