વાત એક વર્ષ પહેલાની છે. શિક્ષણમાંથી અનામત હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવે છે જેના અરજદાર ડો. સુભાષ વિજયન હતાં. તેઓ વ્યવસાયે ડોક્ટર હતાં. તેમના દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, મેરીટધારી ઉમેદવારની સીટ ઓછા મેરીટોરિયસને આપવામાં આવે છે. જે રાષ્ટ્રની પ્રગતિને રોકે છે. જો કે ન્યાયાધીશ એસ. નાગેશ્વર રાવ અને એસ. રવિન્દ્ર ભટ્ટની બેન્ચે તેને ફગાવી દીધી.
-
બીજો પ્રસંગ....લલનટોપના ગેસ્ટ ઇન ધ ન્યૂઝ રૂમમાં મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા આરક્ષણ સંબંધિત નિવેદન આપે છે કે, "શું તમે તમારા પુત્રની સારવાર એવા ડોક્ટર પાસેથી કરાવશો જે હોસ્પિટલમાં ક્યારેય ગયો જ નથી? જે કંઇ શીખ્યો જ નથી? કારણકે તે આરક્ષણથી ડોક્ટર બન્યો છે?" વધુમાં તેણે કહ્યું કે, "તમે તમારા સંતાનને કોઇપણ સરકારી કોલેજ(મેડિકલ કોલેજ) માં ભણાવી શકશો નહીં." તેના કહેવાનો મતલબ એવો હતો કે અનામત, એ મેરીટોક્રેસી વચ્ચે બાધા છે. તેના કારણે અયોગ્ય લોકો ડોક્ટર બને છે, સરકારી કોલેજોમાં એડમિશન લે છે. તેમના કુતર્કો કેટલા પાયાવિહોણા છે તે જુઓ....
-
2017 માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ 409 મેડિકલ કોલેજોમાં એડમિશન લેતા લગભગ 57000 વિદ્યાર્થીઓની માહિતીનું વિશ્લેષણ કર્યું અને જણાવ્યું કે સરકારી સંસ્થાઓમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓનો સરેરાશ NEET સ્કોર 720 માર્ક્સમાંથી 448 હતો. જ્યારે ખાનગી સંસ્થાઓના વિદ્યાર્થીઓનો સરેરાશ NEET સ્કોર માત્ર 306 હતો. સામાન્યપણે લોકો સવાલ ઉઠાવે છે કે SC અને ST કેટેગરીમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓનો સ્કોર ઘણો ઓછો હોય છે. જેના કારણે મેડિકલ ફિલ્ડની ગુણવત્તાનું સ્તર નીચું જઇ રહ્યું છે. પરંતુ!! આ અખબારનો અહેવાલ દાવાથી સાવ અલગ જ ચિત્ર રજૂ કરે છે.
-
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2017 માં SC ક્વોટામાંથી સરકારી કોલેજોમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓનો સરેરાશ NEET સ્કોર 398 માર્ક્સ હતો જ્યારે બીજી તરફ મોટી રકમ ખર્ચીને ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સરેરાશ NEET સ્કોર માત્ર 306 હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે ગુણવત્તા અનામતને કારણે નહીં પરંતુ ડોનેશનના કારણે ઘટી રહી છે. કારણકે ઓછા માર્ક્સ પર જ મોટી રકમના આધારે જનરલ કેટેગરીના લોકોને પ્રવેશ મળે છે અને રહી વાત સરકારી નોકરીઓ, સંસ્થાઓની તો તેના કરતા ક્યાંય વધુ સંખ્યા પ્રાઇવેટની છે. તો પછી અનામત દેશની પ્રગતિમાં કેવીરીતે અવરોધરૂપ છે?
-
મેરીટોક્રેસીની વાતો કરનારા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની મેરીટ યાદી કેમ તપાસતા નથી? કેવીરીતે OBC નું કટઓફ સામાન્યથી પણ વધુ છે? કેવીરીતે લેખિત પરીક્ષાઓમાં શ્રેષ્ઠ ઉમેદવારોને NFS દ્વારા બહારનો રસ્તો દેખાડવામાં આવે છે? દેશની 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં એકપણ પ્રોફેસર નથી, કેમ?? યાદરાખો....આરક્ષણ મેરીટોક્રેસીનું પણ પાલન કરે છે, બલ્કે વધુ કરે છે.
No comments:
Post a Comment