Saturday, December 17, 2022

Spinlaunch

 



એક સામાન્ય સ્પેસ મિશનના રોકેટના વજનનો લગભગ 90% ભાગ બળતણે રોક્યો હોય છે(જુઓ rocket equation નીચેની ઇમેજ). ફક્ત 10% હિસ્સો payload નો હોય છે(અર્થાત તે વસ્તુઓનો જેને આપણે સ્પેસમાં લઇ જવાની હોય છે). મોટું શિરદર્દ છે. જો કોઇરીતે બળતણના વજનની ટકાવારીને ઓછી કરવામાં આવે તો, આપણે વધુ ચીજો સ્પેસમાં લઇ જઇ શકીએ છીએ કે જે સરવાળે વધુ કાર્યક્ષમ અને સસ્તું પડે. પરંતુ!! આવું કરવું કઇરીતે? વેલ, વૈજ્ઞાનિકોએ આનો તોડ કાઢી નાંખ્યો છે Spinlaunch વડે.



-

આનો મૂળભૂત સિદ્ધાંત Centrifugal Mass Accelerator છે. સરળ ભાષામાં કહીએ તો, એક નાના પથ્થરને દોરી વડે બાંધી તે દોરીને હાથ વડે ઝડપથી ફેરવી અને છોડી દઇએ તો તે પથ્થર દૂર ફેંકાઇ જશે. બિલકુલ આજ કોન્સેપ્ટ ઉપર કાર્ય કરશે spinlaunch. યંત્ર રોકેટને ખુબજ ઝડપથી પોતાની અંદર ફેરવી રોકેટને kinetic energy(ગતિજ ઉર્જા) આપી તેને વાતાવરણમાં ફેંકે છે. તે રોકેટને 6 mach એટલેકે speed of sound કરતા ગણી ઝડપે ફેંકશે જેથી રોકેટ 72 કિલોમીટર ઉંચે વાતાવરણમાં કેવળ kinetic energy વડે પહોંચી જશે. ત્યાંસુધી તેને કોઇપણ પ્રકારના બળતણની જરૂર નહીં પડે. તેની કાર્યપધ્ધતિ જોવા માટે નીચે મૌજૂદ વીડિઓ જોવા વિનંતી.

https://www.youtube.com/watch?v=TGO4LtCctTk

-

બે કિલોમીટરના ક્ષેત્રમાં તેનું સમગ્ર માળખું ફેલાયેલ છે. તેના માળખાની ત્રિજ્યા 45 મીટર છે. રોકેટ જેમાં ફીટ કરાય તેને ટીથર કહે છે કે જે એક ઘડીયાળના કાંટા જેવી સંરચના હોય છે અને તેની ગોળગોળ ફરવાની ઝડપ 450 rpm છે. આટલી ઝડપે ફરવાથી ચેમ્બરમાં તેને હવાનું friction(ઘર્ષણ) લાગશે. જે તેના તાપમાનમાં વધારો કરશે. સમસ્યાના નિવારણ માટે vacuum નો સહારો લેવામાં આવ્યો. અર્થાત તેના ચેમ્બરમાં શૂન્યાવકાશ(vacuum) હોય છે.

-

પ્લેટફોર્મની ક્ષમતા દરરોજ પાંચ થી દસ રોકેટ લોન્ચ કરવાની છે. એક લોન્ચ માટેની તેની ઉર્જા જરૂરિયાત 100 મેગાવોટ-કલાક છે. ઉર્જા લગભગ 9600 લિટર કેરોસીનને સળગાવવા જેટલી છે. તેની ઉંચાઇ લગભગ 50 મીટર જેટલી છે એટલેકે statue of liberty કરતાં થોડી વધુ. તેના દ્વારા ફેંકાયેલ payload માં ફિલહાલ નાની સેટેલાઇટો હશે કે જે low earth orbit માં ભ્રમણ કરશે. આનું સંભવિત પ્રથમ લોન્ચિંગ 2025 માં થશે. આના પ્રથમ ચરણનું ટેસ્ટીંગ થઇ ચૂક્યૂં છે, છતાં હાલમાં આની ઉપર ઘણું રિસર્ચ થઇ રહ્યું છે.

 


No comments:

Post a Comment