મોંઘા ફોનમાં હવે OLED ડિસ્પ્લે આવે છે. તેની બનાવટ, સિદ્ધાંત, કાર્યક્ષમતા, ફાયદા-ગેરફાયદા વિષે ફરી ક્યારેક વાત કરીશું. ફિલહાલ તેના નામ વિષે ચર્ચા કરવી છે. OLED નું આખુ નામ Organic Light Emitting Diode છે. ઓર્ગેનિક શબ્દ સામાન્યપણે ખોરાક અર્થે અથવા જીવિત વસ્તુઓના સંદર્ભમાં વપરાય છે. જેમકે છોડવાઓ, બેક્ટીરિયા વગેરે. તો શું આ ડિસ્પ્લે પણ જીવિત વસ્તુઓ વડે બની છે? જી નહીં. તેને ઓર્ગેનિક કહેવાનું કારણ બીજું છે.
-
chemistry માં સામાન્યપણે ત્રણ વિભાગ હોય છે...physical chemistry(ભૌતિક રસાયણશાસ્ત્ર), organic
chemistry(કાર્બનિક રસાયણશાસ્ત્ર) અને inorganic chemistry(અકાર્બનિક રસાયણશાસ્ત્ર). કાર્બનિક રસાયણશાસ્ત્ર, કાર્બન અને હાઇડ્રોજનના બોન્ડ(જોડાણ) ઉપર આધારિત છે. કોઇપણ વસ્તુમાં કાર્બન અને હાઇડ્રોજનના સીધા જોડાણ હોય તેને organic compound કહે છે. OLED માં વપરાતું મટિરિયલ ઓર્ગેનિક હોય છે. સામાન્યપણે ઓર્ગેનિકને આપણે જીવિત વસ્તુઓના સંદર્ભમાં જોઇએ છીએ પરંતુ યાદરહે synthetic organic compounds પણ હોય છે.

No comments:
Post a Comment