નવા મોંઘા(flagship) મોબાઇલમાં હવે કંપનીઓ મેમરી કાર્ડની સુવિધા નથી આપતી. એવું તે શું થયું કે કંપનીઓએ પોતાના ફોનમાંથી મેમરી કાર્ડનો option કાઢી નાંખ્યો? ચાલો જાણીએ.
-
મેમરી કાર્ડને ન રાખવા માટેના ઘણાં કારણો છે. (1) Profitability:- ફોનને બને તેટલો પાતળો પણ કરવો છે, ઉપર નીચે બંન્ને તરફ સ્પીકર પણ રાખવા છે, કેમેરા પણ ઘણાં બધા જોઇએ છે, બેટરી પણ મોટી જોઇએ...આ બધી કશ્મકશમાં ડિઝાઇનીંગ વખતે મેમરી કાર્ડ માટે અલગથી જગ્યા રાખવા માટે અલગથી effort લગાવવું પડે છે, કે જેની એક કિંમત હોય છે. અગાઉના મોડલોમાં આ બાબતે તકલીફ નહોતી. કેમ? કેમકે ત્યારે એટલા કેમેરાની જરૂર ન હતી, બેટરી પણ નાની હતી. વધુમાં ફાસ્ટ ચાર્જિંગ આવી ગયું, IP રેટિંગ આવ્યું વગેરે ઘણી સવલતો ઉમેરાઇ.
-
FAT32 નું નામ સાંભળ્યું છે? જો કમ્પ્યુટરમાં તમે મેમરી કાર્ડનો ઉપયોગ કરતા હો, તો ઘણીવખત તમને FAT32 લખેલું જોવા મળશે(જુઓ નીચેની ઇમેજ). આ સ્ટોરેજનો એક પ્રકાર છે. જો તમારે મેમરી કાર્ડનો ઉપયોગ કરવો છે, તો આ FAT32 નો જે સ્ટોરેજ પ્રકાર છે તેનો સપોર્ટ તમારા ફોનમાં હોવો જરૂરી છે. જેના માટે કંપનીએ તેનું લાઇસન્સ લેવું પડે છે અને તેની એક કિંમત હોય છે. જે કંપનીએ ચૂકવવી પડતી હોય છે. ફોનમાં inbuilt જ સ્ટોરેજ આપી દેવાથી આ ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે.
-
હવે એક ઉદાહરણ જુઓ...iphone 13 pro max ની કિંમત છે 1,29,900. જેની સ્ટોરેજ ક્ષમતા છે 128 GB. હવે આજ શ્રેણીના ઉચ્ચતમ મોડલ કે જેની સ્ટોરેજ ક્ષમતા 1 TB છે, તેની કિંમત 1,79,900 છે. શું આ સ્ટોરેજ ક્ષમતાને વધારવા માટે એપલને 50,000 જેટલાં રૂપીયાની જરૂર પડી હશે? જી નહીં. એપલને 5000 રૂપીયાની પણ જરૂર નથી પડી. તો સમજાઇ ગયો સઘળો ખેલ? સરખા મોડલના બે ફોન વચ્ચે ફક્ત અને ફક્ત સ્ટોરેજ ક્ષમતાના કારણે લગભગ 45,000 જેટલા વધારાના રૂપીયા તમારી પાસેથી ખંખેરી કંપની પોતાનો નફો રળી લે છે. આવો ફરક હર કંપનીના ફોનમાં હોય છે. તો હવે અંદાજો લગાવી લ્યો કે મેમરી કાર્ડનો વિકલ્પ ન આપવો કંપનીઓ માટે કેટલું ફાયદાકારક છે.
-
(2) Privacy:- એપલે શરૂઆતથી જ પોતાના ફોનમાં મેમરી કાર્ડનો સપોર્ટ નથી આપ્યો. તેમનું માનવું છે કે આ તમારી privacy ને compromise કરે છે. જેમકે તમારા મેમરી કાર્ડમાં રહેલ વિગત આસાનીથી કોઇ અન્ય વ્યક્તિ લઇ શકે છે. મેમરી કાર્ડમાં રાખેલ ગીત, movie વગેરેને તમે જ્યાંથી કોપી કરો છો તે કોઇ વેલિડ સોર્સ છે? જો નહીં તો તેમાં રહેલ વાયરસ તમારી privacy ને compromise કરી શકે છે.
-
(3) Performance:- અગર મેમરી કાર્ડમાં કોઇ વાયરસ છે તો તે તમારા ફોનને ધીમો કરી શકે છે. ચાલો માની લો તમે તમારો મેમરી કાર્ડ ફોનમાંથી કાઢતા જ નથી, જેથી વાયરસની સંભાવના ઘટી જાય છે પરંતુ આપણી માનસિકતા કેવી છે તે જુઓ...32 GB નો એક મેમરી કાર્ડ 200 રૂપીયામાં મળે છે જ્યારે બીજો 600 રૂપીયામાં. સ્વાભાવિક છે લોકો 200 રૂપીયાવાળો મેમરી કાર્ડ જ લેશે. બંન્ને વચ્ચે ફરક ગુણવત્તા અને સ્પીડનો હોય છે. તેઓની read/write કરવાની ઝડપનો હોય છે. જે સરવાળે ફોનની પ્રોસેસિંગ સ્પીડને ઘટાડી નાંખે છે. ઉપરોક્ત બાબતના અનુસંધાને ધારોકે તમારા મિત્ર પાસે તમારાથી સસ્તી કિંમતનો ફોન હશે પરંતુ જો તેમાં મેમરી કાર્ડનો વિકલ્પ ન હોય તો બની શકે કે તે ફોન તમારા ફોન કરતા ફાસ્ટ હશે. ટૂંકમાં અહીં આડકતરી રીતે કંપનીનું નામ ખરાબ થાય છે કે...આ કંપનીનો ફોન સારો નથી, જ્યારે તકલીફ તેના મેમરી કાર્ડમાં હોય છે.
-
હરેક મોબાઇલ કંપનીઓ ઇચ્છે છે કે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો. જો મેમરી કાર્ડ હશે તો તમે ગીત, ફિલ્મ, વીડિઓ વગેરે તેમાં નાંખી તમારી મરજી પ્રમાણે ગમે ત્યારે તેને જોઇ/સાંભળી શકો છો. ઇન્ટરનેટ સાથે જોડાવાની જરૂર જ નથી. મતલબ તમે કોઇપણ કંપનીને ફરીથી તમારા તરફથી વધુ પૈસા કમાવવાની તક નથી આપતાં. લગભગ હરેક કંપનીના આવકનો મોટો સ્ત્રોત જાહેરાત હોય છે અને મેમરી કાર્ડમાં તો કોઇ જાહેરાત આવતી નથી. માટે કંપનીઓ ઇચ્છે છે કે તમારૂં સ્ટોરેજ હંમેશા ઓછું જ રહે અને તમે કંઇપણ જુઓ તે ઓનલાઇન જ જુઓ.
-
તો આ છે બધા કારણો જેના લીધે કંપનીઓ ફોનમાં મેમરી કાર્ડની સુવિધા નથી આપતી.


No comments:
Post a Comment