આપણું ભવિષ્ય ડેટા છે(data is new currency). આ ડેટાનો સંગ્રહ ઇન્ટરનેટ ઉપર થાય છે. હવે જરા કલ્પના કરો કે...કંઇક એવું થઇ જાય છે જેનાથી સમગ્ર ઇન્ટરનેટનો જ નાશ થઇ જાય તો?? કોઇ રેકોર્ડ કોઇ ડેટા જ નહીં રહે. સમગ્ર દુનિયાની ઇકોનોમી ખતમ. વિચારો, કેટલી અરાજકતા ફેલાશે? સઘળું ફરી જીરોથી સ્ટાર્ટ કરવું પડે. ભલે આપણે ફક્ત કલ્પના જ કરી છે પરંતુ આવું થવું શક્ય છે. કઇરીતે ચાલો જાણીએ...
-
મૂળભૂત રીતે માનવી એવું કંઇ કરી નથી શકતો કે જેના કારણે ઇન્ટરનેટ ખતમ થઇ જાય. હાં, કુદરતી આફત એવી વસ્તુ છે જેના વડે ઇન્ટરનેટ ખતમ થઇ શકે પરંતુ કુદરતી આફતમાં મનુષ્યોનો પણ ખો નીકળી જશે. હવે જ્યારે મનુષ્ય જ નહીં રહે તો ઇન્ટરનેટ રહે કે ન રહે, શું ફરક પડે? પણ...પણ...એક એવી વસ્તુ છે જે મનુષ્યને જરા પણ નુકસાન નહીં પહોંચાડે પરંતુ સમગ્ર ઇન્ટરનેટને ખતમ(delete) કરી શકે છે. શું છે તે વસ્તુ? વેલ, તે વસ્તુ આપણાંથી લગભગ 15 કરોડ કિ.મી. દૂર રહેલ સૂર્ય છે. તમને સવાલ થશે કે સૂર્યમાં એવું તે શું છે કે મનુષ્યોને હાનિ પણ નહીં પહોંચાડે અને કેવળ ઇન્ટરનેટને ખતમ કરી નાંખે?
-
સૂર્યની સપાટી ઉપર ઘણું બધુ ઘટી રહ્યું હોય છે. જેમકે ત્યાં આપણને હોટ સ્પોટ જોવા મળે છે. આ હોટ સ્પોટને કારણે ત્યાં પ્લાઝમાના વિસ્ફોટો થઇ રહ્યાં હોય છે. ક્યારેક એવું બને છે કે આ ionised પ્લાઝમાનો વિસ્ફોટ એટલો બધો શક્તિશાળી હોય છે કે, તે સૂર્યની ગ્રેવિટિ અને તેના ચુંબકીય ક્ષેત્રને તરછોડી બાહરી સ્પેસમાં જતો રહે છે. આને Coronal Mass Ejection(CME) કહે છે. સામાન્યપણે 99% CME ફરી સૂર્યમાં જ સમાય જાય છે પરંતુ ઉપર જણાવ્યું એમ કેટલુંક બહાર પણ છટકી જાય છે. હવે માની લ્યો એવું બન્યું કે આ CME ખુબ મોટી માત્રામાં સૂર્યમાંથી નીકળી પૃથ્વી તરફ આવ્યું, તો પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડને તે ભેદી નાંખશે/ડિસ્ટર્બ કરી નાંખશે. પરિણામે એક એવું electromagnetic wave ઉત્પન્ન થશે જે પૃથ્વી ઉપર મૌજૂદ ઘણાં ઉપકરણોને ખરાબ કરી શકે છે.
-
જુઓ નીચેની ઇમેજ...તેમાં જેટલી લાઇનો દેખાય છે, તે ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે. સમગ્ર દુનિયાના કમ્પ્યુટરોને આપસમાં વાયર મારફતે જોડી દેવામાં આવ્યા છે અને વાયરોના આ જાળને જ ઇન્ટરનેટ કહે છે. આ જાળ હજારો/લાખો કિ.મી માં પથરાયેલ છે. જે સિગ્નલને પ્રકાશરૂપે એક સ્થાનેથી અન્ય સ્થાને પહોંચાડે છે. હવે વિચારો....તમે એક ટોર્ચ સળગાવી, તેનો પ્રકાશ કેટલે દૂર સુધી જશે? અમુક અંતર પછી તેની તીવ્રતા/એનર્જી ખતમ થઇ જાય છે. બિલકુલ એજ પ્રમાણે સમુદ્રની ભીતર જે ઓપ્ટિકલ ફાઇબર લાગ્યા છે તેમાં પણ અમુક અંતર પછી પ્રકાશની એનર્જી ઓછી થવા માંડે છે. આના નિવારણ માટે ત્યાં અમુક અંતરે એક સિગ્નલ બુસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જેને signal repeater પણ કહે છે. તેનું કાર્ય છે...low energy લાઇટને amplify કરી આગળ મોકલી આપવું. આ પ્રમાણે લાઇટ એક સ્થાનેથી અન્ય સ્થાને હજારો કિ.મી સુધી પ્રવાસ કરી શકે છે. CME ના કારણે ઉત્પન્ન થયેલ electromagnetic wave આજ repeater ને નુકસાન પહોંચાડશે. કેમકે તેઓમાં microswitches મૌજૂદ હોય છે, જે ખુબજ low current(micro ampere) ઉપર કાર્ય કરે છે. આવી સ્વિચો સંપૂર્ણપણે નાશ પામશે. પરિણામે ઓપ્ટિકલ ફાઇબર આપણાં માટે નક્કામા થઇ જશે.
-
વેલ, આપણી ચર્ચા શક્યતા આધારિત છે તેથી આ ઘટના બે દિવસ પછી/ બે મહિના પછી/ બે વર્ષ પછી/ બે હજાર વર્ષ પછી/ બે લાખ વર્ષ પછી....ગમે ત્યારે ઘટી શકે છે. પરંતુ!! સારી વાત એ છે કે, આપણો સૂર્ય એક ખુબજ સ્થિર(stable) તારો છે. તેમાં આટલા મોટા વિસ્ફોટો થવાની શક્યતા ખુબજ ઓછી છે. તો નિશ્ચિંત રહો અને મોજ કરો..


No comments:
Post a Comment