Saturday, May 14, 2022

ઉત્ક્રાંતિની એક ઓર સાબિતી

 


 

જ્યારે પર્યાવરણ બદલાય છે, જીવોની પ્રજાતિઓમાં બદલાવ આવે છે. આના ઘણાં ઉદાહરણો આપણને મળ્યા છે. વધુ એક દ્રષ્ટાંત ઉપર નજર કરીએ.

-

લગભગ પંદર વર્ષ પહેલાં અમેરિકાના રાજ્ય ફ્લોરિડામાં એક લીલા કલરની ગરોળી ખુબ વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હતી. જેનું નામ છે...Green Anole. પરંતુ!! પછી ક્યાંકથી(વૈજ્ઞાનિકોનો અંદાજો છે કે મેક્સિકોથી જહાજ દ્વારા) મોટી ગરોળી જેને Brown Anole કહે છે તે ત્યાં આવી પહોંચી. જેણે Green Anole ને ધીમેધીમે ખાવાનું શરૂ કર્યું. કેમકે તે તાકતવર હતી. Green Anole તેનો મુકાબલો કરી શકે એમ હતી. મુસિબતથી બચવા Green Anole ધીમેધીમે વૃક્ષો ઉપર ઉંચે સુધી ચઢવા માંડી. Brown Anole તાકતવર તો હતી પરંતુ વૃક્ષો ઉપર ઉંચે સુધી ચઢી શકતી નહોતી. કેમકે તેમના પંજા એટલા મોટા નહોતા.

-

તે Green Anole....જેઓ પોતાના પંજાઓને વિકસિત કરી શકી અને જમીન ઉપર રહેતી હતી...શિકાર થઇ ગઇ. પરંતુ!! જે Green Anole પોતાનામાં બદલાવ લાવ્યો અને વૃક્ષો ઉપર ઉંચે-ઉંચે સંતાવાનું શરૂ કર્યું તે બચી ગઇ. તેમનામાં મ્યૂટેશન આવ્યું. તેમના પંજા 10% જેટલાં વધી ગયાં. બદલાવ તેમની આવનારી પેઢીમાં જોવા મળ્યો અને સમય વિતતા સઘળી Green Anole ધીમેધીમે મોટા પંજા સાથે જનમવા લાગી.

-

જે કુદરત સાથે તાલમેલ જાળવશે, તે જીવશે. જે જીવશે તે સંભોગ કરી સંતાનો જણશે. એકવખત ફરી નિર્મમ કુદરતે શ્રેષ્ઠની પસંદગી કરી. ફરી ડાર્વિનબાબુ 100% માર્કે ઉત્તીર્ણ.

 

No comments:

Post a Comment