મુખ્ય ઇમેજમાં દ્રશ્યમાન પતંગિયાનો રંગ શું blue(ભૂરો) છે? અન્ય પ્રશ્ન...શું મોરનો રંગ ભૂરો હોય છે? શું આકાશનો રંગ ભૂરો હોય છે? ઉપરોક્ત બધા સવાલોનો જવાબ છે...નહીં. આપને જાણીને નવાઇ લાગશે કે આપણી દુનિયામાં ભૂરો રંગ ખુબજ ઓછો છે. અર્થાત કુદરતી રીતે ભૂરા રંગની માત્રા જગતમાં ખુબજ ઓછી છે.
-
રંગ બે પ્રકારના હોય છે.(1) Pigmental(રંગદ્રવ્ય) Colours:- અર્થાત એવા રસાયણો જે બધા રંગોને શોષી લે છે અને કોઇ એક રંગ અથવા કલરના સંયોજન(combination of colour) ને પરાવર્તિત કરે છે. આપણાં શરીરમાં પણ રંગદ્રવ્ય હોય છે જેને melanin કહે છે. (2) Structural Colours:-
કે જે સંરચનાથી ઉદભવે છે. જેમકે પાણીના પરપોટામાં શું કોઇ રંગદ્રવ્ય મૌજૂદ છે? જી નહીં, છતાં તેમાં પણ મેઘધનુષની જેમ વિવિધ રંગોની છાંટ જોવા મળશે. પ્રકાશ જ્યારે પરપોટાની સપાટી સાથે પ્રતિક્રિયા કરે છે ત્યારે તેના માળખાના કારણે વિવિધ રંગો બને છે કે જે તેમાં મૌજૂદ નથી હોતાં. રંગ બદલતી કાર તેમજ ફોન પણ હવે બનવા માંડ્યા છે. ઇવન ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ તેમજ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં પણ structural colours નો ઉપયોગ થવા માંડ્યો છે. આવા રંગોને Iridescent colours પણ કહે છે. આ રંગો કેટલીક બાબતો ઉપર નિર્ભર કરે છે. જેમકે...જે તે પદાર્થની સપાટી, angle of view વગેરે.
-
મુખ્ય ઇમેજમાં દર્શાવેલ પતંગિયા અને મોરમાં પણ રંગદ્રવ્યો નથી હોતાં. તેમનો રંગ તેમની સંરચનાને કારણે ઉદભવે છે. અત્યારસુધી જ્ઞાત ફક્ત બે સજીવો જ એવા છે જેમનો રંગ pigmental છે. (1) ઝેરીલો ડાર્ટ દેડકો (2) Obrina Olivewing butterfly(જુઓ નીચેની ઇમેજ). pigment(રંગદ્રવ્ય) ના કારણે ઉદભવતા રંગો ઘણાં dull(શુષ્ક) હોય છે, sharp નથી હોતાં. ટૂંકમાં આ બે એવા સજીવો છે જેમનો ભૂરો રંગ તેમનો પોતાનો છે.




No comments:
Post a Comment