ઘણાં ફોનમાં તમને cut out(લાઇન) જોવા મળશે(જુઓ મુખ્ય ઇમેજ). આ લાઇન શા માટે રાખવામાં આવે છે? વેલ, આ પ્રકારના cut out ધાતુ(metal) થી બનેલ બાહરી કવરવાળા ફોનમાં જ જોવા મળશે. પ્લાસ્ટીક કવરવાળા ફોનમાં જોવા નહીં મળે. કેમ? કેમકે ધાતુ સિગ્નલને બ્લોક કરે છે. કઇરીતે કરે છે તેની પાછળ એક પ્રચલિત સિદ્ધાંત કાર્ય કરે છે, જેને Faraday's Cage કહે છે. ઉંડાણમાં ન ઉતરતા સરળરીતે જોઇ લઇએ. ફોનમાં આવતા સિગ્નલ એ બીજું કંઇ નહીં પરંતુ electromagnetic wave છે. અર્થાત તેમાં ઇલેક્ટ્રીક અને મેગ્નેટિક ફિલ્ડ સમાયેલી હોય છે. ધાતુથી બનેલ ફોનના કવરને મેગ્નેટિક ફિલ્ડ સાથે કોઇજ લેવાદેવા નથી. તેને લેવાદેવા છે ઇલેક્ટ્રીક ફિલ્ડ સાથે.
-
જ્યારે કોઇ conductor(વાહક) ઉપર ઇલેક્ટ્રીક ફિલ્ડ પડે છે ત્યારે તે ફિલ્ડ ત્યાંના વિસ્તારને negatively charge કરી નાંખે છે. જેથી ફોનના એકતરફ ઋણ અને બીજી તરફ ધન વીજભાર ઉત્પન્ન થાય છે. ટૂંકમાં polarity(ધ્રુવીયતા) ઉત્પન્ન થાય છે. જ્યારે પણ polarity ઉદભવે ત્યારે ત્યાં ઇલેક્ટ્રીક ફિલ્ડનું નિર્માણ થાય છે. આ આંતરિક ઇલેક્ટ્રીક ફિલ્ડ, બાહરી ઇલેક્ટ્રીક ફિલ્ડને cancel out કરી નાંખે છે અને ફોનની અંદર સિગ્નલ પહોંચી નથી શકતાં. તમે નોંધ્યુ હશે કે જ્યારે તમે વાત કરતા મેટલથી બનેલ લિફ્ટની અંદર પ્રવેશો છો ત્યારે ફોનનો અવાજ કપાવા માંડે છે. જેનું કારણ ઉપર જણાવ્યું તે છે.
-
માટેજ ફોનમાં cut out રાખવા પડે છે. એકરીતે જોઇએ તો આ cut out બીજું કંઇ નહીં પરંતુ એન્ટેના બેન્ડ છે.


No comments:
Post a Comment