થોડાં સમય પહેલાં ઇવન કે આજની તારીખે પણ ઘણી બધી એવી વેબસાઇટ્સ મૌજૂદ છે જે કહે છે કે વરસાદનું પાણી ઘણું સ્વચ્છ હોય છે, તેને પીવાના ઘણાં ફાયદા છે વગેરે વગેરે. પરંતુ!! એક નવું સંશોધન સામે આવ્યું છે જેણે વરસાદી પાણી પીવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.
-
ETH Zurich & Stockholm
નામની બે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંયુક્તરૂપે એક રિસર્ચ કર્યુ છે. જેમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે વરસાદી પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી કેન્સર થવાનું જોખમ રહેલું છે, પ્રજનન તંત્રમાં ખામી આવી શકે છે તેમજ બાળકોના વિકાસમાં પણ અડચણ આવી શકે છે. આ રિસર્ચ મુજબ અગર તમે એન્ટાર્કટિકા, તિબેટ જેવા સ્વચ્છ કુદરતી ક્ષેત્રોમાં પણ વરસાદી પાણી પીવો છો તો પણ ઉપર મુજબના નુકસાન થશે. આનું સૌથી મોટું કારણ છે...માણસે બનાવેલ synthetic materials(કુત્રિમ સામગ્રી).
-
ઘણી કુત્રિમ સામગ્રીઓમાં એક ખાસ પ્રકારના રસાયણ સામેલ હોય છે જેને forever chemicals કહેવામાં આવે છે. આ રસાયણોનો જલ્દીથી નાશ નથી થતો, હજારો વર્ષો સુધી અસ્તિત્વમાં રહે છે. કહેવાનો મતલબ જો તમે કોઇક એવી વસ્તુ બનાવી જેમાં forever chemical નો ઉપયોગ થયો છે તો તે હજારો વર્ષો સુધી આપણાં વાતાવરણમાં, પાણીમાં તેમજ ઘરોમાં રહેશે. આ રસાયણોમાં ઘણાં કેમિકલો સામેલ છે પરંતુ મુખ્યત્વે PFAS(Perfluoro અને Polyfluoro Alkyl Substances) હોય છે.
-
પહેલાં એવું સમજવામાં આવતું હતું કે એક લિમિટ સુધી આ રસાયણો જો આપણાં શરીરમાં ચાલ્યા જાય તો એટલું બધું નુકસાન નહીં થાય પરંતુ છેલ્લાં વીસ વર્ષની રિસર્ચ કહે છે કે આપણે આ રસાયણોને ખુબજ ઓછી માત્રામાં લેવું જોઇએ. કેમકે વરસાદમાં આ રસાયણો પહેલેથી જ મૌજૂદ હોય છે(કે જેની જાણ આપણને એટલી નહોતી). માટે વૈજ્ઞાનિકોએ તેની મર્યાદા જેને threshold level કહે છે તેને ઘણી નીચી(low) કરી નાંખી.
-
આ રસાયણો શેમાં-શેમાં મૌજૂદ હોય છે? લિસ્ટ તમે ખુદ સર્ચ કરાવીને જાણી શકો છો. છતાં, થોડાં ઉદાહરણો...લગભગ હરેક ફાસ્ટફૂડ માટે વપરાતા પેકિંગના ડબ્બાઓમાં, ચા-કોલ્ડડ્રિંક માટે વપરાતા કપ/ગ્લાસમાં, કોસ્મેટિક, રંગોમાં, માઇક્રોવેવમાં ફોડાતી ધાણીમાં, ફોટોગ્રાફિક પ્લેટમાં, તેમજ ઘણી એવી વસ્તુઓમાં જેમાં ફીણ ઉત્પન્ન કરાય છે(જેમકે અગ્નિશામક યંત્ર). આ કેમિકલોને ખાવું અથવા ગળવું આપણાં માટે ખુબજ હાનિકારક છે. માટે વરસાદી પાણી પીવું અતિહાનિકારક છે.

No comments:
Post a Comment