Wednesday, February 22, 2023

Learning Pit

 


 

(પોષ્ટ સમર્પિત છે વ્હાલા શિક્ષકો તેમજ માતા-પિતાઓ માટે). ચાલો એક વ્યક્તિનો પરીચય તમને કરાવીએ, જેમનું નામ છે...mark rober. તેઓ એક ઇજનેર છે સાથેસાથે ખુબજ લોકપ્રિય અમેરિકન યુ-ટ્યુબર પણ છે. તેઓ પોતાની ચેનલ ઉપર ઘણી શોધ તેમજ engineering વિષે માહિતગાર કરે છે. તેમણે 2017 માં એક મોબાઇલ ગેમ બનાવી. જેમાં એક ગાડીને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની હોય છે(જુઓ નીચેની ઇમેજ). માર્ગમાં અવરોધરૂપે થોડાં બ્લોક મૂકવામાં આવ્યાં.



-

ગેમ સિમ્પલ હતી અને લાખોની સંખ્યામાં તેમના સબ્સક્રાઇબર હોવાના કારણે લોકોએ ગેમ રમવાની શરૂ પણ કરી દીધી. તે ગેમના 200 પોઇન્ટ હતાં. પરંતુ!! તેમણે પોતાની ગેમની બે આવૃત્તિ(version) રાખી. પ્રથમ આવૃત્તિમાં વિકલ્પ એવો હતો કે જો તમે ગાડીને તેના ગંતવ્ય સ્થાન(ending point) સુધી પહોંચાડી શક્યાં, તો સ્ક્રીન ઉપર મેસેજ આવશે કે તમે ફરી કોશિશ કરો. અંતર્ગત તમારા કોઇપણ પોઇન્ટ કપાશે નહીં. પરંતુ!! બીજી આવૃત્તિમાં સરખી સ્થિતિ માટે એવી જાહેરાત કરવામાં આવી કે, જો તમે ગંતવ્ય સ્થાન સુધી નહીં પહોંચો તો તમારા પાંચ પોઇન્ટ કપાઇ જશે.

-

ઘણાં દિવસોના વિશ્લેષણ બાદ તેમને ખુબ આશ્ચર્યજનક પરિણામ મળ્યાં. પરિણામને તેમણે ઓનલાઇન શેર કર્યાં(જુઓ નીચેની ઇમેજ) અને જણાવ્યું કે પોઇન્ટ કે જેનો કોઇ મતલબ હતો, ફિઝિકલી તેમને કોઇપણ પ્રકારનું નુકસાન નથી થઇ રહ્યું છતાં તે પોઇન્ટના કપાવાથી લોકો પરેશાની અનુભવી રહ્યાં હતાં. તેમની શીખવાની ક્ષમતા(learning capability) માં તફાવત જોવા મળ્યો. ફરીથી રમવાના પ્રયત્નને લોકો ટાળી રહ્યાં હતાં.



-

હવે આવીએ મુખ્ય મુદ્દા ઉપર. જ્યારે એક નાનું બાળક ચાલવાનો પ્રયત્ન કરે છે, એક બે પગલાં ચાલ્યા બાદ પડી જાય છે ત્યારે આપણું વલણ કેવું હોય છે? શું આપણે તેને કોઇપણ પ્રકારની સજા આપીએ છીએ? નહીં, ઉલ્ટું તેનો જુસ્સો વધારીએ છીએ અને તે વધુમાં વધુ પગલાં ચાલતું રહે છે. કેમ? કેમકે તેને ખબર છે કે તેને નિષ્ફળતા બાબતે કોઇ સજા મળવાની નથી. માટે તે નિર્ભિક બની પોતાના પ્રયત્ન કરતું રહે છે....પરંતુ!! જ્યારે તે બાળક થોડું મોટું થઇને learning mode માં પ્રવેશે છે, ત્યારે આપણે તેની નાની અમથી ભૂલ ઉપર સજા આપવાનું શરૂ કરીએ છીએ. ધીમેધીમે તેના મગજમાં નિષ્ફળતાનો ડર જગ્યા રોકવા માંડે છે અને હાલની રિસર્ચ કહે છે કે આવું કરવાથી બાળકોના success rate માં ઘટાડો થાય છે.

-

સઘળી પ્રોસેસને super mario effect કહે છે. કેમકે તેનો સંબંધ એક વીડિઓ ગેમ સાથે છે જેને super mario કહે છે(જુઓ નીચેની ઇમેજ). ઘણાએ ગેમ રમી હશે. ગેમ પણ સિમ્પલ છે. જેમાં અનેક અડચણો માર્ગમાં આવતી રહે છે પરંતુ નિષ્ફળતા ઉપર સજા નથી, ઉલ્ટું હર નિષ્ફળ પ્રયત્ન બાદ આપણે યાદ રાખતા જઇએ છીએ કે અમુક-અમુક જગ્યાએ કેવી અડચણો છે. તો વિચારવા જેવી વાત છે કે, ગેમમાં આપણી ફિલોસોફી બિલકુલ અલગ હોય છે. તેમાં આપણે નિષ્ફળતાને ખોટી નથી સમજતા પરંતુ જેવા આપણે સંતાનોના ભણતર તરફ વળીએ ત્યારે નિષ્ફળતાને ખોટી સમજવા માંડીએ છીએ.



-

બાળકોને ચેલેન્જ આપવું ખુબ જરૂરી છે પરંતુ સાથેસાથે તેમને સપોર્ટ પણ કરવો જોઇએ. તમને એક વ્યક્તિનો પરિચય કરાવીએ જેમનું નામ છે James Nottingham. જેઓ એક પ્રખ્યાત શિક્ષક પણ છે, સલાહકાર પણ છે, લેખક પણ છે. તેમણે 11 પુસ્તકો લખ્યા છે પરંતુ તેમને ખ્યાતિ પ્રાપ્ત થઇ તેમના પુસ્તક Learning Pit દ્વારા. તેઓ કહે છે કે જ્યારે તમે કોઇ નવી વસ્તુ શીખો છો ત્યારે, સૌપ્રથમ તમે તમારા comfort zone માંથી બહાર નીકળો છો, તમારૂં માઇન્ડસેટ બદલો છો. સમયે તમે એક ખાડામાં પડો છો(જુઓ મુખ્ય ઇમેજ) કેમકે તમે મુખ્ય પ્રવાહની વિરૂધ્ધ જઇ રહ્યાં છો.

-

તમે મૂંઝવણમાં હશો, લાચાર હશો પરંતુ વસ્તુ તમારે વેઠવી પડશે, સહન કરવી પડશે. પછી એક સમય એવો આવશે કે તમને ધીમેધીમે વાસ્તવિકતાની પરખ થવા માંડશે. મતલબ પહેલાં confusion પછી clearity. આજ વસ્તુ બાળકો ઉપર પણ લાગુ પડે છે. નાની-નાની વસ્તુમાં તેમની પડખે ઉભા રહો, અમુક વસ્તુમાં તેમને સંઘર્ષ કરવા દો, તેમને નિષ્ફળતાનો સ્વાદ ચાખવા દો. નિષ્ફળતા ઉપર તેમને negative marks આપો બલ્કે પ્રોત્સાહિત કરો. આનાથી થશે એવું કે બાળક જાતે મહેનત કરી શીખશે અને મુખ્ય ઇમેજમાં દર્શાવ્યા મુજબ pit એટલેકે ખાડો ધીમેધીમે ભરાતો જશે.

-

અંતે એક મહત્વપૂર્ણ વાત...સફળતા કે નિષ્ફળતાનો શ્રેય ક્યારેય બાળકને આપો બલ્કે process(પ્રક્રિયા) ને આપો. જેમકે...બાળકના સારા માર્ક્સ આવ્યા તો, તેના વખાણ કરતા તેની process એટલેકે મહેનતના વખાણ કરો(જેમકે તેં મહેનત ખુબ કરી માટે સારા માર્ક્સ આવ્યાં). બિલકુલ એજરીતે નિષ્ફળતા ઉપર પણ તેની process ની ટીકા કરો(જેમકે તેં મહેનત ઓછી કરી માટે ઓછા માર્ક્સ આવ્યાં). આનાથી થશે એવુ કે બાળકને એક બાહેંધરી રહેશે કે, જો હું હજી પણ મહેનત કરું તો કંઇક કરી શકું છું.

 


No comments:

Post a Comment