Friday, December 23, 2022

બ્રહ્માંડનો આકાર

 



જો તમને પુછવામાં આવે કે તમારૂં સરનામું જણાવો? તો તમે ખુબજ આસાનીથી જણાવી દેશો પરંતુ અગર તમને પુછવામાં આવે કે બ્રહ્માંડમાં તમારૂં લોકેશન(સરનામું) જણાવો? શું જવાબ હશે તમારો? આજ વાત ઉપર આપણે ચર્ચા કરવા જઇ રહ્યાં છીએ. હું ખાતરી આપું છું કે બ્રહ્માંડના આકાર વિષે તમે પોષ્ટમાં આપેલ માહિતી વિષે લગભગ...લગભગ...અજાણ હશો. તો ચાલો...આપણું સરનામું શોધીએ...

-

સૌપ્રથમ આવીએ ગેલેક્ષી ઉપર(યાદરહે એક ગેલેક્ષીમાં હજારોથી લઇને કરોડો સૂર્ય હોઇ શકે છે). આપણાં બ્રહ્માંડમાં ગેલેક્ષીઓ વિવિધ આકાર અને કદમાં મૌજૂદ છે(જુઓ નીચેની ઇમેજ-1). તેમજ ગેલેક્ષીઓના રંગો પણ અલગ-અલગ હોય છે. કહેવાનો મતલબ ગેલેક્ષીઓના ગુલદસ્તામાં આપણને ઘણી વિવિધતા નજરે ચઢે છે. વાત કરીએ કદની તો...કેટલીક ગેલેક્ષીઓ નાના કદની હોય છે તો કેટલીક મોટાં. અત્યારસુધીના અધ્યયન મુજબ સૌથી મોટી જ્ઞાત ગેલેક્ષી છે IC1101. જેના કદની સરખામણી આપણી ગેલેક્ષી સાથે કરી જુઓ(જુઓ નીચેની ઇમેજ-2). ગેલેક્ષી આપણાંથી 1 બિલિયન પ્રકાશવર્ષ દૂર છે. તેનો વ્યાસ(diameter) 4 મિલિયન પ્રકાશવર્ષ છે અને તેમાં 100 ટ્રિલિયન સ્ટાર મૌજૂદ છે(આપણી ગેલેક્ષીમાં લગભગ 100 બિલિયનથી વધુ સ્ટાર મૌજૂદ છે).




-

હવે આવીએ નાની ગેલેક્ષી તરફ, એક દ્રષ્ટાંત Segue 2. ગેલેક્ષીમાં લગભગ 1000 જેટલાં તારાઓ મૌજૂદ છે. જરા વિચારો!! ક્યાં 100 ટ્રિલિયન સ્ટાર અને ક્યાં 1000 સ્ટાર! તમને જાણીને નવાઇ લાગશે કે આપણી milkyway ગેલેક્ષી કોઇ સ્વતંત્ર ગેલેક્ષી નથી પરંતુ તે લગભગ 50 જેટલી ગેલેક્ષીઓનો સમુહ છે કે જેમાં નાની સેટેલાઇટ ગેલેક્ષીઓ તેમજ નાના-મોટાં magellanic clouds પણ ગેલેક્ષી સ્વરૂપે તેમાં મૌજૂદ છે(જુઓ નીચેની ઇમેજ). હવે આપણે આગળની મુસાફરી કરીએ.



-

આપણાં બ્રહ્માંડમાં અંદાજીત 2 ટ્રિલિયન ગેલેક્ષીઓ મૌજૂદ છે. સઘળી ગેલેક્ષીઓ અવકાશમાં ફરી રહી છે પરંતુ શું તેઓ કોઇક સંરચના અંતર્ગત વિચરી રહી છે કે રેન્ડમલી/મનફાવે તેમ/કોઇપણ દિશામાં વિચરી રહી છે? ના... તમામ ગેલેક્ષીઓ કોઇક નિયમ, દાયરો, સંરચનામાં વિચરણ કરી રહી છે. અમુક ક્ષેત્રની(લગભગ 50 જેટલી) ગેલેક્ષીઓને એકઠી કરીએ તો તેઓનું એક ગ્રુપ બને છે જેને galactic group કહે છે(જુઓ નીચેની ઇમેજ). આપણું galactic group લગભગ એક અબજ પ્રકાશવર્ષનો વ્યાસ(diameter) ધરાવે છે. તો આપણે ગેલેક્ષી, ત્યારબાદ galactic group ને જાણ્યું, હવે આગળ વધીએ galactic cluster તરફ.



-

100 અથવા 1000 થી વધુ ગેલેક્ષીઓ વડે એક galactic cluster બને છે. ટૂંકમાં ગ્રુપથી મોટી વસ્તુ છે. આપણાં બ્રહ્માંડમાં તેમજ આપણને(અત્યારસુધી) જ્ઞાત બીજા નંબરનું સૌથી મોટું માળખું હતું. હવે આગળ વધીએ super galactic cluster તરફ. જેમાં galactic group અને galactic cluster સાથે મળી જાય છે(જુઓ નીચેની ઇમેજ). આપણે જે super galactic cluster માં મૌજૂદ છીએ તેનું નામ છે...virgo supercluster. મિત્રો, બધી બાબતોને ધ્યાનમાં રાખો કેમેકે અંતમાં સઘળી ચીજ એકબીજામાં જોડાવાની છે.



-

હવે એક પુસ્તક તરફ પ્રયાણ કરીએ, જેનું નામ છે...Finding Our Place in the Universe(જુઓ મુખ્ય ઇમેજ). જેને લખી છે Helene Courtois . તેમણે જણાવ્યું કે superclusters સાથે મળી એક અન્ય સંરચનાનું નિર્માણ કરે છે, જેને Laniakea Supercluster કહે છે(જુઓ નીચેની ઇમેજ-1). તેમણે કમ્પ્યુટરમાં એક સિમ્યુલેશન બનાવ્યું અને તેમાં જેટલી પણ ગેલેક્ષીઓ હતી તેમને 3-D મોડલમાં પ્લોટ કરી(જુઓ નીચેની ઇમેજ-2), જેમાં હરએક નાનું ટપકું ગેલેક્ષીને દર્શાવે છે. ઇમેજમાં લાલ ટપકારૂપી જેટલી ગેલેક્ષીઓ છે તે આપણાંથી દૂર જઇ રહી છે અને ભૂરા રંગરૂપી ગેલેક્ષીઓ આપણી તરફ આવી રહી છે. સિમ્યુલેશનથી એટલું તો સ્પષ્ટ થયું કે અધિકતર ગેલેક્ષી આપણાંથી દૂર જઇ રહી છે.




-

હવે ફરી જુઓ Laniakea Supercluster કમેન્ટબોક્ષની ઇમેજ-6 તરફ, જેમાં સ્પષ્ટ દેખાય છે કે સઘળી ગેલેક્ષી એક સેન્ટ્રલ પોઇન્ટ તરફ ખેંચાઇ રહી છે. બિલકુલ એજ પ્રમાણે જે મુજબ નહેરોમાં પાણી જઇ રહ્યું હોય છે. આપણી ગેલેક્ષી પણ ધીમેધીમે તે તરફ જઇ રહી છે જેને great attractor કહે છે. great attractor વિષે ફિલહાલ આપણને વિશેષ માહિતી નથી. પણ....પણ.... સિવાય પણ આપણાં બ્રહ્માંડમાં ઘણાં મોટાં-મોટાં structures(સંરચનાઓ મૌજૂદ છે), જેમકે giant arc(જુઓ નીચેની ઇમેજ).



-

giant arc એક ખુબજ રહસ્યમયી સંરચના છે જેને કોઇપણ astronomical law વ્યાખ્યાયિત નથી કરી શકતો. આપણે સમજી નથી શકતાં કે આટલી વિરાટકાય સંરચના આપણાં homogeneous બ્રહ્માંડમાં કેવીરીતે હોઇ શકે છે? માટે એવું પ્રતિત થઇ રહ્યું છે કે આપણે આપણાં astronomical law માં સુધારા-વધારા કરવા પડશે. કેમકે સંરચના આપણાં observable universe નો લગભગ 7% હિસ્સો occupy કરે છે. સંરચના લગભગ 3.3 billion light year નો વ્યાસ ધરાવે છે. પરંતુ!! આજનું વિજ્ઞાન કહે છે કે આટલી વિશાળકાય સંરચના ગ્રેવિટિ વડે બનવી અસંભવ છે. તો પછી આટલી વિશાળકાય સંરચના બની કઇરીતે? ખબર નથી પરંતુ wait..wait..કહાની અહીં ખતમ નથી થતી પણ ચાલુ થાય છે.

-

હવે આગળ વધીએ તો Hercules-Corona Borealis Great Wall નો વારો આવે છે(જુઓ નીચેની ઇમેજ). ત્રણ ગણી મોટી છે giant arc થી. આટલી મોટી સંરચનાનું આપણાં બ્રહ્માંડમાં હોવું એક અજાયબી કહી શકાય. હવે તમારૂં સરનામું બ્રહ્માંડમાં નોંધી લ્યો....નામ, ભારત, પૃથ્વી, સૂર્યમંડળ, ઉર્ટ ક્લાઉડ, Local Interstellar Cloud, Local Cavity, Orion Arm, Milky Way, Local Group, Virgo Supercluster, Laniakea Supercluster, Universe.....



 


No comments:

Post a Comment